આજે આપણે Ghau na Lot ni Sev બનાવીશું આ એક ખુબ જ જૂની વાનગી છે પહેલાના સમય માં હોળી ઉપર નવા ઘઉં આવતા ત્યારે એમાંથી બધા ભેગા મળી લોટ બાંધી હાથ થી વણી પાતળી સેવ બનાવતા અને તૈયાર સેવ સુકવી લેતા અને જ્યારે પણ કોઈ સારો પ્રસંગ હોય ત્યારે એમાંથી મીઠી સેવ બનાવી મજા લેતા. આ ઘઉંની સેવ (Wheat Sev) ખાવામાં એકદમ પોચી અને સ્વાદિષ્ટ લાગે છે. ઘઉં હોવાથી તે પચવામાં ચોખાની સેવ કરતા વધુ ગુણકારી છે. તો આજ આપણે એજ સેવ ઘરે બનાવવાની રીત શીખીશું. તો ચાલો ઘઉંના લોટની સેવ બનાવવાની રીત શીખીએ.
ઘઉંની સેવ બનાવવા માટેની સામગ્રી
- પાણી જરૂર મુજબ
- ઘઉંનો લોટ 2 કપ
ઘઉંની મીઠી સેવ બનાવવા માટેની સામગ્રી
- ઘઉંની સેવ 1 કપ
- છીણેલો ગોળ ½ કપ
- પાણી 3 કપ
- ડ્રાય ફ્રુટની કતરણ 1-2 ચમચી
- ઘી 2-3 ચમચી
Ghau na Lot ni Sevbanavani rit
ઘઉંના લોટની સેવ બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને દસ પંદર મિનીટ ઢાંકી એક બાજુ મુકો. પંદર મિનીટ પછી બાંધેલા લોટ ને હાથ થી ફેલાવી એમાં થોડું પાણી નાખી ને હાથ થી મસળી લ્યો.
ત્યાર બાદ ફરી થોડું પાણી નાખી લોટ ને મસળી લ્યો આમ લોટ નરમ થઇ જાય ત્યાં સુંધી પાણી નાખતા જઈ લોટ ને બરોબર મસળતા જાઓ. લોટ નરમ થાય એટલે એમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી લોટ ને મસળી ઢાંકી ફરી પંદર વીસ મિનીટ ઢાંકી મુકો.
વીસ મિનીટ પછી ફરી લોટ ને મસળી લ્યો. હવે સેવ બનાવવા ના સંચા માં સેવ વાળી પ્લેટ મૂકી તેલ થી ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ સંચા માં બરોબર વચ્ચે એક રૂપિયાનો સિક્કો મૂકી બાંધેલો લોટ એમાં ભરી દયો અને સંચો બંધ કરી દયો. હવે ઘરમાં અથવા તડકામાં પ્લાસ્ટિક પાથરી એના પર સ્ન્ચાને ફેરવતા જઈ નાના નાના ગોળ અથવા લાંબી ઉભી સેવ પાડતા જાઓ. આમ બધી સેવ પાળી ને તૈયાર કરી લ્યો અને પાળેલી સેવ ને એક દિવસ સુકાવી બીજા દિવસે ઉઠાલવી સુકવી લ્યો આમ સેવ બરોબર સુકાઈ કડક થાય એટલે ડબ્બામાં ભરી લ્યો.
ઘઉંના લોટની સેવ માંથી મીઠી સેવ બનાવવાની રીત
ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં એક વાટકો ઘઉંની સેવ ને તોડી ને નાખો અને હલાવતા રહી શેકી લ્યો. અને બીજા વાસણમાં છીણેલો ગોળ અને ત્રણ કપ પાણી નાખી હલાવી ગેસ ચાલુ કરી ગોળ ને ઓગાળી લ્યો. સેવ શેકાઈ ગોલ્ડન થવા લાગે એટલે એમાં ગોળ વાળું પાણી ગાળી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ચડાવી લ્યો. સેવ બરોબર ચડી જાય એટલે એમ ડ્રાય ફ્રુટની કતરણ નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે ઘઉંના લોટની મીઠી સેવ
Ghau ni Sev Recipe NOTES
- આ સેવ તમે નવા ઘઉં માંથી બનાવી તૈયાર કરશો તો લાંબા સમય માટે સારી રહેશે.
