Home Lunch & Dinner Chili oil banavani rit | ચિલી ઓઈલ બનાવવાની રીત

Chili oil banavani rit | ચિલી ઓઈલ બનાવવાની રીત

0
Image credit – Youtube/Viraj Naik Recipes

આપણે એક તીખા મરચા ની રેસીપી જે આખું વર્ષ ફ્રીઝ માં સ્ટોર કરી શકીએ એવી મસ્ત રેસિપી છે . જેને અમુક વસ્તુ સાથે ચટણી ની જેમ છેલે ઉપર થી નાખી ને ખાવાની મજા પડી જાય એવી એકદમ મસ્ત તીખી ચટપટી Chili oil – ચિલી ઓઈલ રેસીપી આજે આપણે બનાવતા શીખીશું.

INGREDIENTS

  • તેલ 1 કપ ( બની શકે તો તમે જે નોર્મલ તેલ ઘરમાં ખાતા હોવ એજ તેલ લેવું )
  • ખાંડેલું લસણ ¼ કપ
  • ચિલી ફલેક્સ ½ કપ ( મિક્ષ્ચર જાર માં થોડું ક્રશ કરી લેશું )
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી
  • તજ નો ટુકડો 1 નંગ
  • સ્ટાર ફુલ 2 નંગ
  • ખાંડ 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • સોયા સોસ ¼ ચમચી

Chili oil banavani rit

ચિલી ઓઈલ રેસિપી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન માં 1 કપ રેગ્યુલર જે રૂટીન માં તેલ ખાતા હોઈએ તે તેલ લઈ સકો છો . ધ્યાન રાખવું કે ઇયા નોર્મલ તેલ એટલા માટે લઈએ છીએ કારણકે જો તમે કોઈ મસ્ટર્ડ ઓઈલ કે એવા સ્ટ્રોંગ તેલ નો ઉપયોગ કરશો તો તેની સુગંધ બઉ સ્ટ્રોંગ હોય છે માટે નોર્મલ તેલ હસે તો ચાલશે.

હવે તેલ ગરમ થાય એટલે ગેસ ની ફ્લેમ ને સાવ ધીમી કરી નાખશું અને ત્યાર બાદ તેમાં ખાંડી ને રાખેલું લસણ ¼ કપ નાખીશું અને લસણ એકદમ સારી રીતે ફ્રાય થઈ જવું જોઈએ અને લસણ નો કલર પણ બદલી જવો જોઈએ  . જો લસણ એકદમ સારી રીતે ફ્રાય નઈ થયેલું હોય અથવા તો કાચું રઈ ગયું હશે તો આપણું આ તેલ ખરાબ થઈ શકે છે અને આ તેલ ને આપણે લાંબા સમય સુધી સ્ટોર પણ નઈ કરી શકીએ . અને હજુ એક વસ્તુ નું ધ્યાન રાખશું કે લસણ નાખી દીધા બાદ આપણે લસણ ને સતત હલાવતા રહેશું જેથી આપણું બધું લસણ એક સરખું ચળી જશે અને બધા લસણ માં એક સરખો કલર પણ આવી જશે.

ત્યાર પછી લસણ થોડું બ્રાઉન જેવું થવા લાગે એટલે ગેસ બંઘ કરી દેશું અને તેલ આપણું ગરમ જ છે એટલે બાકી થોડું કાચું રહેલું લસણ છે એ ગરમ તેલ માજ ફ્રાય થઈ જશે . હવે જ્યારે તમને લાગે કે લસણ બરાબર ફ્રાય થઈ ગયું છે ત્યાર પછી આપણે તેમાં બીજા મસાલા નાખીશું પણ ધ્યાન રાખવું કે આપણે હજી પણ બંધ ગેસ માં જ પેન માં બધા મસાલા કરીશું ગેસ ની ફ્લેમ ને ચાલુ નઈ કરીએ .

હવે આપણે પેન માં ચિલી ફલેક્સ ½ કપ નાખીશું અને (ચિલી ફ્લેક્સ ને આપણે મિક્ષ્ચર જાર માં થોડું ક્રશ કરી ને નાખવું ) ત્યાર પછી તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી , તજ નો ટુકડો 1 , સ્ટાર ફુલ 2 નંગ , ખાંડ 1 ચમચી , મીઠું 1 ચમચી , સોયા સોસ ¼ ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું તેલ હજુ પણ ગરમ જ હસે માટે આપણે તેલ ને ફરીથી ગરમ નઈ કરીએ . અને સારી રીતે મિક્સ કરીશું જેથી આપણી ખાંડ છે તે સારી રીતે ઓગળી જાય.

તો તૈયાર છે આપણું ચિલી ઓઈલ જેનો ઉપયોગ તમે દાળ , શાક , પનીર ની કોઈ પણ વસ્તુ , સલાડ કે પછી જો નુડલ્સ બનાવતા હોવ તો છેલે તમે આ ચિલી ઓઈલ ને 1 ચમચી જેવું અથવા તો તીખાશ મુજબ તેના પર નાખી ને સર્વ કરી શકો છો જેથી ખાવાનો સ્વાદ 10 ગણો વધી જશે.

