આજ આપણે બટાકા રોસ્ટી બનાવવાની રીત શીખીશું. વ્રત ઉપવાસમાં ખાઈ શાક્ય એવી હેલ્થી અને સ્વાદિષ્ટ વાનગી આજ આપણે બનાવશું. આ વાનગી ને બનાવવાની રીત શીખીશું. જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ લાગશે અને ખૂબ ઓછા તેલ માં તૈયાર થઈ જાય છે તો ચાલો Bataka roasti banavani rit શીખીએ.
બટાકા રોસ્ટી બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલા બટાકા 2-3 કપ
- આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- શેકી અધ કચરા પીસેલા સીંગદાણા 5-7 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- રાજગર લોટ / ફરાળી લોટ 4-5 ચમચી
- દહી 3-4 ચમચી
- તેલ જરૂર પ્રમાણે
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
Bataka roasti banavani rit
બટાકા રોસ્ટી બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ પાણી થી ધોઇ લ્યો અને છીણી વડે બધા બટાકા ને છીણી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો,
હવે એમાં આદુ મરચાની પેસ્ટ, મરી પાઉડર, શેકેલ સીંગદાણા નો અધ કચરો પાઉડર, લીલા ધાણા સુધારેલા, રજગરા નો લોટ / ફરાળી લોટ, દહી અને ફરાળી મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.અને મિશ્રણ ને મિક્સ કરવા જરૂર લાગે તો પાણી નાખવું અને મિશ્રણ તૈયાર કરી લ્યો.
ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી નાખો અને તવી પર તેલ કે માખણ લગાવી લ્યો અને તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ની રોસ્ટી માટેની મિશ્રણ નાખી પહેલા એક બાજુ શેકી લ્યો
ત્યાર બાદ તેલ લગાવી ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો અને તૈયાર કરી લ્યો આમ બધી રોસ્ટી ને શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો બટાકા રોસ્તી
Bataka roasti NOTES
- અહી તમે તમારી પસંદ ના ફરાળ માં ખાઈ શકાય એવા શાક નાખી શકો છો.
બટાકા રોસ્ટી બનાવવાની રીત
Bataka roasti banavani rit
Equipment
- 1 તવી
Ingredients
બટાકા રોસ્ટી બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 કપ છીણેલા બટાકા
- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- ¼ ચમચી મરી પાઉડર
- 5-7 ચમચી શેકી અધ કચરા પીસેલા સીંગદાણા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 4-5 ચમચી રાજગર લોટ / ફરાળી લોટ
- 3-4 ચમચી દહી
- તેલ જરૂર પ્રમાણે
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
Instructions
Bataka roasti banavani rit
- બટાકા રોસ્ટી બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ પાણી થી ધોઇ લ્યો અને છીણી વડે બધા બટાકા ને છીણી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો,
- હવે એમાં આદુ મરચાની પેસ્ટ, મરી પાઉડર, શેકેલ સીંગદાણા નો અધ કચરો પાઉડર, લીલા ધાણા સુધારેલા, રજગરા નો લોટ / ફરાળી લોટ, દહી અને ફરાળી મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.અને મિશ્રણ ને મિક્સ કરવા જરૂર લાગે તો પાણી નાખવું અને મિશ્રણ તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી નાખો અને તવી પર તેલ કે માખણ લગાવી લ્યો અને તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ની રોસ્ટી માટેની મિશ્રણ નાખી પહેલા એક બાજુ શેકી લ્યો
- ત્યાર બાદ તેલ લગાવી ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો અને તૈયાર કરી લ્યો આમ બધી રોસ્ટી ને શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો બટાકા રોસ્તી
Bataka roasti NOTES
- અહી તમે તમારી પસંદ ના ફરાળ માં ખાઈ શકાય એવા શાક નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Sabudana namkin recipe | સાબુદાણા નમકીન બનાવવાની રીત
ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit