HomeLunch & DinnerGhau na lot ni raab banavani rit | ઘઉં ના લોટ ની...

Ghau na lot ni raab banavani rit | ઘઉં ના લોટ ની રાબ બનાવવાની રીત

શિયાળો આવે એટલે વસાણા ખાઈ સ્વાસ્થ્ય પણ સારું કરી લેવાય. એમાં પણ અલગ અલગ પ્રકારના લાડુ, કાટલું, મીઠાઈઓ અને રાબ જે સ્વાદ ની સાથે સેહત પણ બનાવી દે. આજ આપણે એક એવી જ મસાલા અને ડ્રાયફ્રુટ થી ભરપુર રાબ બનાવતા શીખીશું. અત્યાર સુંધી તમે બાજરી ની રાબ તો ઘણી વખત બનાવી હસે પણ ઘઉંના લોટ માંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી ઘઉં ના લોટ ની રાબ તૈયાર થઈ શકે છે તો આ વખતે આ રાબ પણ ચોક્કસ બનાવી મજા લ્યો.

Ingredients list

  • ઘી 4-5 ચમચી
  • ઘઉંનો લોટ 2-3 ચમચી
  • ગુંદ 1 ચમચી
  • તજ નો ટુકડો 1
  • લવિંગ 1
  • છીણેલો ગોળ ½ કપ
  • સૂંઠ પાઉડર ¼ ચમચી
  • કાજુ, બદામ, પીસ્તા પાઉડર 1-2 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • બદામ ની કતરણ 2 ચમચી
  • પિસ્તાની કતરણ 1 ચમચી
  • ગરમ પાણી 2-3 કપ

Ghau na lot ni raab banavani rit

ઘઉં ના લોટની રાબ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ગુંદ નાખી તરી લ્યો અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લ્યો એક વાસણમાં આમ બધો ગુંદ તરી ને તૈયાર કરી લ્યો.

હવે બીજી કડાઈમાં બીજી બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં તજ નો ટુકડો, લવિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટ નાખો અને લોટ ને શેકી લ્યો. લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે થોડું થોડું કરી ગરમ પાણી નાખો અને ગાંઠા ના થાય એમ બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં તરી રાખેલ ગુંદ નાખી મિક્સ કરી બે મિનિટ ઉકાળી લ્યો.

રાબ ઉકળવા લાગે એટલે એમાં છીણેલો ગોળ, સૂંઠ પાઉડર, એલચી પાઉડર નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો. ગોળ ઓગળી જય એટલે બદામ પિસ્તા અને કાજુ નો પાઉડર નાખો અને મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો.

રાબ ને ચાર મિનિટ ઉકાળી લીધા બાદ એમાં બદામ અને પીસ્તા ની કતરણ નાખો અને બીજી બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ મજા લ્યો વસાણા થી ભરપુર ઘઉંના લોટની રાબ.

Raab recipe notes

  • જો રાબ તમને ઘટ્ટ પસંદ હોય તો લોટ થોડો વધુ નાખવો.
  • ગોળ તમારી પસંદ મુજબ વધુ ઓછો કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ઘઉં ના લોટ ની રાબ બનાવવાની રીત

vasana thi bharpur Ghau na lot ni raab - ઘઉં ના લોટ ની રાબ

Ghau na lot ni raab banavani rit

શિયાળો આવે એટલે વસાણા ખાઈ સ્વાસ્થ્ય પણ સારું કરી લેવાય. એમાં પણ અલગઅલગ પ્રકારના લાડુ, કાટલું, મીઠાઈઓ અનેરાબ જે સ્વાદ ની સાથે સેહત પણ બનાવી દે. આજ આપણે એકએવી જ મસાલા અને ડ્રાયફ્રુટ થી ભરપુર રાબ બનાવતા શીખીશું. અત્યાર સુંધીતમે બાજરી ની રાબ તો ઘણી વખત બનાવી હસે પણ ઘઉંના લોટ માંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી Ghau nalot ni raab – ઘઉં ના લોટ ની રાબ તૈયાર થઈ શકે છે તોઆ વખતે આ રાબ પણ ચોક્કસ બનાવી મજા લ્યો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 4-5 ચમચી ઘી
  • 2-3 ચમચી ઘઉંનો લોટ
  • 1 ચમચી ગુંદ
  • 1 તજ નો ટુકડો
  • 1 લવિંગ
  • ½ કપ છીણેલો ગોળ
  • ¼ ચમચી સૂંઠ પાઉડર
  • 1-2 ચમચી કાજુ બદામ, પીસ્તા પાઉડર
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2 ચમચી બદામ ની કતરણ
  • 1 ચમચી પિસ્તાની કતરણ
  • 2-3 કપ ગરમ પાણી

Instructions

Ghau na lot ni raab banavani rit

  • ઘઉં ના લોટની રાબ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ગુંદ નાખી તરી લ્યો અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લ્યો એક વાસણમાં આમ બધો ગુંદ તરી ને તૈયાર કરી લ્યો.
  • હવે બીજી કડાઈમાં બીજી બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં તજ નો ટુકડો, લવિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટ નાખો અને લોટ ને શેકી લ્યો. લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે થોડું થોડું કરી ગરમ પાણી નાખો અને ગાંઠા ના થાય એમ બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં તરી રાખેલ ગુંદ નાખી મિક્સ કરી બે મિનિટ ઉકાળી લ્યો.
  • રાબ ઉકળવા લાગે એટલે એમાં છીણેલો ગોળ, સૂંઠ પાઉડર, એલચી પાઉડર નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો. ગોળ ઓગળી જય એટલે બદામ પિસ્તા અને કાજુ નો પાઉડર નાખો અને મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો.
  • રાબ ને ચાર મિનિટ ઉકાળી લીધા બાદ એમાં બદામ અને પીસ્તા ની કતરણ નાખો અને બીજી બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ મજા લ્યો વસાણા થી ભરપુર ઘઉંના લોટની રાબ.

Raab recipe notes

  • જો રાબ તમને ઘટ્ટ પસંદ હોય તો લોટ થોડો વધુ નાખવો.
  • ગોળ તમારી પસંદ મુજબ વધુ ઓછો કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular