Home Dessert & Drinks Gajar Khajur Cake Recipe in Gujarati | ગાજર ખજૂરની કેક | Eggless...

Gajar Khajur Cake Recipe in Gujarati | ગાજર ખજૂરની કેક | Eggless & Sugar-Free Cake

0

જો તમે કંઈક હેલ્ધી અને નવું ટ્રાય કરવા માંગતા હોવ તો Gajar Khajur ni Cake બેસ્ટ ઓપ્શન છે. ખજુર કેક બનાવાવની રીત શીખીશું. આજ આપણે કોઈ ગોળ કે ખાંડ કે મધ નો ઉપયોગ કર્યા વગર નો કેક બનાવશું. જે ખુબ જ સ્વાદીસ્ટ બનશે. આ કેક એક વખત બનશો તો વારંવાર બનાવવા લાગશો. આ કેક ને નાના બાળકો ને પણ આપી શકો છો કેમકે આપણે કોઈજ ગોળ કે ખાંડ નો ઉપયોગ કર્યા વગર બનાવેલ છે. તેને તમે ઓવન વગર કુકરમાં અથવા કડાઈમા પણ આસાનીથી બનાવી શકો છો. ચાલો જોઈએ ગાજર ખજૂરની કેક બનાવવાની રીત.

Gajar Khajur Cake Ingredients

  1. ખજુર ઠળિયા વગરની  170 ગ્રામ
  2. ગરમ દૂધ ½ કપ
  3. છીણેલ લાલ ગાજર 1 ¼ કપ
  4. તેલ ¼ કપ
  5. ઘઉંનો લોટ 1 કપ + 2 -3 ચમચી
  6. બેકિંગ પાઉડર 1 ચમચી
  7. બેકિંગ સોડા ½ કપ
  8. દહીં ¼ કપ  
  9. વેનીલા એસેન્સ 1 ચમચી
  10. એલચી પાઉડર ¼ ચમચી
  11. મીઠું 1-2 ચપટી
  12. કાજુ, બાદમ, પીસ્તા ની કતરણ 3-4 ચમચી
  13. ઘી 1 ચમચી

Gajar Khajur Cake banavani rit

ગાજર ખજૂરની કેક બનાવવા સૌથી પહેલા ગેસ પર તપેલીમાં દૂધ ને ગરમ કરવા મુકો. દૂધ ગરમ થાય ત્યાં સુંધીમાં ઠળિયા વગર ની નરમ ખજુર લ્યો અને એને એક વખત પાણીથી ધોઈ લ્યો અને ચારણીમાં કાઢી નીતારી લ્યો પાણી નીતારી લીધા બાદ ગેસ બંધ કરી એમાં સાફ કરેલ ખજુર નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનીટ એક બાજુ ઢાંકી ને રાખો અને બીજી બાજુ ગાજર ને ધોઈ સાફ કરી લઇ છોલી લ્યો અને ગાજર ની વચ્ચે રહેલ સફેદ ભાગ સિવાય ના ગાજર ને છીણી વડે છીણી લ્યો. ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ની કતરણ માં એક ચમચી લોટ નાખી મિક્સ કરી એક બાજુ મુકો.

હવે દસ મિનીટ પાછી મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. અને ત્યાર બાદ જે મોલ્ડ માં કેક ને બેક કરવાનો છે એને ઘી થી ગ્રીસ કરી એમાં એક થી બે ચમચી કોરો લોટ નાખી બધી બાજુ કોટિંગ કરી એક બાજુ મુકો. હવે એક મોટી તપેલીમાં પીસેલી ખજુર પેસ્ટ, તેલ, વેનીલા એસેન્સ અને દહીં નાખી બરોબર મિક્સ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈ / કુકર માં કાંઠો મૂકી ઢાંકી ને ગેસ ચાલુ કરી ગરમ કરવા મુકો.

ત્યાર બાદ તૈયાર કરેલ સ્મૂથ મિશ્રણ મા ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, એલચી પાઉડર, મીઠું, કોટિંગ કરેલ ડ્રાય ફ્રુટ માંથી બે ચમચી એક બાજુ મૂકી બાકીના ડ્રાય ફ્રુટ નાખો અને છીણેલ ગાજર નાખી બધી સામગ્રી નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.

તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો અને ઉપર બાકી રાખેલ કોટિંગ વાળા ડ્રાય ફ્રુટ છાંટી એક થી બે વખત થપથપાવી લ્યો અને મોલ્ડ ને ગરમ કરેલ કુકર/ કડાઈમાં ( જો કુકર માં મુકો તો કુકર ની રીંગ કાઢી નાખવી ) મૂકી ઢાંકી દસ મિનીટ ફૂલ તાપે ચડાવો. દસ મિનીટ પછી ગેસ ધીમો કરી પંદર વીસ મિનીટ ચડવા દયો. અને વીસ મિનીટ પછી ઢાંકણ ખોલી ને ચાકુથી ચેક કરી લ્યો. જો ચાકુ કોરો આવે તો કેક ચડી ગયો છે અને ચાકુ પર મિશ્રણ લાગેલ હોય તો ફરી દસ મિનીટ ચડાવી લેવો.

આમ કેક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી મોલ્ડ ને બહાર કાઢી લ્યો અને ઠંડો થવા દયો. કેક ઠંડો થાય એટલે ચાકુ ને મોલ્ડ ની કિનારી ની બધી બાજુ ફેરવી લ્યો અને ઉપર એક પ્લેટ મૂકી ઉથલાવી કેક ને ડીમોલ્ડ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે ગાજર ખજુર કેક.

Carrot Dates Cake recipe Tips

  1. ડ્રાય ફ્રુટ ને લોટમાં કોટિંગ કરી નાખવા થી ડ્રાય ફ્રુટ બેક થતી વખતે નીચે નહિ બેસી જાય.
  2. કેક ને તમે ઓવન માં પણ બેક કરી શકો છો.
  3. તમે દહીં અને દૂધ ને મિક્સ ના કરવા માંગતા હો તો ગરમ દૂધ ની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો.
  4. ખજુર ના ઠળિયા અને ટોપી કાઢી લીધા બાદ એક વખત ધોઈ લેવાથી ખજુર સુકાવા સમયે લાગેલ ધૂળ અને કચરો દુર થઇ જાશે.

ગાજર ખજૂરની કેક બનાવવાની રીત

No Oven without Sugar Carrot Dates Cake - Gajar Khajur Cake - ગાજર ખજૂરની કેક

Gajar Khajur Cake Recipe in Gujarati | ગાજર ખજૂરની કેક | Eggless & Sugar-Free Cake

જો તમે કંઈક હેલ્ધી અને નવું ટ્રાય કરવા માંગતા હોવ તો Gajar Khajur ni Cake બેસ્ટઓપ્શન છે. ખજુર કેક બનાવાવની રીત શીખીશું. આજ આપણે કોઈ ગોળ કે ખાંડ કે મધ નો ઉપયોગ કર્યા વગર નો કેક બનાવશું. જે ખુબ જ સ્વાદીસ્ટ બનશે. આ કેક એક વખત બનશો તો વારંવાર બનાવવા લાગશો. આ કેક ને નાના બાળકો ને પણ આપી શકો છો કેમકે આપણે કોઈજ ગોળ કે ખાંડ નો ઉપયોગ કર્યા વગર બનાવેલ છે. તેને તમે ઓવન વગર કુકરમાં અથવા કડાઈમા પણ આસાનીથી બનાવી શકો છો. ચાલો જોઈએ ગાજર ખજૂરની કેક બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 મોલ્ડ
  • 1 મિક્સર
  • 1 કુકર / કડાઈ

Ingredients

Gajar Khajur Cake Ingredients

  • 170 ગ્રામ ખજુર ઠળિયા વગરની
  • ½ કપ ગરમ દૂધ
  • કપ છીણેલ લાલ ગાજર
  • ¼ કપ તેલ
  • 1 કપ ઘઉંનો લોટ + 2 -3 ચમચી
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ½ કપ બેકિંગ સોડા
  • ¼ કપ દહીં
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1-2 ચપટી મીઠું
  • 3-4 ચમચી કાજુ , બાદમ, પીસ્તા ની કતરણ
  • 1 ચમચી ઘી 1 ચમચી