- સંચામાં સિક્કો મુકવાથી સેવ પાડતી વખતે છૂટી છૂટી થાશે.
ઘઉંના લોટની સેવ બનાવવાની રીત

Ghau na Lot ni Sev Recipe in Gujarati | ઘઉંના લોટની સેવ | Wheat Flour Sev
Equipment
- 1 કથરોટ
- 1 સેવ નો સંચો
Ingredients
ઘઉંની સેવ બનાવવા માટેની સામગ્રી
- પાણી જરૂર મુજબ
- 2 કપ ઘઉંનો લોટ
ઘઉંની મીઠી સેવ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંની સેવ
- ½ કપ છીણેલો ગોળ
- 3 કપ પાણી
- 1-2 ચમચી ડ્રાય ફ્રુટની કતરણ
- 2-3 ચમચી ઘી
Instructions
Ghau na Lot ni Sev banavani rit
- ઘઉંના લોટની સેવ બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને દસ પંદર મિનીટ ઢાંકી એક બાજુ મુકો. પંદર મિનીટ પછી બાંધેલા લોટ ને હાથ થી ફેલાવી એમાં થોડું પાણી નાખી ને હાથ થી મસળી લ્યો.
- ત્યાર બાદ ફરી થોડું પાણી નાખી લોટ ને મસળી લ્યો આમ લોટ નરમ થઇ જાય ત્યાં સુંધી પાણી નાખતા જઈ લોટ ને બરોબર મસળતા જાઓ. લોટ નરમ થાય એટલે એમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી લોટ ને મસળી ઢાંકી ફરી પંદર વીસ મિનીટ ઢાંકી મુકો.
- વીસ મિનીટ પછી ફરી લોટ ને મસળી લ્યો. હવે સેવ બનાવવા ના સંચા માં સેવ વાળી પ્લેટ મૂકી તેલ થી ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ સંચા માં બરોબર વચ્ચે એક રૂપિયાનો સિક્કો મૂકી બાંધેલો લોટ એમાં ભરી દયો અને સંચો બંધ કરી દયો. હવે ઘરમાં અથવા તડકામાં પ્લાસ્ટિક પાથરી એના પર સ્ન્ચાને ફેરવતા જઈ નાના નાના ગોળ અથવા લાંબી ઉભી સેવ પાડતા જાઓ. આમ બધી સેવ પાળી ને તૈયાર કરી લ્યો અને પાળેલી સેવ ને એક દિવસ સુકાવી બીજા દિવસે ઉઠાલવી સુકવી લ્યો આમ સેવ બરોબર સુકાઈ કડક થાય એટલે ડબ્બામાં ભરી લ્યો.
ઘઉંના લોટની સેવ માંથી મીઠી સેવ બનાવવાની રીત
- ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં એક વાટકો ઘઉંની સેવ ને તોડી ને નાખો અને હલાવતા રહી શેકી લ્યો. અને બીજા વાસણમાં છીણેલો ગોળ અને ત્રણ કપ પાણી નાખી હલાવી ગેસ ચાલુ કરી ગોળ ને ઓગાળી લ્યો. સેવ શેકાઈ ગોલ્ડન થવા લાગે એટલે એમાં ગોળ વાળું પાણી ગાળી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ચડાવી લ્યો. સેવ બરોબર ચડી જાય એટલે એમ ડ્રાય ફ્રુટની કતરણ નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે ઘઉંના લોટની મીઠી સેવ
Ghau ni Sev Recipe NOTES
- આ સેવ તમે નવા ઘઉં માંથી બનાવી તૈયાર કરશો તો લાંબા સમય માટે સારી રહેશે.
- સંચામાં સિક્કો મુકવાથી સેવ પાડતી વખતે છૂટી છૂટી થાશે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Kaju Draksh Ice Cream Recipe in Gujarati | કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત
Kala Jamun banavani rit | કાળા જાંબુ બનાવવાની રીત
vanilla ice cream banavani recipe | વેનીલા આઈસ્ક્રીમ
Topra pak | ટોપરાપાક બનાવવાની રીત
Mango ice tea banavani rit | મેંગો આઈસ ટી બનાવવાની રીત
mango fruit delight banavani rit | મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવાની રીત
Sata banavani rit | સાટા બનાવવાની રીત