આપણે બચેલી રોટલી માંથી એકદમ મસ્ત યુનિક એવો નાસ્તો તૈયાર કરીશું . અને જે નાસ્તો નાના થી લઈ અને મોટા બધા ને માટે એકદમ મસ્ત મજા પડી જાય એવો નાસ્તો ચીઝ બર્સ્ટ ચપાતી પિઝા બનાવીશું . નામ સાંભળતાજ મોઢા માં પાણી આવી જાય એવા હેલ્ધી પિઝા – cheese burst chapati pizza – ચીઝ બર્સ્ટ ચપાતી પિઝા આપણે આજે ઘરે બનાવતા શીખીશું.
INGREDIENTS
- બચેલી રોટલી ( જરૂર મુજબ )
ટમેટો સોસ માટેની સામગ્રી :-
- ટમેટાં મોટા 4 નંગ
- ઓલિવ ઓઈલ 2 ચમચી
- લસણ બારીક સુધારેલું 1 ચમચી
- ડુંગળી ઝીણી સુધારેલી 2 ચમચી
- કાળા મરી નો પાવડર ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચું ½ ચમચી
- ઓરેગાનો ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- બેસિલ ના પાંદ થોડા
- છીણેલું ચેડાર ચીઝ ¼ કપ
- છીણેલું મોઝરેલા ચીઝ ¼ કપ
પિઝા ના ટોપિંગ માટેની સામગ્રી :-
- ડુંગળી ની સ્લાઈસ જરૂર મુજબ
- પીળા , લીલા અને રેડ કેપ્સિકમ ના ટુકડા જરૂર મુજબ
- મશરૂમ ના ટુકડા જરૂર મુજબ
- મકાઈ બાફેલી જરૂર મુજબ
- ઓરેગાનો
- ચિલી ફલેક્સ
cheese burst chapati pizza banavani recipe
ચીઝ બર્સ્ટ ચપાતી પિઝા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક તપેલી લેશું અને તેમાં પાણી ગરમ કરવા મૂકીશું પાણી ગરમ થાય એટલે તેમાં આપણે મોટા સાઇઝ ના 4 ટમેટા ને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને ત્યાર પછી ટમેટા માં ઊભા 2 કટ અને આડા 2 કટ નાના નાના મારી અને તપેલી માં આ બધા ટમેટા નાખી અને 30 સેકન્ડ માટે છાલ નરમ પળે ત્યાં સુધી ચળાવી લેશું.
હવે એક બાઉલ માં થોડું ઠંડુ પાણી લેશું અને તેમાં આ 30 સેકન્ડ માટે બાફેલા ટમેટા ને આપણે તે બાઉલ માં નાખી અને ઠંડા થવા દેશું ઠંડા થઈ જાય એટલે તેની છાલ કાઢી લેશું . છાલ કાઢી લીધા બાદ એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં ટામેટા નાખી અને એકદમ સારી રીતે પીસી લેશું.
ત્યાર પછી ગેસ પર એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં ઓલિવ ઓઈલ 2 ચમચી નાખી ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં લસણ બારીક સુધારેલું 1 ચમચી , ડુંગળી ઝીણી સુધારેલી 2 ચમચી નાખી અને બને વસ્તુ થોડી સોફ્ટ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું . હવે તૈયાર કરેલો ટમેટા સોસ ની પેસ્ટ ને પેન માં નાખી સારી રીતે મિક્સ કરી અને ત્યાર પછી તેમાં કાળા મરી નો પાવડર ½ ચમચી , કાશ્મીરી લાલ મરચું ½ ચમચી , ઓરેગાનો ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું હવે ગ્રેવી થોડી ચળી જાય એટલે તેમાં બેસીલ ના પાંદ થોડા નાખી 1-2 મિનિટ માટે ગ્રેવી ને ચળવા દેશું . ત્યાર બાદ ગેસ બંધ કરી ગ્રેવી ને સાઇડ માં મૂકીશું.
