Home Dessert & Drinks કાચ જેવી પાતળી અને ક્રિસ્પી ટોપરાની ચીકી બનાવવાની રીત – Crispy Coconut...

કાચ જેવી પાતળી અને ક્રિસ્પી ટોપરાની ચીકી બનાવવાની રીત – Crispy Coconut Chikki Recipe in Gujarati

0

સામાન્ય રીતે આપણે ટોપરામાંથી સોફ્ટ Topra Pak બનાવતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય લોનાવાલા સ્ટાઈલની એકદમ પાતળી અને કરકરી Coconut Chikki ખાધી છે? સ્વાદ અને ગુણોથી ભરપુર આ ટોપરાની ચીકી ખુબ જ ટેસ્ટી લાગે છે અને એક વખત આ ચીક્કી બનાવી ને ખાસો તો બીજી ચીક્કી ભૂલી જાસો. આમ તો બધા નારિયલ ની ચીક્કી ખાંડ માં બનાવતા હોય છે પણ આજ આપણે ગોળ નો પાયો કરી એમાં બનાવશું. એટલે નારિયલ ના ગુણ ની સાથે આપણે ગોળ ના ગુણ પણ મળી રહેશે.

સૂકા ટોપરાનું ખમણ (Desiccated Coconut) અને ગોળમાંથી બનતી આ ચીકી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને લાઈટ હોય છે. આ ચીકીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે Farali (ફરાળી) છે, એટલે કે તમે અગિયારસ કે શિવરાત્રીના ઉપવાસમાં પણ ખાઈ શકો છો. જો તમારા બાળકો સીંગની ચીકી ન ખાતા હોય, તો તેમને આ સોફ્ટ અને ક્રન્ચી કોપરા ચીકી ચોક્કસ ભાવશે.

કોપરા ચીકી બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલ સુકું નારિયલ 1 ½ કપ
  • છીણેલો ગોળ ¾ કપ
  • ઘી 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી

Coconut Chikki banavani rit

ટોપરાની ચીકી બનાવવા સૌથી પહેલા સુકા નારિયલ ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ ગોળ ને પણ ઝીણો સુધારી લ્યો અથવા છીણી લ્યો.ત્યાર બાદ પ્લેટ ફોર્મ અથવા જે જગ્યાએ ચીક્કી વણવાની હોય એ જગ્યા સાફ કરી ઘી અથવા તેલ થી ગ્રીસ કરી લ્યો સાથે વેલણ ને પણ ઘી કે તેલ લગાવી ગ્રીસ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ધીમા તાપે છીણેલા નારિયલ ને હલાવતા રહી શેકી લ્યો. નારિયલ નું છીણ શેકાઈને રંગ બદલવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એજ કડાઈમાં છીણેલો ગોળ નાખી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી ગેસ મીડીયમ કરી હલાવતા રહી ગોળ નો પાક કરી લ્યો. ગોળ નો રંગ બદલવા લાગે અને ગોળ ફૂલાવવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી લ્યો અને એક વાટકામાં પાણી લઇ ચેક કરી લ્યો જો ગોળ આરામ થી તૂટી જાય( જો ગોળ તૂટે નહિ તો થોડી વધુ વાર હલાવતા રહી ચડાવી લેવું ને ફરી ચેક કરી લેવું ) તો એમાં શેકી રાખેલ નારિયલ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

તૈયાર મિશ્રણ ને થોડું થોડું ગ્રીસ કરેલ પ્લેટ ફોર્મ ઉપર નાખતા જઈ વેલણ વડે પાતળું વણી લઇ ચાકુથી કાપા કરી લ્યો આમ બધા મિશ્રણ ને ફેલાવી પાતળું કરી કાપા કરી લ્યો ત્યાર બાદ ચીક્કી ને ઠંડી થવા દયો. ચીક્કી ઠંડી થાય એટલે કાપા વાડી જગ્યાએથી તોડી કટકા કરી લ્યો અને ત્યાર ચીક્કીના કટકાને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો તો તૈયાર છે Coconut Chikki.

Kopra chikki recipe tips

  1. તમે નારિયલ ના છીણ ને શેક્યા વગર સીધો પણ નાખી શકો છો
  2. ચીક્કી ના મિશ્રણ ને હાથ લગાવતા સમયે ધ્યાન રાખવું એ ઘણું ગરમ હશે.
  3. જો ચીક્કી વણતા મિશ્રણ ઠંડું થઇ જાય તો ફરી ધીમા ગેસ ચાલુ કરી ચીક્કી વાળું વાસણ મૂકી ગરમ કરી મિશ્રણ અલગ કરી લેવુ
  4. નારિયલ ને તમે પાતળી પાતળી સ્લાઈસ અથવા મિક્સર માં પીસી ને પણ વાપરી શકો છો.
  5. બેકિંગ સોડા નાખવા જરૂરી નથી.

