રસમલાઇ તો બધાને પસંદ હોય છે અને અત્યાર સુંધ આપણે પનીર માંથી બનાવેલ બોલ્સ અને દૂધ માંથી રસ મલાઈ બનાવી ને મજા લીધી છે પણ આજ આપણે લાલ ગાજર માંથી બોલ્સ બનાવી દૂધ સાથે તૈયાર કરી રસમલાઈ બનાવશું જે ખુબ જ સ્વાદિસ્ટ લાગશે. તો ચાલો Gajar ni rasmalai – ગાજર ની રસમલાઇ બનાવવાની રીત શીખીએ.
Table of contents
INGREDIENTS
- લાલ ગાજર 250 ગ્રામ
- ફૂલ ક્રીમ દૂધ 3 + ½ + ½ કપ
- ઘી 3-4 ચમચી
- સોજી ½ કપ
- ખાંડ ½ કપ
- પિસ્તાની કતરણ 2 ચમચી
- કાજુની કતરણ 3-4 ચમચી
- બાદમ ની કતરણ 3-4 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
Gajar ni rasmalai banavani rit
ગાજર ની રસમલાઇ બનાવવા સૌથી પહેલા ગાજર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ફરીથી ધોઈ લ્યો અને બે ભાગમાં કાપી વચ્ચેથી સફેદ પિત્ત નો ભાગ કાઢી નાના કટકા કરી લેશું. કટકા કરેલ ગાજર મિક્સર જારમાં નાખો અને પીસી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ દૂધ નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
તૈયાર પેસ્ટ માંથી ત્રણ ચાર ચમચી પેસ્ટ અલગ કાઢી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં પીસેલ ગાજર ની પેસ્ટ નાખો સાથે અડધો કપ દૂધ નાખો અને સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઢાંકી દસ મિનીટ રહેવા દયો.
હવે ગેસ પર એક જાડા તરીયા વાળી કડાઈમાં ત્રણ કપ ફૂલ ક્રીમ દૂધ નાખો અને દૂધ ને ફૂલ તાપે ઉભરો આવે ત્યાં સુંધી ગરમ કરો ત્યાર બાદ એમાં ખાંડ અને એક બાજુ રાખેલ ગાજર ની પેસ્ટ નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી દૂધ પોણું થાય ત્યાં સુંધી ઉકાળવા દયો. દૂધ ઉકાળે ત્યાં સુંધી માં ગેસ પર એક ઢોકારીયા માં બે ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકવા,
ત્યારબાદ ઢાંકી રાખેલા સોજી ગાજર ના મિશ્રણ ને લઇ મસળી લ્યો અને નાની સાઈઝ ના બોલ બનાવી ચારણીમાં મુકો. બધા બોલ બની જાય એટલે ચારણી ને ઢોકારીયા માં મૂકી દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પચ્છી ચારણી બહાર કાઢી બે મિનીટ બોલ ને ઠંડા થવા દયો અને ત્યાર બાદ ઉકળતા દૂધ માં નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ ગેસ સાવ ધીમોજ રહેવા દઈ દસ મિનીટ ઢાંકી ચડવા દયો. દસ મિનીટ પછી ઢાંકણ ખોલી એમાં એલચી પાઉડર, કાજુની કતરણ, પિસ્તાની કતરણ અને બાદમ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને પાંચ મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડા કરી મજા લ્યો ગાજર ની રસમલાઇ.
અહી ખાંડ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
દૂધ ને થોડું ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર, માવો કે પછી પીસેલા કાજુની પેસ્ટ નાખી શકો છો.
ગાજર ની રસમલાઇ બનાવવાની રીત

Gajar ni rasmalai : ગાજર ની રસમલાઇ બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 ઢોકારીયું
- 1 મિક્સર
Ingredients
- 250 ગ્રામ લાલ ગાજર
- 4 કપ ફૂલ ક્રીમ દૂધ
- 3-4 ચમચી ઘી
- ½ કપ સોજી
- ½ કપ ખાંડ
- 2 ચમચી પિસ્તાની કતરણ
- 3-4 ચમચી કાજુની કતરણ
- 3-4 ચમચી બાદમ ની કતરણ
- ¼ ચમચી એલચી પાઉડર
Instructions
Gajar ni rasmalai banavani rit
- ગાજર ની રસમલાઇ બનાવવા સૌથી પહેલા ગાજર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ફરીથી ધોઈ લ્યો અને બે ભાગમાં કાપી વચ્ચેથી સફેદ પિત્ત નો ભાગ કાઢી નાના કટકા કરી લેશું. કટકા કરેલ ગાજર મિક્સર જારમાં નાખો અને પીસી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ દૂધ નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
- તૈયાર પેસ્ટ માંથી ત્રણ ચાર ચમચી પેસ્ટ અલગ કાઢી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં પીસેલ ગાજર ની પેસ્ટ નાખો સાથે અડધો કપ દૂધ નાખો અને સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઢાંકી દસ મિનીટ રહેવા દયો.
- હવે ગેસ પર એક જાડા તરીયા વાળી કડાઈમાં ત્રણ કપ ફૂલ ક્રીમ દૂધ નાખો અને દૂધ ને ફૂલ તાપે ઉભરો આવે ત્યાં સુંધી ગરમ કરો ત્યાર બાદ એમાં ખાંડ અને એક બાજુ રાખેલ ગાજર ની પેસ્ટ નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી દૂધ પોણું થાય ત્યાં સુંધી ઉકાળવા દયો. દૂધ ઉકાળે ત્યાં સુંધી માં ગેસ પર એક ઢોકારીયા માં બે ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકવા,
- ત્યારબાદ ઢાંકી રાખેલા સોજી ગાજર ના મિશ્રણ ને લઇ મસળી લ્યો અને નાની સાઈઝ ના બોલ બનાવી ચારણીમાં મુકો. બધા બોલ બની જાય એટલે ચારણી ને ઢોકારીયા માં મૂકી દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પચ્છી ચારણી બહાર કાઢી બે મિનીટ બોલ ને ઠંડા થવા દયો અને ત્યાર બાદ ઉકળતા દૂધ માં નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ ગેસ સાવ ધીમોજ રહેવા દઈ દસ મિનીટ ઢાંકી ચડવા દયો. દસ મિનીટ પછી ઢાંકણ ખોલી એમાં એલચી પાઉડર, કાજુની કતરણ, પિસ્તાની કતરણ અને બાદમ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને પાંચ મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડા કરી મજા લ્યો ગાજર ની રસમલાઇ.
Notes
- અહી ખાંડ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- દૂધ ને થોડું ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર, માવો કે પછી પીસેલા કાજુની પેસ્ટ નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Winter special Besan masala Milk : બેસન મસાલા મિલ્ક
Sohan halvo banavani rit | સોહન હલવો
Mava vagar dudhi no halvo banavani rit | માવા વગર દૂધી નો હલવો