હવે ગેસ ગેસ પર એક પેન / તવી ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં આપણે તવી પર થોડું તેલ ગ્રીસ કરી લેશું અને ત્યાર પછી તવી પર આપણે એક રોટલી મૂકીશું . જો રોટલી બચી હોય તો ઠીક અને ના બચી હોય તો તમે આપણે જે રેગ્યુલર ઘઉં ની રોટલી કરીએ તેવીજ રીતે લોટ બાંધી અને રોટલી તૈયાર કરી થોડી વાર ઠંડી થવા દેશું.
ત્યાર પછી હવે ગેસ પર 1 નોનસ્ટિક પેન માં રોટલી મૂક્યા બાદ આપણે તેના પર છીણેલું ચેડાર ચીઝ ¼ કપ , છીણેલું મોઝરેલા ચીઝ ¼ કપ નાખી ફરીથી ઉપર એક રોટલી મૂકી ત્યાર બાદ તેના પર તૈયાર કરેલો ટમેટો સોસ સ્પ્રેડ કરી દેશું આખી રોટલી પર સારી રીતે ત્યાર બાદ ફરીથી છીણેલું મોઝરેલા ચીઝ ¼ કપ , છીણેલું ચેડાર ચીઝ ¼ કપ , ડુંગળી ની સ્લાઈસ જરૂર મુજબ પીળા , લીલા અને રેડ કેપ્સિકમ ના ટુકડા જરૂર મુજબ , મશરૂમ ના ટુકડા જરૂર મુજબ , મકાઈ બાફેલી જરૂર મુજબ ઉપર થી થોડો ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ નાખી ઢાંકણ બંધ કરી અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેશું.
તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ ચીઝ બર્સ્ટ ચપાતી પિઝા જેને ગરમા ગરમ સોસ સાથે સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ચીઝ બર્સ્ટ ચપાતી પિઝા બનાવવાની રેસીપી

cheese burst chapati pizza banavani recipe
Equipment
- 1 તપેલી
- 1 પેન / તવી
- 1 મિક્ષ્ચર જાર
- 1 બાઉલ
Ingredients
- બચેલી રોટલી જરૂર મુજબ
ટમેટો સોસ માટેની સામગ્રી :-
- 4 નંગ ટમેટાં મોટા
- 2 ચમચી ઓલિવ ઓઈલ
- 1 ચમચી લસણ બારીક સુધારેલું
- 2 ચમચી ડુંગળી ઝીણી સુધારેલી
- ½ ચમચી કાળા મરી નો પાવડર
- ½ ચમચી કાશ્મીરી લાલ મરચું
- ½ ચમચી ઓરેગાનો
- સ્વાદ મુજબ મીઠું
- બેસિલ ના પાંદ થોડા
- ¼ કપ છીણેલું ચેડાર ચીઝ
- ¼ કપ છીણેલું મોઝરેલા ચીઝ
પિઝા ના ટોપિંગ માટેની સામગ્રી :-
- ડુંગળી ની સ્લાઈસ જરૂર મુજબ
- પીળા લીલા અને રેડ કેપ્સિકમ ના ટુકડા જરૂર મુજબ
- મશરૂમ ના ટુકડા જરૂર મુજબ
- મકાઈ બાફેલી જરૂર મુજબ
- ઓરેગાનો
- ચિલી ફલેક્સ
Instructions
cheese burst chapati pizza banavani recipe
- ચીઝ બર્સ્ટ ચપાતી પિઝા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક તપેલી લેશું અને તેમાં પાણી ગરમ કરવા મૂકીશું પાણી ગરમ થાય એટલે તેમાં આપણે મોટા સાઇઝ ના 4 ટમેટા ને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને ત્યાર પછી ટમેટા માં ઊભા 2 કટ અને આડા 2 કટ નાના નાના મારી અને તપેલી માં આ બધા ટમેટા નાખી અને 30 સેકન્ડ માટે છાલ નરમ પળે ત્યાં સુધી ચળાવી લેશું.
- હવે એક બાઉલ માં થોડું ઠંડુ પાણી લેશું અને તેમાં આ 30 સેકન્ડ માટે બાફેલા ટમેટા ને આપણે તે બાઉલ માં નાખી અને ઠંડા થવા દેશું ઠંડા થઈ જાય એટલે તેની છાલ કાઢી લેશું . છાલ કાઢી લીધા બાદ એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં ટામેટા નાખી અને એકદમ સારી રીતે પીસી લેશું.
- ત્યાર પછી ગેસ પર એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં ઓલિવ ઓઈલ 2 ચમચી નાખી ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં લસણ બારીક સુધારેલું 1 ચમચી , ડુંગળી ઝીણી સુધારેલી 2 ચમચી નાખી અને બને વસ્તુ થોડી સોફ્ટ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું . હવે તૈયાર કરેલો ટમેટા સોસ ની પેસ્ટ ને પેન માં નાખી સારી રીતે મિક્સ કરી અને ત્યાર પછી તેમાં કાળા મરી નો પાવડર ½ ચમચી , કાશ્મીરી લાલ મરચું ½ ચમચી , ઓરેગાનો ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું હવે ગ્રેવી થોડી ચળી જાય એટલે તેમાં બેસીલ ના પાંદ થોડા નાખી 1-2 મિનિટ માટે ગ્રેવી ને ચળવા દેશું . ત્યાર બાદ ગેસ બંધ કરી ગ્રેવી ને સાઇડ માં મૂકીશું.
- હવે ગેસ ગેસ પર એક પેન / તવી ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં આપણે તવી પર થોડું તેલ ગ્રીસ કરી લેશું અને ત્યાર પછી તવી પર આપણે એક રોટલી મૂકીશું . જો રોટલી બચી હોય તો ઠીક અને ના બચી હોય તો તમે આપણે જે રેગ્યુલર ઘઉં ની રોટલી કરીએ તેવીજ રીતે લોટ બાંધી અને રોટલી તૈયાર કરી થોડી વાર ઠંડી થવા દેશું.
- ત્યાર પછી હવે ગેસ પર 1 નોનસ્ટિક પેન માં રોટલી મૂક્યા બાદ આપણે તેના પર છીણેલું ચેડાર ચીઝ ¼ કપ , છીણેલું મોઝરેલા ચીઝ ¼ કપ નાખી ફરીથી ઉપર એક રોટલી મૂકી ત્યાર બાદ તેના પર તૈયાર કરેલો ટમેટો સોસ સ્પ્રેડ કરી દેશું આખી રોટલી પર સારી રીતે ત્યાર બાદ ફરીથી છીણેલું મોઝરેલા ચીઝ ¼ કપ , છીણેલું ચેડાર ચીઝ ¼ કપ , ડુંગળી ની સ્લાઈસ જરૂર મુજબ પીળા , લીલા અને રેડ કેપ્સિકમ ના ટુકડા જરૂર મુજબ , મશરૂમ ના ટુકડા જરૂર મુજબ , મકાઈ બાફેલી જરૂર મુજબ ઉપર થી થોડો ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ નાખી ઢાંકણ બંધ કરી અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેશું.
- તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ ચીઝ બર્સ્ટ ચપાતી પિઝા જેને ગરમા ગરમ સોસ સાથે સર્વ કરીશું.
Notes
- ટોપીંગ માં શાકભાજી કે બીજી કોઈ પણ વસ્તુ તમે તમારી ઈચ્છા મુજબ ના નાખી શકો છો.
- જો ચીઝ ઓછું પસંદ હોય તો તમે તેનું પ્રમાણ પણ ઓછું કે વધારે કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Pithala Bhakri banavani rit | પિઠલા ભાખરી બનાવવાની રીત
Kodari no pulav banavani recipe | કોદરી નો પુલાવ બનાવવાની રેસીપી
Aamla ni chatni | આમળા ની ચટણી
Galka na bhajiya | ગલકા ના ભજીયા બનાવવાની રીત
Shekel kacha kela recipe | ઉપવાસ માટે શેકેલ કાચા કેળા ની ફરાળી વાનગી