Home Lunch & Dinner કોળા નું શાક બનાવવાની રીત | Koda nu shaak banavani rit

કોળા નું શાક બનાવવાની રીત | Koda nu shaak banavani rit

0
Image credit – Youtube/Masala Kitchen

જય શ્રી કૃષ્ણ આ કોળા નું શાક ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્થી છે જે એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવી તૈયાર કરશો. આ શાક વધારે પડતું દક્ષિણ ભારત, બનારસ અને યુપી માં બનાવી ખવાતું હોય છે અને કોળા ને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને લંગર કે ભંડારા માં ખૂબ બનાવતું હોય છે અને બધા ને પસંદ આવતું હોય છે તો ચાલો Koda nu shaak શીખીએ.

Ingredients list

  • કોળું ½ કિલો
  • તેલ / સરસો તેલ 1-2 ચમચી
  • જીરું ½ ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • કલોંજી ½ ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 4-5
  • આદુ પેસ્ટ ½ ઇંચ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગોળ 2 ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Koda nu shaak banavani rit

કોળા નું શાક બનાવવા સૌપ્રથમ કોળા ને ધોઇ સાફ કરો અને ત્યાર બાદ બીજ અલગ કરી છાલ ઉતારી લ્યો અને મિડીયમ સાઇઝ ના કટકા કરી કાપી લ્યો. આમ આખા કોળા ને કાપી ને કટકા કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ લ્યો એમાં પા ચમચી મીઠું નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને થોડું ઠંડું કરી એમાં  તેમાં જીરુ, મેથી દાણા, રાઈ, કલોંજી, વરિયાળી, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ફરીથી ચાલુ કરો. હવે એમાં હિંગ નાખી ફરીથી હલાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.

હવે એમાં સુધારેલ કોળું નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ધીમા તાપે ઢાંકી ને પંદર મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે એક બે વખત હલાવી લેવું જેથી શાક બરોબર ચડી જાય.

પંદર મિનિટ પછી શાક બરોબર ચડી જાય એટલે એમાં ગોળ, આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ ચડાવી લ્યો. છેલ્લે એમાં એક બે લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કોળા નું શાક.

Recipe Notes

  • અહીં તમે કોળા ની છાલ સાથે પણ આ શાક બનાવી તૈયાર કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કોળા નું શાક બનાવવાની રીત

કોળા નું શાક બનાવવાની રીત - Koda nu shaak banavani rit

Koda nu shaak banavani rit

જય શ્રી કૃષ્ણ આ કોળા નું શાક ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્થી છે જે એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવી તૈયાર કરશો. આ શાક વધારે પડતું દક્ષિણ ભારત, બનારસ અને યુપી માં બનાવીખવાતું હોય છે અને કોળા ને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને લંગર કે ભંડારા માં ખૂબબનાવતું હોય છે અને બધા ને પસંદ આવતું હોય છે તો ચાલો Koda nu shaak શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • ½ કિલો કોળું
  • 1-2 ચમચી તેલ / સરસો તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી મેથી દાણા
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી કલોંજી
  • ½ ચમચી વરિયાળી
  • 1-2 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી હિંગ
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુ પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી ગોળ
  • 2 ચમચી આમચૂર પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Koda nu shaak banavani rit

  • કોળા નું શાક બનાવવા સૌપ્રથમ કોળા ને ધોઇ સાફ કરો અને ત્યાર બાદ બીજ અલગ કરી છાલ ઉતારી લ્યો અને મિડીયમ સાઇઝ ના કટકા કરી કાપી લ્યો. આમ આખા કોળા ને કાપી ને કટકા કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ લ્યો એમાં પા ચમચી મીઠું નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને થોડું ઠંડું કરી એમાં તેમાં જીરુ, મેથી દાણા, રાઈ, કલોંજી, વરિયાળી, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ફરીથી ચાલુ કરો. હવે એમાં હિંગ નાખી ફરીથી હલાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં સુધારેલ કોળું નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ધીમા તાપે ઢાંકી ને પંદર મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે એક બે વખત હલાવી લેવું જેથી શાક બરોબર ચડી જાય.
  • પંદર મિનિટ પછી શાક બરોબર ચડી જાય એટલે એમાં ગોળ, આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ ચડાવી લ્યો. છેલ્લે એમાં એક બે લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કોળા નું શાક.

Recipe Notes

  • અહીં તમે કોળા ની છાલ સાથે પણ આ શાક બનાવી તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version