HomeNastaKhatu mithu tikhu chavanu : ખાટું મીઠું તીખું ચવાણું બનાવવાની રીત

Khatu mithu tikhu chavanu : ખાટું મીઠું તીખું ચવાણું બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે ખાટું મીઠું તીખું ચવાણું બનાવવાની રીત શીખીશું. આ ચવાણું સુરત બાજુ ધારી સાથે સર્વ કરવા માં આવે છે અને આ ચવાણું ને ભસુ કહે છે. જે ખાવા માં ખાટો, મીઠો બની ને તૈયાર થાય છે અત્યાર સુંધી બજાર માંથી લઈ આવી મજા લીધી છે પણ આ વખતે ઘરે Khatu mithu tikhu chavanu બનાવી ને તૈયાર કરી લ્યો  જેથી નાના મોટા દરેક ને પસંદ આવશે.

ખાટું મીઠું તીખું ચવાણું બનાવવા જરૂરી સામગ્રી

  • જાડા પૌવા 1 કપ
  • કોલ્હાપુરી મમરા / મમરા 1 કપ
  • મકાઈ ના પૌવા 1 કપ
  • સીંગદાણા 1 કપ
  • પાપડી ગાંઠીયા 1 કપ
  • બેસન સેવ 1 કપ
  • ચણાદાળ 1 કપ
  • મીઠા લીમડા ના પાંદ 10-12
  • ગરમ મસાલો 2 ચમચી
  • આમચૂર પાઉડર 1-2 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પીસેલી ખાંડ 5-6 ચમચી
  • તેલ જરૂર મુજબ

Khatu mithu tikhu chavanu banavani rit

ખાટું મીઠું તીખું ચવાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ને ઝારા થી હલાવી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો,

ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો. હવે ગરમ તેલ માં ચારણી મૂકી એમાં જાડા પૌવા થોડા નાખી તરી તરત બીજી ચારણીમાં  કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા પૌવા ને તરી ચારણીમાં કાઢી લ્યો.

હવે તેલ માં મુકેલી ચારણી માં મમરા નાખી એને પણ તરત કાઢી લ્યો. ત્યાર બાદ થોડા થોડા કરી મકાઈ ના પૌવા નાખી એને તરી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો. છેલ્લે ગરમ તેલ માં મીઠા લીમડા ના પાંદ નાખી તરી લ્યો અને એને પણ ચારણી માં કાઢી લ્યો. હવે બધી સામગ્રી ને થોડી ચારણીમાં મૂકો જેથી વધારા નું તેલ નીતરી જાય.

અડધા થી એક કલાક નિતારી લીધા બાદ બધી સામગ્રી ને એક મોટા વાસણમાં લ્યો અને એમાં પાપડી ગાંઠિયા, સેવ, ચણા દાળ, ગરમ મસાલો, આમચૂર પાઉડર. પીસેલી ખાંડ અને મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો.

હવે વઘારિયા માં બે ચમચી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં વરિયાળી, સફેદ તલ, હળદર નાખી તૈયાર વઘાર ને ચવાણા માં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે ખાટું મીઠું તીખું ચવાણું.

Chavanu recipe notes

  • ચણા દાળ જો બજાર માંથી તૈયાર ના લેવી હોય તો ચણા દાળ ને ચાર પાંચ કલાક પલાળી નિતારી લ્યો અને ત્યાર બાદ કપડા પર થોડી સૂકવી ને ગરમ તેલ માં તરી લ્યો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ખાટું મીઠું તીખું ચવાણું બનાવવાની રેસીપી

ખાટું મીઠું તીખું ચવાણું - Khatu mithu tikhu chavanu - ખાટું મીઠું તીખું ચવાણું બનાવવાની રેસીપી - sKhatu mithu tikhu chavanu banavani rit

Khatu mithu tikhu chavanu banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ખાટું મીઠું તીખું ચવાણું બનાવવાનીરીત શીખીશું. આ ચવાણું સુરત બાજુ ધારી સાથે સર્વ કરવા માંઆવે છે અને આ ચવાણું ને ભસુ કહે છે. જે ખાવા માં ખાટો,મીઠો બની ને તૈયાર થાય છે અત્યાર સુંધી બજાર માંથી લઈ આવી મજા લીધી છેપણ આ વખતે ઘરે Khatu mithu tikhu chavanu બનાવી ને તૈયાર કરી લ્યો  જેથીનાના મોટા દરેક ને પસંદ આવશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ખાટું મીઠું તીખું ચવાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ જાડા પૌવા
  • 1 કપ કોલ્હાપુરી મમરા / મમરા
  • 1 કપ મકાઈ ના પૌવા
  • 1 કપ સીંગદાણા
  • 1 કપ પાપડી ગાંઠીયા
  • 1 કપ બેસન સેવ
  • 1 કપ ચણાદાળ
  • 10-12 મીઠા લીમડા ના પાંદ
  • 2 ચમચી ગરમ મસાલો
  • 1-2 ચમચી આમચૂર પાઉડર
  • 2 ચમચી વરિયાળી
  • 2 ચમચી સફેદ તલ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 5-6 ચમચી પીસેલી ખાંડ
  • તેલ જરૂર મુજબ

Instructions

Khatu mithu tikhu chavanu banavani rit

  • ખાટું મીઠું તીખું ચવાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ને ઝારા થી હલાવી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો,
  • ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો. હવે ગરમ તેલ માં ચારણી મૂકી એમાં જાડા પૌવા થોડા નાખી તરી તરત બીજી ચારણીમાં કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા પૌવા ને તરી ચારણીમાં કાઢી લ્યો.
  • હવે તેલ માં મુકેલી ચારણી માં મમરા નાખી એને પણ તરત કાઢી લ્યો. ત્યાર બાદ થોડા થોડા કરી મકાઈ ના પૌવા નાખી એને તરી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો. છેલ્લે ગરમ તેલ માં મીઠા લીમડા ના પાંદ નાખી તરી લ્યો અને એને પણ ચારણી માં કાઢી લ્યો. હવે બધી સામગ્રી ને થોડી ચારણીમાં મૂકો જેથી વધારા નું તેલ નીતરી જાય.
  • અડધા થી એક કલાક નિતારી લીધા બાદ બધી સામગ્રી ને એક મોટા વાસણમાં લ્યો અને એમાં પાપડી ગાંઠિયા, સેવ, ચણા દાળ, ગરમ મસાલો, આમચૂર પાઉડર. પીસેલી ખાંડ અને મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો.
  • હવે વઘારિયા માં બે ચમચી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં વરિયાળી, સફેદ તલ, હળદર નાખી તૈયાર વઘાર ને ચવાણા માં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે ખાટું મીઠું તીખું ચવાણું.

Chavanu recipe notes

  • ચણા દાળ જો બજાર માંથી તૈયાર ના લેવી હોય તો ચણા દાળ ને ચાર પાંચ કલાક પલાળી નિતારી લ્યો અને ત્યાર બાદ કપડા પર થોડી સૂકવી ને ગરમ તેલ માં તરી લ્યો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular