Home Lunch & Dinner Kacha kela na kofta nu shaak banavani recipe | કાચા કેળા ના...

Kacha kela na kofta nu shaak banavani recipe | કાચા કેળા ના કોફતા નું શાક

0
Image credit – Youtube/Shaluzlovebook Kitchen.

આજે આપણે કાચા કેળા માંથી એક કોફતા બનાવીશું અને તે કોફતા માટે એક ગ્રેવી વાળુ મસ્ત ચટપટું શાક તૈયાર કરીશું. કોફતા બધા ના ઘરમાં બનતા હશે પણ આજે આપણે કંઈક નવીજ રીત થી કાચી કેળા ના કોફતા બનાવીશું. તો ચાલો Kacha kela na kofta nu shaak – કાચા કેળા ના કોફતા નું શાક ની રેસીપી બનાવતા શીખીએ. 

INGREDIENTS

  • કાચા કેળા 500 ગ્રામ
  • પાણી 1 કપ
  • તીખા લીલા મરચાં ના નાના નાના કટકા 2-3 નંગ
  • છીણેલું આદુ 2 ઇંચ
  • લીલા ધાણા થોડા
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  •  ધાણા જીરું પાવડર 1 ચમચી
  • લસણ ની પેસ્ટ ½  ચમચી
  • બાઇન્ડિંગ માટે બેસન 2 ચમચી
  • તળવા માટે તેલ જરુર મુજબ

ગ્રેવી માટે ની સામગ્રી :-

  • જીરું ½ ચમચી
  • સૂકું લાલ મરચું 1 નંગ
  • તમાલપત્ર 1 નંગ
  • તજ નો ટુકડો સ્જરૂર મુજબ
  • લવિંગ 2 નંગ 
  • એલચી 2 નંગ
  • ડુંગળી 2 નંગ ઝીણી સુધારેલી
  • લસણ અને આદુ ની પેસ્ટ 1 ચમચી
  • 2-3 નંગ લીલા મરચા ના કટકા
  • 3 નંગ ટમેટા ની પેસ્ટ
  • ધાણા જીરું પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  •  સ્વાદ મુજબ મીઠું
  • મોડુ દહીં 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી

Kacha kela na kofta nu shaak banavani recipe

કાચા કેળા ના કોફતા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ 500 ગ્રામ કાચા કેળા લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ તેના ઉપર નું દંઠલ કાઢી અને અને પ્રેશર કુકર માં 1 કપ પાણી નાખી અને મિડયમ ફ્લેમ પર 1 સિટી વગાડી લેશું. ત્યાર બાદ કુકર ને ઠંડુ કરી અને તેની છાલ કાઢી અને ખમણી માં આ બધા કેળા ને આપણે ખમણી લેશું.

ત્યાર બાદ એક બાઉલ માં ખમણેલી કેળા નાખી દેશું ત્યાર પછી તેમાં તીખા લીલા મરચા ના નાના નાના કટકા 2-3 નંગ , છીણેલું આદુ 2 ઇંચ , લીલા ધાણા થોડા , ગરમ મસાલો ½ ચમચી , મીઠું ½ ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , લસણ ની પેસ્ટ ½  ચમચી , બાઇન્ડિંગ માટે બેસન 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને તમને ગમે તે સાઇઝ ના કોફતા ના નાનાં – નાનાં બોલ બનાવી લેવા.

ત્યાર પછી કડાઈ માં મિડિયમ તાપે તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા કોફતા નાખી દેશું અને 2 મિનિટ બાદ આપણે કોફતા ને ચમચા ની મદદ થી ચેક કરી ને ફેરવી લેશું જો તરત ચમચો નાખી દેશું તો આપણા કોફતા તુટી શકે છે માટે 2 મિનિટ બાદ આપણે કોફતા ને હલાવી લેવા જેથી આપણા કોફતા એક બાજુ ચળી જશે ત્યાર બાદ તેની બીજી સાઇડ ફેરવી લેશું અને બીજી બાજુ ચળી ગયા બાદ આપણે બધા કોફતા ને એક ડીશ માં ટિસ્યુ પેપર રાખી અને બધા કોફતા ને પ્લેટ માં કાઢી લેશું.

હવે આપણે કોફતા માટે ના શાક ની ગ્રેવી ની તૈયારી કરીશું જેના માટે એક કડાઈ માં તેલ 2 ચમચી નાખી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ½ ચમચી , સૂકું લાલ મરચું 1 નંગ , તમાલપત્ર 1 નંગ , તજ નો ટુકડો સ્વાદ મુજબ , લવિંગ 2 નંગ , એલચી 2 નંગ નાખી બધું વસ્તુ ને થોડી સેકી લેશું ત્યાર પછી તેમાં ઝીણી સુધારેલી ડુંગળી 2 નંગ નાખી ડુંગળી ને સારી રીતે સેકી લેશું ત્યાર પછી તેમાં લસણ અને આદુ ની પેસ્ટ 1 ચમચી , 2-3 નંગ લીલા મરચા ના કટકા આખા નાખી સારી રીતે સતત હલાવતા જશું.

