જય શ્રી કૃષ્ણ આજ આપણે ઢોકળી નું શાક બનાવવાની રીત – dhokli nu shaak banavani rit recipe શીખીશું. ઢોકળી નું શાક એક કાઠિયાવાડી વાનગી છે. જેમ રાજસ્થાન નું ગટ્ટા નું શાક પ્રખ્યાત છે, Please subscribe Suvidha Net Rasoi YouTube channel If you like the recipe , એમ કાઠિયાવાડ માં ઢોકળી નું શાક ખૂબ પ્રખ્યાત છે આ ઢોકળી નું શાક તમે રોટલી, પરોઠા, રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો અને ઘર માં જો કોઈ લીલા શાક ના હોય ત્યારે બનાવી ને તૈયાર કરી શકો છો તો ચાલો dhokli nu shaak gujarati recipe શીખીએ.
ઢોકળી નું શાક માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી
- આખા ધાણા 1-2 ચમચી
- વરિયાળી ½ ચમચી
- જીરું ½ ચમચી
- અજમો ½ ચમચી
- મરી 8-10
- લવિંગ 2
- એલચી 1-2
- મોટી એલચી 1
- લસણ ની કણી 5-7
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ ના કટકા 1 ઇંચ
- પાણી જરૂર મુજબ
ઢોકળી બનાવવા માટેની સામગ્રી
- બેસન 1 કપ
- હળદર ⅛ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- બેકિંગ સોડા ⅛ ચમચી
- તેલ 1-2 ચમચી
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ½ ચમચી
- દહી ¼ કપ
- પાણી 1 ¼ ગ્લાસ
- કસુરી મેથી 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak gujarati recipe
ઢોકળી નું શાક બનાવવા સૌપ્રથમ આપણે શાક માટેનો મસાલો પીસી ને તૈયાર કરીશું, ત્યાર બાદ ઢોકળી નું મિશ્રણ તૈયાર કરી ને ઢોકળી ને બાફી લેશું અને ઢોકળી બફાઈ જાય એટલે ઠંડી કરી ને કટકા કરી તેલ માં શેકી લેશું ત્યાર બાદ શાક ની ગ્રેવી બનાવી ને એમાં શેકેલ ઢોકળી નાખી મિક્સ કરી ને ઢાંકી ને બરોબર ચડાવી લેશું ને ઢોકળી નું શાક તૈયાર કરીશું.
શાક માટેનો મસાલો બનાવવાની રીત
મિક્સર જારમાં આખા ધાણા, વરિયાળી, જીરુ, અજમો, મરી, લવિંગ, એલચી, મોટી એલચી, લસણ ની કણી, લીલા મરચા સુધારેલા અને આદુ ના કટકા નાખી પીસી લ્યો ને પીસવા માટે ને ચાર ચમચી પાણી જરૂર મુજબ તો નાખી પીસી ને સ્મુથ પીસી ને એક બાજુ મૂકો.
ઢોકળી નું મિશ્રણ અને ઢોકળી બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી થોડું થોડુ પાણી નાખી ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો ને મિશ્રણ માં ગાંઠા ના પડે એમ મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ ઢોકળા ના મિશ્રણ જેટલું ઘટ્ટ મિક્સ કરી લ્યો.
હવે એમાં એક થી દોઢ ચમચી પીસી ને તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી માં બેસન ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી તેલ થી ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખો એમાંથી બે ત્રણ ચમચી મિશ્રણ ને એક બાજુ રાખી દેવું.
થાળી ને કડાઈમાં મૂકી ઢાંકી ને દસ થી પંદર મિનિટ બાફી લ્યો ઢોકળી બરોબર બફાઈ જાય એટલે બહાર કાઢી ને ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી એમાં ઢોકળી ના કટકા ને એમાં નાખી ને ધીમા તાપે બરોબર શેકી ને બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં હિંગ, હળદર, લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મસાલો નાખી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં એક બાજુ રાખેલ બેસન નું મિશ્રણ નાખી સાથે બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે હલાવતા રહો ને તેલ અલગ થાય ત્યા સુધી શેકી લ્યો મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સાથે કસુરી મેથી ને મસળી ને નાખો ને મિક્સ કરી લ્યો ને પાણી ઉકાળી લીધા બાદ એમાં ઢોકળી ના કટકા નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો.
ઢોકળી ને ચાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ઢોકળી નું શાક.
dhokli nu shaak gujarati recipe notes
- અહીં ઢોકળી ને તમે માત્ર મીઠું નાંખી ને પણ બનાવી શકો છો.
- ઢોકળી માં ખટાસ માટે પાણી ની જગ્યાએ દહી કે છાસ પણ નાખી શકો છો.
- ગ્રેવી ને ઘટ્ટ કે પાતળી તમારી પસંદ મુજબ કરવી.
- જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
dhokli nu shaak banavani rit | dhokli nu shaak banavani recipe | Recipe Video
Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dhokli nu shaak in gujarati | dhokli nu shaak recipe in gujarati
ઢોકળી નું શાક | dhokli nu shaak | dhokli nu shaak recipe | ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak gujarati recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
ઢોકળી નું શાક માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1-2 ચમચી આખા ધાણા
- ½ ચમચી વરિયાળી
- ½ ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 8-10 મરી
- 2 લવિંગ
- 1-2 એલચી
- 1 મોટી એલચી
- 5-7 લસણની કણી
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ઇંચ આદુના કટકા
- પાણી જરૂર મુજબ
ઢોકળી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ બેસન
- ⅛ ચમચી હળદર
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- ⅛ ચમચી બેકિંગ સોડા
- 1-2 ચમચી તેલ
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ½ ચમચી હળદર
- ¼ કપ દહી
- 1 ¼ ગ્લાસ પાણી
- 1 ચમચી કસુરી મેથી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak in gujarati | dhokli nu shaak recipe in gujarati | dhokli nu shaak banavani recipe
- ઢોકળી નું શાક બનાવવા સૌપ્રથમ આપણે શાક માટેનો મસાલો પીસી ને તૈયાર કરીશું, ત્યાર બાદ ઢોકળી નું મિશ્રણ તૈયાર કરી ને ઢોકળી ને બાફી લેશું અને ઢોકળી બફાઈ જાય એટલે ઠંડી કરી ને કટકા કરી તેલમાં શેકી લેશું ત્યાર બાદ શાક ની ગ્રેવી બનાવી ને એમાં શેકેલ ઢોકળી નાખી મિક્સ કરીને ઢાંકી ને બરોબર ચડાવી લેશું ને ઢોકળી નું શાક તૈયાર કરીશું.
શાક માટેનો મસાલો બનાવવાની રીત
- મિક્સર જારમાં આખા ધાણા, વરિયાળી, જીરુ, અજમો, મરી, લવિંગ, એલચી, મોટી એલચી, લસણ ની કણી, લીલા મરચાસુધારેલા અને આદુ ના કટકા નાખી પીસી લ્યો ને પીસવા માટે ને ચાર ચમચી પાણી જરૂર મુજબતો નાખી પીસી ને સ્મુથ પીસી ને એક બાજુ મૂકો.
ઢોકળી નું મિશ્રણ અને ઢોકળી બનાવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી થોડું થોડુ પાણી નાખી ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો ને મિશ્રણ માં ગાંઠા ના પડે એમ મિક્સ કરી લ્યો નેબે ચાર મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ ઢોકળા ના મિશ્રણ જેટલું ઘટ્ટ મિક્સ કરી લ્યો.
- હવે એમાં એક થી દોઢ ચમચી પીસી ને તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી માં બેસન ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી તેલ થી ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખો એમાંથી બે ત્રણ ચમચી મિશ્રણ ને એક બાજુ રાખી દેવું.
- થાળી ને કડાઈમાં મૂકી ઢાંકી ને દસ થી પંદર મિનિટ બાફી લ્યો ઢોકળી બરોબર બફાઈ જાય એટલે બહાર કાઢી ને ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બેત્રણ ચમચી તેલ ગરમ કરી એમાં ઢોકળી ના કટકા ને એમાં નાખી ને ધીમા તાપે બરોબર શેકી ને બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે એજ કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં હિંગ, હળદર, લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મસાલો નાખી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યોત્યાર બાદ એમાં એક બાજુ રાખેલ બેસન નું મિશ્રણ નાખી સાથે બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે હલાવતા રહો ને તેલઅલગ થાય ત્યા સુધી શેકી લ્યો મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં પાણી નાખી બરોબર મિક્સકરી લ્યો ને સાથે કસુરી મેથી ને મસળી ને નાખો ને મિક્સ કરી લ્યો ને પાણી ઉકાળી લીધા બાદ એમાં ઢોકળીના કટકા નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો.
- ઢોકળી ને ચાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ઢોકળી નું શાક.
dhokli nu shaak gujarati recipe notes
- અહીં ઢોકળી ને તમે માત્ર મીઠું નાંખી ને પણ બનાવી શકો છો.
- ઢોકળી માં ખટાસ માટે પાણી ની જગ્યાએ દહી કે છાસ પણ નાખી શકો છો.
- ગ્રેવી ને ઘટ્ટ કે પાતળી તમારી પસંદ મુજબ કરવી.
- જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કંટોલા નુ શાક | કંકોડાનું શાક | kantola nu shaak | kankoda nu shaak
ખીચડી બનાવવાની રીત | gujarati khichdi recipe | khichdi banavani rit
દાળ ઢોકળી બનાવવાની રીત | gujarati dal dhokli banavani rit | dal dhokli recipe gujarati
પંજાબી કઢી પકોડા બનાવવાની રીત | punjabi kadhi pakoda banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
excellent 💯 % recipe yuuuuuuuuuuumy. I ❤it dhokli nu shaak
Thank you so much