ટોપરાની ચીકી બનાવવાની રીત

Crispy Coconut Chikki - ક્રિસ્પી ટોપરાની ચીકી

ક્રિસ્પી ટોપરાની ચીકી બનાવવાની રીત – Crispy Coconut Chikki Recipe in Gujarati

સામાન્ય રીતે આપણેટોપરામાંથી સોફ્ટ Topra Pak બનાવતાહોઈએ છીએ. પણ શું તમે ક્યારેય લોનાવાલા સ્ટાઈલની એકદમ પાતળી અને કરકરી Coconut Chikki ખાધી છે?સ્વાદ અને ગુણોથી ભરપુર આ ટોપરાની ચીકીખુબ જ ટેસ્ટી લાગે છે અને એક વખત આ ચીક્કી બનાવી ને ખાસો તો બીજી ચીક્કી ભૂલી જાસો. આમ તો બધા નારિયલ ની ચીક્કી ખાંડ માં બનાવતા હોય છે પણ આજ આપણે ગોળ નો પાયો કરી એમાં બનાવશું. એટલે નારિયલ ના ગુણ ની સાથે આપણે ગોળ ના ગુણ પણ મળી રહેશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 છીણી
  • 1 કડાઈ

Ingredients

  • 1 ½ કપ છીણેલ સુકું નારિયલ
  • ¾ કપ છીણેલો ગોળ
  • 1 ચમચી ઘી
  • ¼ ચમચી બેકિંગ સોડા

Instructions

Coconut Chikki banavani rit

  • ટોપરાની ચીકી બનાવવા સૌથી પહેલા સુકા નારિયલ ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ ગોળ ને પણ ઝીણો સુધારી લ્યો અથવા છીણી લ્યો.ત્યાર બાદ પ્લેટ ફોર્મ અથવા જે જગ્યાએ ચીક્કી વણવાની હોય એ જગ્યા સાફ કરી ઘી અથવા તેલ થી ગ્રીસ કરી લ્યો સાથે વેલણ ને પણ ઘી કે તેલ લગાવી ગ્રીસ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ધીમા તાપે છીણેલા નારિયલ ને હલાવતા રહી શેકી લ્યો. નારિયલ નું છીણ શેકાઈને રંગ બદલવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ કડાઈમાં છીણેલો ગોળ નાખી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી ગેસ મીડીયમ કરી હલાવતા રહી ગોળ નો પાક કરી લ્યો. ગોળ નો રંગ બદલવા લાગે અને ગોળ ફૂલાવવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી લ્યો અને એક વાટકામાં પાણી લઇ ચેક કરી લ્યો જો ગોળ આરામ થી તૂટી જાય( જો ગોળ તૂટે નહિ તો થોડી વધુ વાર હલાવતા રહી ચડાવી લેવું ને ફરી ચેક કરી લેવું ) તો એમાં શેકી રાખેલ નારિયલ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • તૈયાર મિશ્રણ ને થોડું થોડું ગ્રીસ કરેલ પ્લેટ ફોર્મ ઉપર નાખતા જઈ વેલણ વડે પાતળું વણી લઇ ચાકુથી કાપા કરી લ્યો આમ બધા મિશ્રણ ને ફેલાવી પાતળું કરી કાપા કરી લ્યો ત્યાર બાદ ચીક્કી ને ઠંડી થવા દયો. ચીક્કી ઠંડી થાય એટલે કાપા વાડી જગ્યાએથી તોડી કટકા કરી લ્યો અને ત્યાર ચીક્કીના કટકાને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો તો તૈયાર છે કોકોનટ ચીક્કી.

Kopra chikki recipe tips

  • તમે નારિયલ ના છીણ ને શેક્યા વગર સીધો પણ નાખી શકો છો
  • ચીક્કી ના મિશ્રણ ને હાથ લગાવતા સમયે ધ્યાન રાખવું એ ઘણું ગરમ હશે.
  • જો ચીક્કી વણતા મિશ્રણ ઠંડું થઇ જાય તો ફરી ધીમા ગેસ ચાલુ કરી ચીક્કી વાળું વાસણ મૂકી ગરમ કરી મિશ્રણ અલગ કરી લેવુ
  • નારિયલ ને તમે પાતળી પાતળી સ્લાઈસ અથવા મિક્સર માં પીસી ને પણ વાપરી શકો છો.
  • બેકિંગ સોડા નાખવા જરૂરી નથી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version