અત્યાર સુંધી આપણે અલગ અલગ શાક નો ઉપયોગ કરી મુઠીયા બનાવ્યા છે પણ આજ આપણે શાક સાથે દાળ નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને હેલ્થી મગદાળ ના મુઠીયા Magdal na muthiya banavani recipe બનાવતા શીખીશું.
મગદાળ ના મુઠીયા ની સામગ્રી
- ઘઉંનો લોટ 1 ½ કપ
- બેસન ¼ કપ
- મગદાળ ½ કપ
- દહી ¼ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- આખા ધાણા ક્રશ કરેલ 1 ચમચી
- આદુની પેસ્ટ 1 ચમચી
- લસણની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- હિંગ ¼ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- છીણેલા બટાકા 1
- છીણેલા ગાજર 1
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- બેકિંગ સોડા ¼ ચમચી
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5-7
- લીલા મરચા સુધારેલા 2-3
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
Magdal na muthiya banavani recipe
મગદાળ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ મગદાળ ને સાફ કરી એક બે પાણીથી ધોઈ લ્યો. ત્યાર બાદ ચારણીમાં નાખી પાણી નિતારી લ્યો અને દાળ નું પાણી નિતારી લીધા બાદ મિક્સર જારમાં નાખી દયો અને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી મગદાળ ને કરકરી પીસી લ્યો. પીસેલી મગદાળ ને એક કથરોટ માં કાઢી લ્યો.
એમાં એક કપ ગરમ પાણી નાખી ચમચા થી બરોબર મિક્સ કરી ઢાંકી ને દસ બાર મિનિટ માટે એક બાજુ મૂકો. બાર મિનિટ પછી ફરીથી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દહીં, સ્વાદ મુજબ મીઠું લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, આખા ધાણા મસળી ને નાખી.
હવે એમાં વરિયાળી, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, આમચૂર પાઉડર, હિંગ અને ને ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં છીણેલા ગાજર, છીણેલા બટાકા અને લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યારબાદ હવે એમાં બેકિંગ સોડા, ઘઉંનો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો. હવે ગેસ પર એક ઢોકરિયા માં પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધીમાં બાંધેલા લોટ ના રોલ બનાવી લ્યો અને તૈયાર રોલ ને ગ્રીસ કરેલ ચારણીમાં મૂકતા જાઓ.
ઢોકરિયા માં કાંઠો મૂકી ઉપર ચારણી મૂકો અને ઢાંકીને પંદર વીસ મિનિટ સુંધી બાફી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી ને બહાર કાઢી લ્યો અને મુઠીયા ને ઠંડા થવા દયો. મુઠીયા ઠંડા થાય એટલે એમાંથી ચાકુથી કાપી કટકા કરી લ્યો.
પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ અને સફેદ તલ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મુઠીયા નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો અને ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો મગદાળ ના મુઠીયા.
Magdal na muthiya notes
- અહી જે પણ શાક વાપરો તેમાં પાણી નિતારી ને લેવું જેથી લોટ બાંધવા લોટ વધારે ના જરૂર પડે.
- લોટ બાંધવા ઘઉંનો લોટ થોડો વધુ કે ઓછી માત્રા માં લાગી શકે છે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મગદાળ ના મુઠીયા ની રેસીપી
Magdal na muthiya banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 ઢોકરિયુ
- 1 મિક્સર
Ingredients
મગદાળ ના મુઠીયા ની સામગ્રી
- 1 ½ કપ ઘઉંનો લોટ
- ¼ કપ બેસન
- ½ કપ મગદાળ
- ¼ કપ દહી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી આખા ધાણા ક્રશ કરેલ
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લસણની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 છીણેલા બટાકા
- 1 છીણેલા ગાજર
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- ¼ ચમચી બેકિંગ સોડા
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Magdal na muthiya banavani recipe
- મગદાળ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ મગદાળ ને સાફ કરી એક બે પાણીથી ધોઈ લ્યો. ત્યાર બાદ ચારણીમાં નાખી પાણી નિતારી લ્યો અને દાળ નું પાણી નિતારી લીધા બાદ મિક્સર જારમાં નાખી દયો અને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી મગદાળ ને કરકરી પીસી લ્યો. પીસેલી મગદાળ ને એક કથરોટ માં કાઢી લ્યો.
- એમાં એક કપ ગરમ પાણી નાખી ચમચા થી બરોબર મિક્સ કરી ઢાંકી ને દસ બાર મિનિટ માટે એક બાજુ મૂકો. બાર મિનિટ પછી ફરીથી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દહીં, સ્વાદ મુજબ મીઠું લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, આખા ધાણા મસળી ને નાખી.
- હવે એમાં વરિયાળી, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, આમચૂર પાઉડર, હિંગ અને ને ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં છીણેલા ગાજર, છીણેલા બટાકા અને લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ હવે એમાં બેકિંગ સોડા, ઘઉંનો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો. હવે ગેસ પર એક ઢોકરિયા માં પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધીમાં બાંધેલા લોટ ના રોલ બનાવી લ્યો અને તૈયાર રોલ ને ગ્રીસ કરેલ ચારણીમાં મૂકતા જાઓ.
- ઢોકરિયા માં કાંઠો મૂકી ઉપર ચારણી મૂકો અને ઢાંકીને પંદર વીસ મિનિટ સુંધી બાફી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી ને બહાર કાઢી લ્યો અને મુઠીયા ને ઠંડા થવા દયો. મુઠીયા ઠંડા થાય એટલે એમાંથી ચાકુથી કાપી કટકા કરી લ્યો.
- પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ અને સફેદ તલ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મુઠીયા નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો અને ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો મગદાળ ના મુઠીયા.
Magdal na muthiya notes
- અહી જે પણ શાક વાપરો તેમાં પાણી નિતારી ને લેવું જેથી લોટ બાંધવા લોટ વધારે ના જરૂર પડે.
- લોટ બાંધવા ઘઉંનો લોટ થોડો વધુ કે ઓછી માત્રા માં લાગી શકે છે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Dahi vala marcha | દહીં વાળા મરચા બનાવવાની રીત
સુકી ભાજી બનાવવાની રીત | sukhi bhaji banavani rit