આજ આપણે જુવાર ફરસી પૂરી બનાવવાની રેસીપી શીખીશું. આ ફરસી પૂરી સાઉથ માં ખૂબ પ્રખ્યાત છે અને સવાર સાંજ ના નાસ્તામાં તથા પ્રવાસ કે ટિફિન માં બનાવી ને આપી શકાય છે. તો ચાલો Juvar ni farshi puri banavani recipe શીખીએ.
જુવાર ની ફરસી પૂરી ની સામગ્રી
- ગરમ તેલ 4-5 ચમચી
- જુવાર નો લોટ 500 ગ્રામ
- જીરું 1-2 ચમચી
- પલાળેલી મગ દાળ ¼ કપ
- પલાળેલા સાબુદાણા ¼ કપ
- ચીલી ફ્લેક્સ 1-2 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- લસણ, આદુ અને મરચાની પેસ્ટ 2-3 ચમચી
- મીઠા લીમડા ના પાન ઝીણા સમારેલા 8-10
- ગરમ પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
જુવાર ની ફરસી પૂરી બનાવવાની રેસીપી
જુવાર ફરસી પૂરી બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી એક બે પાણીથી ધોઈ ને જરૂર મુજબ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો અને મગ ની દાળ ને સાફ કરી એને પણ એક બે પાણીથી ધોઈ સાફ કરી ત્યાર બાદ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી લ્યો. સાબુદાણા બરોબર પલળી જાય એટલે ચારણીમાં નાખી વધારાનું પાણી નિતારી લ્યો અને મગ દાળ ને પણ ચારણીમાં નાખી વધારાનું પાણી નિતારી લ્યો.
હવે એક કથરોટ માં જુવારનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું અને ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તેલ થોડું ઠંડું થાય એટલે હાથ થી મસળી ને મિક્સ કરી લ્યો હવે એમાં પલાળેલા સાબુદાણા અને મગ દાળ નાખો.
એની સાથે એમાં ચીલી ફ્લેક્સ, આદુ, લસણ અને મરચાની પેસ્ટ, સફેદ તલ, મીઠા લીમડા ના પાંદ સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગરમ પાણી નાખો અને ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
દસ મિનિટ પછી ઢાંકણ ખોલી હાથ થી લોટ ને બરોબર મસળી લ્યો અને નરમ લોટ બાંધી લ્યો. લોટ બાંધવા માટે જરૂર લાગે તો ગરમ પાણી નાખી લોટ બાંધી લ્યો ત્યાર બાદ ફરી ઢાંકી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો.
સાત મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની પૂરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને ગેસ પર મિડીયમ તાપે તેલ ને ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બે પ્લાસ્ટીક માં તેલ લગાવી એમાં તૈયાર કરેલ લુવા ને મૂકી ઉપર બીજી પ્લાસ્ટિક મૂકી વાટકા કે થાળી થી દબાવી પૂરી બનાવી પ્લેટ માં મૂકો.
આમ એક સાથે થોડી પૂરી ને વણી તૈયાર કરી લ્યો અને તેલ મિડીયમ ગરમ થાય એટલે થોડી પૂરી એમાં નાખો અને ને મિનિટ એમજ રહેવા દયો અને બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી લ્યો. અને ગેસ ધીમો કરી બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.
આમ થોડી થોડી પૂરી બનાવતા જઈ તરી લ્યો અને એક વાસણમાં કાઢી ઠંડી થવા દયો. બધી જ પૂરી બનાવી ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને તૈયાર પુરીની ગરમ ગરમ ચા સાથે સર્વ કરો જુવાર ફરસી પૂરી.
Juvar farshi puri notes
- અહીં જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
- તમે લીલી મેથી સુધારેલ, ફુદીના ના પાંદ સુધારેલ કે બીજા મસાલા પણ નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Juvar ni farshi puri banavani recipe
Juvar ni farshi puri banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
જુવાર ની ફરસી પૂરી ની સામગ્રી
- 4-5 ચમચી ગરમ તેલ
- 500 ગ્રામ જુવાર નો લોટ
- 1-2 ચમચી જીરું
- ¼ કપ પલાળેલી મગ દાળ
- ¼ કપ પલાળેલા સાબુદાણા
- 1-2 ચમચી ચીલી ફ્લેક્સ
- 2 ચમચી સફેદ તલ
- 2-3 ચમચી લસણ આદુ અને મરચાની પેસ્ટ
- 8-10 મીઠા લીમડા ના પાન ઝીણા સમારેલા
- ગરમ પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
Instructions
Juvar ni farshi puri banavani recipe
- જુવાર ફરસી પૂરી બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી એક બે પાણીથી ધોઈ ને જરૂર મુજબ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો અને મગ ની દાળ ને સાફ કરી એને પણ એક બે પાણીથી ધોઈ સાફ કરી ત્યાર બાદ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી લ્યો. સાબુદાણા બરોબર પલળી જાય એટલે ચારણીમાં નાખી વધારાનું પાણી નિતારી લ્યો અને મગ દાળ ને પણ ચારણીમાં નાખી વધારાનું પાણી નિતારી લ્યો.
- હવે એક કથરોટ માં જુવારનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું અને ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તેલ થોડું ઠંડું થાય એટલે હાથ થી મસળી ને મિક્સ કરી લ્યો હવે એમાં પલાળેલા સાબુદાણા અને મગ દાળ નાખો.
- એની સાથે એમાં ચીલી ફ્લેક્સ, આદુ, લસણ અને મરચાની પેસ્ટ, સફેદ તલ, મીઠા લીમડા ના પાંદ સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગરમ પાણી નાખો અને ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
- દસ મિનિટ પછી ઢાંકણ ખોલી હાથ થી લોટ ને બરોબર મસળી લ્યો અને નરમ લોટ બાંધી લ્યો. લોટ બાંધવા માટે જરૂર લાગે તો ગરમ પાણી નાખી લોટ બાંધી લ્યો ત્યાર બાદ ફરી ઢાંકી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો.
- સાત મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની પૂરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને ગેસ પર મિડીયમ તાપે તેલ ને ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બે પ્લાસ્ટીક માં તેલ લગાવી એમાં તૈયાર કરેલ લુવા ને મૂકી ઉપર બીજી પ્લાસ્ટિક મૂકી વાટકા કે થાળી થી દબાવી પૂરી બનાવી પ્લેટ માં મૂકો.
- આમ એક સાથે થોડી પૂરી ને વણી તૈયાર કરી લ્યો અને તેલ મિડીયમ ગરમ થાય એટલે થોડી પૂરી એમાં નાખો અને ને મિનિટ એમજ રહેવા દયો અને બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી લ્યો. અને ગેસ ધીમો કરી બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.
- આમ થોડી થોડી પૂરી બનાવતા જઈ તરી લ્યો અને એક વાસણમાં કાઢી ઠંડી થવા દયો. બધી જ પૂરી બનાવી ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને તૈયાર પુરીની ગરમ ગરમ ચા સાથે સર્વ કરો જુવાર ફરસી પૂરી.
Juvar farshi puri notes
- અહીં જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
- તમે લીલી મેથી સુધારેલ, ફુદીના ના પાંદ સુધારેલ કે બીજા મસાલા પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali masala singdana recipe | ફરાળી મસાલા સીંગદાણા બનાવવાની રીત
manchurian recipe | મન્ચુરિયન બનાવવાની રેસીપી
વણેલા ગાઠીયા | vanela gathiya recipe | vanela gathiya banavani rit
પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit