અત્યાર સુંધી આપણે ઘણી અલગ અલગ સ્વાદ ની ફરાળી વાનગી બનાવી ને મજા લીધી છે પણ આજ ફરાળી મસાલા સીંગદાણા બનાવશું જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ છે અને પ્રોટીન થી ભરપુર છે તો ચાલો Farali masala singdana banavani rit શીખીએ.
ફરાળી મસાલા સીંગદાણા બનાવવા જરૂરી સામગ્રી
- સીંગદાણા 250 ગ્રામ
- તેલ 3-4 ચમચી
- જીરું ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ છીણેલું 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- છીણેલું નારિયેળ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ અનુસાર
- પાણી જરૂર મુજબ
- ગરમ પાણી 2-3 કપ
ફરાળી મસાલા સીંગદાણા બનાવવાની રીત
ફરાળી મસાલા સીંગદાણા બનાવવા સૌપ્રથમ સીંગદાણાને એક વાસણમાં લઈ એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ પાણી નાખી ને મિક્સ કરી ઢાંકી ને બે થી ત્રણ કલાક એક બાજુ મૂકો. ત્રણ કલાક પછી ચારણી માં નાખી વધારાનું પાણી નિતારી લ્યો અને એક બાજુ મૂકો.
હવે નિતરેલ સીંગદાણા ને કુકર માં નાખી અડધો કપ પાણી નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકી બે સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવે નીકળી જાય ત્યાર બાદ કુકર નું ઢાંકણ ખોલી ફરી ચારણી માં નાખી પાણી નિતારી લ્યો.
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ છીણેલું નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ સીંગદાણા નાખી બે ચાર મિનિટ બરોબર મિક્સ કરી લ્યો.
એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, મરી પાઉડર, આમચૂર પાઉડર, નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ત્રણ મિનિટ શેકી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો ફરાળી મસાલા સીંગદાણા.
masala singdana NOTES
- અહી જો તમે ગાજર ને ફરાળ માં વાપરતા હો તો નાખી શકો છો.
- અહી તમે શક્કરિયા ગાજર ને છીણી ને પણ નાખી શકો છો
- સીંગદાણા બાફતી વખતે મીઠું. નાખશો તો સીંગદાણા નો સ્વાદ સારો આવશે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Farali masala singdana banavani rit
Farali masala singdana banavani rit
Equipment
- 1 kadai
Ingredients
ફરાળી મસાલા સીંગદાણા બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ સીંગદાણા
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુ છીણેલું
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી આમચૂર પાઉડર
- 2 ચમચી છીણેલું નારિયેળ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ફરાળી મીઠું સ્વાદ અનુસાર
- પાણી જરૂર મુજબ
- 2-3 કપ ગરમ પાણી
Instructions
Farali masala singdana banavani rit
- ફરાળી મસાલા સીંગદાણા બનાવવા સૌપ્રથમ સીંગદાણાને એક વાસણમાં લઈ એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ પાણી નાખી ને મિક્સ કરી ઢાંકી ને બે થી ત્રણ કલાક એક બાજુ મૂકો. ત્રણ કલાક પછી ચારણી માં નાખી વધારાનું પાણી નિતારી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે નિતરેલ સીંગદાણા ને કુકર માં નાખી અડધો કપ પાણી નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકી બે સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવે નીકળી જાય ત્યાર બાદ કુકર નું ઢાંકણ ખોલી ફરી ચારણી માં નાખી પાણી નિતારી લ્યો.
- ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ છીણેલું નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ સીંગદાણા નાખી બે ચાર મિનિટ બરોબર મિક્સ કરી લ્યો.
- એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, મરી પાઉડર, આમચૂર પાઉડર, નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ત્રણ મિનિટ શેકી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો ફરાળી મસાલા સીંગદાણા.
masala singdana NOTES
- અહી જો તમે ગાજર ને ફરાળ માં વાપરતા હો તો નાખી શકો છો.
- અહી તમે શક્કરિયા ગાજર ને છીણી ને પણ નાખી શકો છો
- સીંગદાણા બાફતી વખતે મીઠું. નાખશો તો સીંગદાણા નો સ્વાદ સારો આવશે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Pauva vegitable Cutlet recipe | પૌવા વેજીટેબલ કટલેસ રેસીપી
મેંદુ વડા બનાવવાની રીત | medu vada recipe in gujarati | medu vada banavani rit
પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit
મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banava ni rit