Instructions

Gajar Khajur Cake banavani rit

  • ગાજર ખજૂરની કેક બનાવવા સૌથી પહેલા ગેસ પર તપેલીમાં દૂધ ને ગરમ કરવા મુકો. દૂધ ગરમ થાય ત્યાં સુંધીમાં ઠળિયા વગર ની નરમ ખજુર લ્યો અને એને એક વખત પાણીથી ધોઈ લ્યો અને ચારણીમાં કાઢી નીતારી લ્યો પાણી નીતારી લીધા બાદ ગેસ બંધ કરી એમાં સાફ કરેલ ખજુર નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનીટ એક બાજુ ઢાંકી ને રાખો અને બીજી બાજુ ગાજર ને ધોઈ સાફ કરી લઇ છોલી લ્યો અને ગાજર ની વચ્ચે રહેલ સફેદ ભાગ સિવાય ના ગાજર ને છીણી વડે છીણી લ્યો. ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ની કતરણ માં એક ચમચી લોટ નાખી મિક્સ કરી એક બાજુ મુકો.
  • હવે દસ મિનીટ પાછી મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. અને ત્યાર બાદ જે મોલ્ડ માં કેક ને બેક કરવાનો છે એને ઘી થી ગ્રીસ કરી એમાં એક થી બે ચમચી કોરો લોટ નાખી બધી બાજુ કોટિંગ કરી એક બાજુ મુકો. હવે એક મોટી તપેલીમાં પીસેલી ખજુર પેસ્ટ, તેલ, વેનીલા એસેન્સ અને દહીં નાખી બરોબર મિક્સ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈ / કુકર માં કાંઠો મૂકી ઢાંકી ને ગેસ ચાલુ કરી ગરમ કરવા મુકો.
  • ત્યાર બાદ તૈયાર કરેલ સ્મૂથ મિશ્રણ મા ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, એલચી પાઉડર, મીઠું, કોટિંગ કરેલ ડ્રાય ફ્રુટ માંથી બે ચમચી એક બાજુ મૂકી બાકીના ડ્રાય ફ્રુટ નાખો અને છીણેલ ગાજર નાખી બધી સામગ્રી નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો અને ઉપર બાકી રાખેલ કોટિંગ વાળા ડ્રાય ફ્રુટ છાંટી એક થી બે વખત થપથપાવી લ્યો અને મોલ્ડ ને ગરમ કરેલ કુકર/ કડાઈમાં ( જો કુકર માં મુકો તો કુકર ની રીંગ કાઢી નાખવી ) મૂકી ઢાંકી દસ મિનીટ ફૂલ તાપે ચડાવો. દસ મિનીટ પછી ગેસ ધીમો કરી પંદર વીસ મિનીટ ચડવા દયો. અને વીસ મિનીટ પછી ઢાંકણ ખોલી ને ચાકુથી ચેક કરી લ્યો. જો ચાકુ કોરો આવે તો કેક ચડી ગયો છે અને ચાકુ પર મિશ્રણ લાગેલ હોય તો ફરી દસ મિનીટ ચડાવી લેવો.
  • આમ કેક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી મોલ્ડ ને બહાર કાઢી લ્યો અને ઠંડો થવા દયો. કેક ઠંડો થાય એટલે ચાકુ ને મોલ્ડ ની કિનારી ની બધી બાજુ ફેરવી લ્યો અને ઉપર એક પ્લેટ મૂકી ઉથલાવી કેક ને ડીમોલ્ડ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે ગાજર ખજુર કેક.

Carrot Dates Cake recipe Tips

  • ડ્રાય ફ્રુટ ને લોટમાં કોટિંગ કરી નાખવા થી ડ્રાય ફ્રુટ બેક થતી વખતે નીચે નહિ બેસી જાય.
  • કેક ને તમે ઓવન માં પણ બેક કરી શકો છો.
  • તમે દહીં અને દૂધ ને મિક્સ ના કરવા માંગતા હો તો ગરમ દૂધ ની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો.
  • ખજુર ના ઠળિયા અને ટોપી કાઢી લીધા બાદ એક વખત ધોઈ લેવાથી ખજુર સુકાવા સમયે લાગેલ ધૂળ અને કચરો દુર થઇ જાશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version