અત્યાર સુંધી તમે દાળ ઢોકળી તો ઘણી વખત બનાવી મજા લીધી છે પણ આ વખતે મૂળા માંથી બનાવેલી Muda dhokli – મૂળા ઢોકળી બનાવી મજા લ્યો એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને અત્યારે બજારમાં મૂળા પણ ખૂબ સારા આવે છો તો એક વખત ચોક્કસ બનાવો આ ઢોકળી.
મૂળા માંથી ઢોકળી નો રસો બનાવવા માટેની સામગ્રી
- ટમેટા 2-3 સુધારેલ
- મૂળા 1 સુધારેલ
- મૂળા ના પાંદ 4-5 ઝીણા સમારેલા
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુની પેસ્ટ ½ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 8-10
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- તેલ 3-4 ચમચી
- ઘી 2-3 ચમચી
- તજ નો ટુકડો 1
- તમાલપત્ર ના પાંદ 1
- સૂકા લાલ મરચા 1-2
- લવિંગ 1-2
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સીંગદાણા ¼ કપ
- છીણેલો ગોળ 1-2 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 ½ કપ
- બેસન ¼ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- અજમો ¼ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- તેલ 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Muda dhokli banavani rit
મૂળા ઢોકળી બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું. એક કથરોટ માં ઘઉંનો લોટ અને બેસન ચાળી ને લ્યો ત્યારે બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, સફેદ તલ અને અજમો મસળી ને નાખો સાથે બે ચમચી તેલ નાખી બધી સામગ્રી મિક્સ કરી લ્યો અને ત્યારબાદ પાણી નાખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એક ચમચી તેલ નાખી ને મિક્સ કરી લોટ બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે ઢોકળી માટેનો રસો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને મીઠા લીમડા ના પાંદ , લવિંગ, તજ નો ટુકડો, સૂકા લાલ મરચા, તમાલપત્ર ના પાંદ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ નાખો અને મિક્સ કરી લ્યો.
હવે એમાં હળદર અને ટમેટા નાખી મિક્સ કરી ટમેટા બે મિનિટ શેકી લ્યો અને બે મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી એમાં સુધારેલ મૂળા અને મૂળા ના પાંદ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં બે થી ત્રણ ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગરમ મસાલો , સીંગદાણા, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી પાણી ને ઉકળવા દયો.
પાણી ઉકળે ત્યાં સુંધી આપણે બાંધેલા લોટ ને મસળી લ્યો ત્યાર બાદ એમાંથી લુવો બનાવી કોરા લોટ ની મદદ થી મિડીયમ રોટલી બનાવી ચાકુથી કાપી ને કટકા કરી લ્યો અને કટકા ને એક થાળી માં નાખતા જાઓ. આમ બધા લોટ માંથી રોટલી બનાવી ને કટકા કરો તૈયાર કરી લ્યો. હવે પાણી ઉકળવા લાગે એટલે એમાં થોડી થોડી કરી કટકા કરેલ ઢોકળી નાખતા જાઓ અને બધી ઢોકળી નાખી ઉકાળી લ્યો.
હવે કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે ચાર થી પાંચ સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી અને એમાં લીલા ધાણા સુધારેલા અને લીંબુનો રસ અને ઘી નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મૂળા ઢોકળી.
Recipe notes
- તમે મૂળા ઢોકળી ને મોટા તપેલા માં પણ બનાવી ને તૈયાર કરી શકો છો.
- ઢોકળી તમે તમારી પસંદ મુજબ જાડી પાતળી કરી શકો છો.
- જો તમે લસણ ડુંગળી ખાતા હો તો એ પણ નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મૂળા ઢોકળી બનાવવાની રીત

Muda dhokli banavani rit
Equipment
- 1 કુકર
- 1 કથરોટ
Ingredients
મૂળા માંથી ઢોકળી નો રસો બનાવવા માટેની સામગ્રી
- 2-3 ટમેટા સુધારેલ
- 1 મૂળા સુધારેલ
- 4-5 મૂળા ના પાંદ ઝીણા સમારેલા
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુની પેસ્ટ
- 8-10 મીઠા લીમડા ના પાંદ
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા ચમચી
- 3-4 ચમચી તેલ
- 2-3 ચમચી ઘી
- 1 તજ નો ટુકડો
- 1 તમાલપત્ર ના પાંદ
- 1-2 સૂકા લાલ મરચા
- 1-2 લવિંગ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ¼ કપ સીંગદાણા
- 1-2 ચમચી છીણેલો ગોળ
- 1 ચમચી લીંબુનો રસ
લોટ બાંધવા માટેની સામગ્રી
- 1½ કપ ઘઉંનો લોટ
- ¼ કપ બેસન
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ⅛ ચમચી હિંગ
- ¼ ચમચી અજમો
- 1 ચમચી સફેદ તલ
- 3-4 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Muda dhokli banavani rit
- મૂળા ઢોકળી બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું. એક કથરોટ માં ઘઉંનો લોટ અને બેસન ચાળી ને લ્યો ત્યારે બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, સફેદ તલ અને અજમો મસળી ને નાખો સાથે બે ચમચી તેલ નાખી બધી સામગ્રી મિક્સ કરી લ્યો અને ત્યારબાદ પાણી નાખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એક ચમચી તેલ નાખી ને મિક્સ કરી લોટ બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે ઢોકળી માટેનો રસો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને મીઠા લીમડા ના પાંદ , લવિંગ, તજ નો ટુકડો, સૂકા લાલ મરચા, તમાલપત્ર ના પાંદ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ નાખો અને મિક્સ કરી લ્યો.
- હવે એમાં હળદર અને ટમેટા નાખી મિક્સ કરી ટમેટા બે મિનિટ શેકી લ્યો અને બે મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી એમાં સુધારેલ મૂળા અને મૂળા ના પાંદ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં બે થી ત્રણ ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગરમ મસાલો , સીંગદાણા, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી પાણી ને ઉકળવા દયો.
- પાણી ઉકળે ત્યાં સુંધી આપણે બાંધેલા લોટ ને મસળી લ્યો ત્યાર બાદ એમાંથી લુવો બનાવી કોરા લોટ ની મદદ થી મિડીયમ રોટલી બનાવી ચાકુથી કાપી ને કટકા કરી લ્યો અને કટકા ને એક થાળી માં નાખતા જાઓ. આમ બધા લોટ માંથી રોટલી બનાવી ને કટકા કરો તૈયાર કરી લ્યો. હવે પાણી ઉકળવા લાગે એટલે એમાં થોડી થોડી કરી કટકા કરેલ ઢોકળી નાખતા જાઓ અને બધી ઢોકળી નાખી ઉકાળી લ્યો.
- હવે કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે ચાર થી પાંચ સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી અને એમાં લીલા ધાણા સુધારેલા અને લીંબુનો રસ અને ઘી નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મૂળા ઢોકળી.
Notes
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કઢી બનાવવાની રીત | kadhi banavani rit
ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત | gajar marcha nu athanu banavani rit
