જય શ્રી કૃષ્ણ બધાને આજ આપણે પંજરી બનાવવાની રીત શીખીશું જે કૃષ્ણ ભગવાન ને ખૂબ પસંદ છે જેથી જન્માષ્ટમી પર અર્પણ કરવામાં આવે છે. આજ આપણે ખૂબ ઓછી સામગ્રી થી ઘરે ખૂબ સ્વાદિષ્ટ અને ચોખ્ખી પંજરી બનાવતા શીખીશું. જેને તમે જન્માષ્ટમી પહેલા તૈયાર કરી જન્માષ્ટમી પર લાલ ને ભોગ માં ધરાવી શકો છો. તો ચાલો Panjari banavani rit શીખીએ.
પંજરી બનાવવા જરૂરી સામગ્રી
- ઘી 5-7 ચમચી
- પીસેલા ધાણા નો પાઉડર 1 કપ
- પીસેલી ખાંડ / ખાંડ નો બુરો 1 કપ
- કાજુ ના કટકા 20-25
- બદામ ના કટકા 15-20
- કીસમીસ 20-22
- સૂકું છીણેલું નારિયેળ ½ કપ
- ખસખસ ¼ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
Panjari banavani rit
પંજરી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ ના કટકા અને બદામ ના કટકા નાખી હલાવતા રહો ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. કાજુ બદામ ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ ઘી માં કીસમીસ નાખી એને પણ એક મિનિટ શેકી લ્યો અને કાજુ બદામ સાથે શેકી લ્યો.
હવે એજ ગરમ ઘી માં નારિયળ નું છીણ નાંખી બે ત્રણ મિનિટ શેકી લ્યો અને શેકેલ નારિયળ ને પણ કાઢી લ્યો. હવે કડાઈ માં બીજી ત્રણ ચાર ચમચી ઘી નાખી મિડીયમ તાપે ગરમ કરવા મૂકો અને ઘી ઓગળે એટલે એમાં ધાણા નો પાઉડર નાખી હલાવતા રહી શેકી લ્યો અને ધાણા નો રંગ થોડો અલગ થવા લાગે અથવા શેકવા ની સુગંધ આવવા લાગે એટલે થાળી માં કાઢી ઠંડો થવા દયો.
એક વાસણમાં ઠંડો થયેલા ધાણા નો પાઉડર, શેકી રાખેલ કાજુ, બદામ કીસમીસ અને નારિયળ નું છીણ નાખો સાથે એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને જન્માષ્ટમી પર કૃષ્ણ ભગવાન ને ભોગ લગાવો અને પ્રસાદી બધાને આપો. તો તૈયાર છે પંજરી.
Panjari recipe notes
- અહી તમે પીસેલી ખાંડ ની જગ્યાએ બુરા ખાંડ / ટાગર પણ નાખી શકો છો.
- ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
પંજરી બનાવવાની રીત
Panjari banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
પંજરી બનાવવા જરૂરી સામગ્રી
- 5-7 ચમચી ઘી
- 1 કપ પીસેલા ધાણા નો પાઉડર
- 1 કપ પીસેલી ખાંડ / ખાંડ નો બુરો
- 20-25 કાજુ ના કટકા
- 15-20 બદામ ના કટકા
- 20-22 કીસમીસ
- ½ કપ સૂકું છીણેલું નારિયેળ
- ¼ કપ ખસખસ
- ¼ ચમચી એલચી પાઉડર
Instructions
Panjari banavani rit
- પંજરી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ ના કટકા અને બદામ ના કટકા નાખી હલાવતા રહો ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. કાજુ બદામ ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ ઘી માં કીસમીસ નાખી એને પણ એક મિનિટ શેકી લ્યો અને કાજુ બદામ સાથે શેકી લ્યો.
- હવે એજ ગરમ ઘી માં નારિયળ નું છીણ નાંખી બે ત્રણ મિનિટ શેકી લ્યો અને શેકેલ નારિયળ ને પણ કાઢી લ્યો. હવે કડાઈ માં બીજી ત્રણ ચાર ચમચી ઘી નાખી મિડીયમ તાપે ગરમ કરવા મૂકો અને ઘી ઓગળે એટલે એમાં ધાણા નો પાઉડર નાખી હલાવતા રહી શેકી લ્યો અને ધાણા નો રંગ થોડો અલગ થવા લાગે અથવા શેકવા ની સુગંધ આવવા લાગે એટલે થાળી માં કાઢી ઠંડો થવા દયો.
- એક વાસણમાં ઠંડો થયેલા ધાણા નો પાઉડર, શેકી રાખેલ કાજુ, બદામ કીસમીસ અને નારિયળ નું છીણ નાખો સાથે એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને જન્માષ્ટમી પર કૃષ્ણ ભગવાન ને ભોગ લગાવો અને પ્રસાદી બધાને આપો. તો તૈયાર છે પંજરી.
Panjari recipe notes
- અહી તમે પીસેલી ખાંડ ની જગ્યાએ બુરા ખાંડ / ટાગર પણ નાખી શકો છો.
- ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gajar nariyal ni chatni | ગાજર નારિયળ ની ચટણી રેસીપી
કુરકુરી ભીંડી બનાવવાની રીત | Kurkri bhindi banavani rit
વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani rit