શિયાળા ની ગુલાબી ઠંડી માં હેલ્થી ની સાથે ટેસ્ટી લાડુ ખાઈ ને થાય તો દિવસ બની જાય. આજ આપણે એક એવાજ ડ્રાયફ્રુટ થી ભરપુર ગોળ વારા ડ્રાયફ્રુટ લાડુ બનાવશું જેને તમે લાંબો સમય સુંધી બનાવી ને ખાઈ શકો છો અને કમર પગ ના દુખાવા અને શરીર ના બીજા ઘણા દુખાવા માં અસરકારક થાય એવા Gol vara dryfruit ladoo બનાવતા શીખીશું.
Ingredient list
- ઘી 200 ગ્રામ
- ગુંદ 100 ગ્રામ
- પિસ્તા ની કતરણ 100 ગ્રામ
- બદામ ના કટકા 100 ગ્રામ
- કાજુ ના કટકા 100 ગ્રામ
- કોળા ના બીજ 50 ગ્રામ
- તરબૂચ ના બીજ 50 ગ્રામ
- નારિયળ નું છીણ 150 ગ્રામ
- ખસખસ 25 ગ્રામ
- સફેદ તલ 25 ગ્રામ
- એલચી પાઉડર 1 ચમચી
- છીણેલો ગોળ 400 ગ્રામ
- પાણી ⅓ કપ
Gol vara dryfruit ladoo banavani recipe
ગોળ વારા ડ્રાયફ્રુટ લાડુ બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં પાંચ સાત ચમચા ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ગુંદ નાખી ને તરી લ્યો. આમ બધો ગુંદ તરી એક વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ કડાઈ ને લૂછી લ્યો અને ત્યાર બાદ એમાં ફરીથી બે ચાર ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો.
હવે ગેસ મિડીયમ કરી એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા અને પિસ્તા ના કટકા ને નાખી ને હલાવી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો. હવે એજ કડાઈ માં ફરી બે ચમચી ઘી નાખી એમાં કોળા ના બીજ અને તરબૂચ ના બીજ નાખી ને શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈમાં સફેદ તલ અને ખસખસ નાખી શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ફરી એજ કડાઈ માં બે ચમચી ઘી ગરમ કરી એમાં નારિયળ નું છીણ નાખી શેકી લ્યો. આમ બધા જ ડ્રાય ફ્રુટ ને શેકી લ્યો.
ત્યારબાદ શેકી રાખેલ કાજુ , બદામ અને પીસ્તા માંથી થોડા આખા રાખી બાકી ના કાજુ, બદામ અને પિસ્તા નાખી પીસી લ્યો અને શેકી રાખેલ ગુંદ ને થોડો થોડો ક્રશ કરી લ્યો. હવે કડાઈમાં બે ચાર ચમચી ઘી નાખી ગરમ કરો અને છીણેલો ગોળ અને પાણી નાખી ગોળ ને ઓગળી લ્યો.
ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં પીસી રાખેલ ડ્રાયફ્રુટ નો પાઉડર, શેકી રાખેલ ડ્રાયફ્રુટ ની કતરણ, શેકી રાખેલ બીજ, શેકી રાખેલ નારિયળ નું છીણ, ખસખસ, સફેદ તલ અને એલચી પાઉડર અને ક્રશ કરેલ ગુંદ નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખો.
તૈયાર થયેલા મિશ્રણ ને થોડો ઠંડો થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાંથી નાની સાઇઝ માં લાડુ બનાવી લ્યો. આમ બધા લાડુ બનાવી લ્યો અને ઠંડા કરી ડબ્બા માં ભરી લ્યો અને રોજ સવારે એક લાડુ ખાઓ અને ખવડાવો. તો તૈયાર છે ડ્રાયફ્રુટ લાડુ.
Ladoo recipe notes
- અહીં ગોળ ની જગ્યાએ ખજૂર વાપરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ગોળ વારા ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રેસીપી

Gol vara dryfruit ladoo banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredient list
- 200 ગ્રામ ઘી
- 100 ગ્રામ ગુંદ
- 100 ગ્રામ પિસ્તા ની કતરણ
- 100 ગ્રામ બદામ ના કટકા
- 100 ગ્રામ કાજુ ના કટકા
- 50 ગ્રામ કોળા ના બીજ
- 50 ગ્રામ તરબૂચ ના બીજ
- 150 ગ્રામ નારિયળ નું છીણ
- 25 ગ્રામ ખસખસ
- 25 ગ્રામ સફેદ તલ
- 1 ચમચી એલચી પાઉડર
- 400 ગ્રામ છીણેલો ગોળ
- ⅓ કપ પાણી
Instructions
Gol vara dryfruit ladoo banavani recipe
- ગોળ વારા ડ્રાયફ્રુટ લાડુ બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં પાંચ સાત ચમચા ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ગુંદ નાખી ને તરી લ્યો. આમ બધો ગુંદ તરી એક વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ કડાઈ ને લૂછી લ્યો અને ત્યાર બાદ એમાં ફરીથી બે ચાર ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો.
- હવે ગેસ મિડીયમ કરી એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા અને પિસ્તા ના કટકા ને નાખી ને હલાવી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો. હવે એજ કડાઈ માં ફરી બે ચમચી ઘી નાખી એમાં કોળા ના બીજ અને તરબૂચ ના બીજ નાખી ને શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે એજ કડાઈમાં સફેદ તલ અને ખસખસ નાખી શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ફરી એજ કડાઈ માં બે ચમચી ઘી ગરમ કરી એમાં નારિયળ નું છીણ નાખી શેકી લ્યો. આમ બધા જ ડ્રાય ફ્રુટ ને શેકી લ્યો.
- ત્યારબાદ શેકી રાખેલ કાજુ , બદામ અને પીસ્તા માંથી થોડા આખા રાખી બાકી ના કાજુ, બદામ અને પિસ્તા નાખી પીસી લ્યો અને શેકી રાખેલ ગુંદ ને થોડો થોડો ક્રશ કરી લ્યો. હવે કડાઈમાં બે ચાર ચમચી ઘી નાખી ગરમ કરો અને છીણેલો ગોળ અને પાણી નાખી ગોળ ને ઓગળી લ્યો.
- ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં પીસી રાખેલ ડ્રાયફ્રુટ નો પાઉડર, શેકી રાખેલ ડ્રાયફ્રુટ ની કતરણ, શેકી રાખેલ બીજ, શેકી રાખેલ નારિયળ નું છીણ, ખસખસ, સફેદ તલ અને એલચી પાઉડર અને ક્રશ કરેલ ગુંદ નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખો.
- તૈયાર થયેલા મિશ્રણ ને થોડો ઠંડો થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાંથી નાની સાઇઝ માં લાડુ બનાવી લ્યો. આમ બધા લાડુ બનાવી લ્યો અને ઠંડા કરી ડબ્બા માં ભરી લ્યો અને રોજ સવારે એક લાડુ ખાઓ અને ખવડાવો. તો તૈયાર છે ડ્રાયફ્રુટ લાડુ.
Notes
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
