આ ગાજર નું અથાણું ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને બનતા ની સાથે ખાઈ શકો છો. જેટલું ઝડપથી બને છે એટલું જ સ્વાદિષ્ટ પણ લાગે છે તો આ શિયાળામાં આ અથાણું બનાવી ને પરિવાર સાથે ચોક્કસ મજા લેવા જેવી છે. રોટલી, પરોઠા સાથે સર્વ કરી શકો છો તો ચાલો Gajar nu athanu શીખીએ.
Ingredients list
- ગાજર 1 કિલો
- હળદર ½ + ½ ચમચી
- વરિયાળી 3 ચમચી
- પીળી સરસો 1 ચમચી
- રાઈ 2 +1 ચમચી
- કાળી સરસો 1 ચમચી
- મેથી ½ + ½ ચમચી
- કલોંજી 1 ચમચી
- સરસો તેલ / તેલ 2 કપ
- હિંગ ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Gajar nu athanu banavani rit
ગાજર નું અથાણું બનાવવા સૌથી પહેલા ગાજર ને પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને ફરીથી એક વખત ધોઇ લ્યો હવે ગાજર ના લાંબા લાંબા આંગળી ની સાઇઝ ના કટકા કરી લ્યો અને એક વાસણમાં ભેગા કરી લ્યો હવે અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ચારણીમાં ભરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને એના ઢાંકણ ઢાંકી પાણી ને ગરમ કરો. પાણી ગરમ થાય એટલે એમાં ચારણી મૂકી પાંચ સાત મિનિટ અથવા ગાજર ને પચાસ ટકા બાફી લ્યો. ત્યાર બાદ ચારણી ને કાઢી ઠંડા પંખા નીચે અથવા તડકા માં ફેલાવી ને સૂકવી લ્યો.
ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં વરિયાળી, રાઈ, કાળી સરસો, પીળી સરસો, મેથી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને મસાલા ઠંડા થાય ત્યાં સુંધી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ માંથી ધુમાડા નીકળે એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો.
હવે શેકી રાખેલ મસાલા ને દરદરા પીસી લ્યો. હવે ચાર પાંચ કલાક સુકાઈ જાય એટલે નવશેકા તેલ માં હિંગ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, હળદર, કલોંજી નાખી બરોબર મિક્સ કરી લ્યો એટલે એમાં સૂકવેલા ગાજર અને પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર છે અથાણું. તૈયાર અથાણાં ને સાફ અને કોરી બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો ગાજર નું અથાણું.
Gajar nu athanu recipe notes
- અહી ગાજર ને બાફી ને સૂકવી લેવાથી ગાજર ચવડા નથી બનતા અને ખાવા માં પણ ટેસ્ટી લાગશે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ગાજર નું અથાણું બનાવવાની રીત

Gajar nu athanu banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 1 કિલો ગાજર
- 1 ચમચી હળદર
- 3 ચમચી વરિયાળી
- 1 ચમચી પીળી સરસો
- 3 ચમચી રાઈ
- 1 ચમચી કાળી સરસો
- 1 ચમચી મેથી
- 1 ચમચી કલોંજી
- 2 કપ સરસો તેલ / તેલ
- ½ ચમચી હિંગ
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Gajar nu athanu banavani rit
- ગાજર નું અથાણું બનાવવા સૌથી પહેલા ગાજર ને પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને ફરીથી એક વખત ધોઇ લ્યો હવે ગાજર ના લાંબા લાંબા આંગળી ની સાઇઝ ના કટકા કરી લ્યો અને એક વાસણમાં ભેગા કરી લ્યો હવે અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ચારણીમાં ભરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને એના ઢાંકણ ઢાંકી પાણી ને ગરમ કરો. પાણી ગરમ થાય એટલે એમાં ચારણી મૂકી પાંચ સાત મિનિટ અથવા ગાજર ને પચાસ ટકા બાફી લ્યો. ત્યાર બાદ ચારણી ને કાઢી ઠંડા પંખા નીચે અથવા તડકા માં ફેલાવી ને સૂકવી લ્યો.
- ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં વરિયાળી, રાઈ, કાળી સરસો, પીળી સરસો, મેથી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને મસાલા ઠંડા થાય ત્યાં સુંધી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ માંથી ધુમાડા નીકળે એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો.
- હવે શેકી રાખેલ મસાલા ને દરદરા પીસી લ્યો. હવે ચાર પાંચ કલાક સુકાઈ જાય એટલે નવશેકા તેલ માં હિંગ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, હળદર, કલોંજી નાખી બરોબર મિક્સ કરી લ્યો એટલે એમાં સૂકવેલા ગાજર અને પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર છે અથાણું. તૈયાર અથાણાં ને સાફ અને કોરી બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો ગાજર નું અથાણું.
Gajar nu athanu recipe notes
- અહી ગાજર ને બાફી ને સૂકવી લેવાથી ગાજર ચવડા નથી બનતા અને ખાવા માં પણ ટેસ્ટી લાગશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પાણી વાળું મૂળા નું અથાણું | Pani valu mula nu athanu
કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak recipe
રૂમાલી રોટી બનાવવાની રીત | Rumali roti banavani rit
સુકી ભાજી બનાવવાની રીત | sukhi bhaji banavani rit