હવે આ ચિલી ઓઈલ ને તમે એયર ટાઈટ કન્ટેનર માં ભરી અને તમે રૂમ ટ્રેમપ્રેચર પર અથવા તો ફ્રીઝ માં રાખી ને 1 વર્ષ માટે સ્ટોરી કરી શકો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ચિલી ઓઈલ બનાવવાની રીત

Chili oil - ચિલી ઓઈલ

Chili oil banavani rit

આપણે એક તીખા મરચા ની રેસીપી જે આખું વર્ષ ફ્રીઝ માં સ્ટોરકરી શકીએ એવી મસ્ત રેસિપી છે . જેને અમુકવસ્તુ સાથે ચટણી ની જેમ છેલે ઉપર થી નાખી ને ખાવાની મજા પડી જાય એવી એકદમ મસ્ત તીખી ચટપટી Chili oil – ચિલી ઓઈલ રેસીપી આજે આપણે બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 10 minutes
Total Time: 25 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્ષ્ચર જાર
  • 1 પેન / કડાઈ
  • 1 બાઉલ

Ingredients

  • 1 કપ તેલ બની શકે તો તમે જે નોર્મલ તેલ ઘરમાં ખાતા હોવ એજ તેલ લેવું
  • ¼ કપ ખાંડેલું લસણ
  • ½ કપ ચિલી ફલેક્સ મિક્ષ્ચર જાર માં થોડું ક્રશ કરી લેશું
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 નંગ તજ નો ટુકડો
  • 2 નંગ સ્ટાર ફુલ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી મીઠું
  • ¼ ચમચી સોયા સોસ

Instructions

Chili oil banavani rit

  • ચિલી ઓઈલ રેસિપી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન માં 1 કપ રેગ્યુલર જે રૂટીન માં તેલ ખાતા હોઈએ તે તેલ લઈ સકો છો . ધ્યાન રાખવું કે ઇયા નોર્મલ તેલ એટલા માટે લઈએ છીએ કારણકે જો તમે કોઈ મસ્ટર્ડ ઓઈલ કે એવા સ્ટ્રોંગ તેલ નો ઉપયોગ કરશો તો તેની સુગંધ બઉ સ્ટ્રોંગ હોય છે માટે નોર્મલ તેલ હસે તો ચાલશે .
  • હવે તેલ ગરમ થાય એટલે ગેસ ની ફ્લેમ ને સાવ ધીમી કરી નાખશું અને ત્યાર બાદ તેમાં ખાંડી ને રાખેલું લસણ ¼ કપ નાખીશું અને લસણ એકદમ સારી રીતે ફ્રાય થઈ જવું જોઈએ અને લસણ નો કલર પણ બદલી જવો જોઈએ . જો લસણ એકદમ સારી રીતે ફ્રાય નઈ થયેલું હોય અથવા તો કાચું રઈ ગયું હશે તો આપણું આ તેલ ખરાબ થઈ શકે છે અને આ તેલ ને આપણે લાંબા સમય સુધી સ્ટોર પણ નઈ કરી શકીએ . અને હજુ એક વસ્તુ નું ધ્યાન રાખશું કે લસણ નાખી દીધા બાદ આપણે લસણ ને સતત હલાવતા રહેશું જેથી આપણું બધું લસણ એક સરખું ચળી જશે અને બધા લસણ માં એક સરખો કલર પણ આવી જશે .
  • ત્યાર પછી લસણ થોડું બ્રાઉન જેવું થવા લાગે એટલે ગેસ બંઘ કરી દેશું અને તેલ આપણું ગરમ જ છે એટલે બાકી થોડું કાચું રહેલું લસણ છે એ ગરમ તેલ માજ ફ્રાય થઈ જશે . હવે જ્યારે તમને લાગે કે લસણ બરાબર ફ્રાય થઈ ગયું છે ત્યાર પછી આપણે તેમાં બીજા મસાલા નાખીશું પણ ધ્યાન રાખવું કે આપણે હજી પણ બંધ ગેસ માં જ પેન માં બધા મસાલા કરીશું ગેસ ની ફ્લેમ ને ચાલુ નઈ કરીએ .
  • હવે આપણે પેન માં ચિલી ફલેક્સ ½ કપ નાખીશું અને (ચિલી ફ્લેક્સ ને આપણે મિક્ષ્ચર જાર માં થોડું ક્રશ કરી ને નાખવું ) ત્યાર પછી તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી , તજ નો ટુકડો 1 , સ્ટાર ફુલ 2 નંગ , ખાંડ 1 ચમચી , મીઠું 1 ચમચી , સોયા સોસ ¼ ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું તેલ હજુ પણ ગરમ જ હસે માટે આપણે તેલ ને ફરીથી ગરમ નઈ કરીએ . અને સારી રીતે મિક્સ કરીશું જેથી આપણી ખાંડ છે તે સારી રીતે ઓગળી જાય .
  • તો તૈયાર છે આપણું ચિલી ઓઈલ જેનો ઉપયોગ તમે દાળ , શાક , પનીર ની કોઈ પણ વસ્તુ , સલાડ કે પછી જો નુડલ્સ બનાવતા હોવ તો છેલે તમે આ ચિલી ઓઈલ ને 1 ચમચી જેવું અથવા તો તીખાશ મુજબ તેના પર નાખી ને સર્વ કરી શકો છો જેથી ખાવાનો સ્વાદ 10 ગણો વધી જશે .
  • હવે આ ચિલી ઓઈલ ને તમે એયર ટાઈટ કન્ટેનર માં ભરી અને તમે રૂમ ટ્રેમપ્રેચર પર અથવા તો ફ્રીઝ માં રાખી ને 1 વર્ષ માટે સ્ટોરી કરી શકો .

Notes

  •  તમે સ્ટાર ફુલ અને તાજ ના ટુકડા ને પેલે પણ નાખી સકો છો જ્યારે તેલ ગરમ કરવા મૂક્યું હતું ત્યારે થોડો ફ્લેવર આવી ગયા બાદ તમે તેલ માંથી કાઢી શકો છો.
  • હજી એક વસ્તુ નું ધ્યાન રાખવું કે વધારે ગરમ તેલ માં કયારે પણ મસાલા ના નાખવા નહીંતર બધા મસાલા બળી જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version