ત્યાર બાદ ડુંગળી માંથી તેલ છૂટું થાય એટલે તેમાં 3 નંગ ટમેટા ની પેસ્ટ નાખી તેમાં ધાણા જીરું પાવડર 1 ચમચી , હળદર ½ ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું અને ગ્રેવી માંથી તેલ છૂટું થાય ત્યાં સુધી સેકી લેશું હવે ગ્રેવી માંથી તેલ છૂટું થઈ ગયા બાદ આપણે ખટાસ માટે એમાં મોળું ફેટેલું દહીં નાખીશું દહીં નાખી દીધા બાદ ગેસ ની ફ્લેમ ધીમી કરી નાખશું જેથી દહીં ફાટી ના જાય હવે દહીં માંથી પણ તેલ છૂટું થાય એટલે આપણે તેમાં 2 ગ્લાસ જેવું પાણી નાખી ગેસ ની ફ્લેમ ને મિડિયમ ફુલ કરી ને ગ્રેવી માં એક ઉભરો આવી ગયા બાદ કોફતા નાખી હલકા હાથે મિક્સ કરી તેના પર ½ ચમચી ગરમ મસાલો , કસૂરી મેથી 1 ચમચી નાખી ઢાંકણ ઢાંકી અને 3 મિનિટ માટે ચડવા દેશું.

તો તૈયાર છે આપણું કાચા કેળા ના કોફતા નું શાક જેને ગરમ ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરી સકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કાચા કેળા ના કોફતા નું શાક બનાવવાની રેસીપી

Kacha kela na kofta nu shaak - કાચા કેળા ના કોફતા નું શાક

Kacha kela na kofta nu shaak banavani recipe

આપણે કાચા કેળા માંથી એક કોફતા બનાવીશું અને તે કોફતામાટે એક ગ્રેવી વાળુ મસ્ત ચટપટું શાક તૈયાર કરીશું. કોફતા બધા ના ઘરમાંબનતા હશે પણ આજે આપણે કંઈક નવીજ રીત થી કાચી કેળા ના કોફતા બનાવીશું. તો ચાલો Kacha kela na kofta nu shaak – કાચા કેળા ના કોફતા નું શાક ની રેસીપી બનાવતા શીખીએ. 
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Total Time: 35 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સર્વિંગડીશ
  • 1 ખમણી
  • 1 બાઉલ
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

  • 500 કાચા કેળા ગ્રામ
  • 1 કપ પાણી
  • 2-3 નંગ તીખા લીલા મરચાં ના નાના નાના કટકા
  • 2 ઇંચ છીણેલું આદુ
  • લીલા ધાણા થોડા
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી મીઠું
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા જીરું પાવડર
  • ½ ચમચી લસણ ની પેસ્ટ
  • 2 ચમચી બાઇન્ડિંગ માટે બેસન
  • તળવા માટે તેલ જરુર મુજબ

ગ્રેવી માટે ની સામગ્રી :-

  • ½ ચમચી જીરું
  • 1 નંગ સૂકું લાલ મરચું
  • 1 નંગ તમાલપત્ર
  • તજ નો ટુકડો સ્જરૂર મુજબ
  • 2 નંગ લવિંગ
  • 2 નંગ એલચી
  • 2 નંગ ડુંગળી ઝીણી સુધારેલી
  • 1 ચમચી લસણ અને આદુ ની પેસ્ટ
  • 2-3 નંગ લીલા મરચા ના કટકા
  • 3 નંગ ટમેટા ની પેસ્ટ
  • 1 ચમચી ધાણા જીરું પાવડર
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી મોડુ દહીં
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસૂરી મેથી

Instructions

Kacha kela na kofta nu shaak banavani recipe

  • કાચા કેળા ના કોફતા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ 500 ગ્રામ કાચા કેળા લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ તેના ઉપર નું દંઠલ કાઢી અને અને પ્રેશર કુકર માં 1 કપ પાણી નાખી અને મિડયમ ફ્લેમ પર 1 સિટી વગાડી લેશું. ત્યાર બાદ કુકર ને ઠંડુ કરી અને તેની છાલ કાઢી અને ખમણી માં આ બધા કેળા ને આપણે ખમણી લેશું.
  • ત્યાર બાદ એક બાઉલ માં ખમણેલી કેળા નાખી દેશું ત્યાર પછી તેમાં તીખા લીલા મરચા ના નાના નાના કટકા 2-3 નંગ , છીણેલું આદુ 2 ઇંચ , લીલા ધાણા થોડા , ગરમ મસાલો ½ ચમચી , મીઠું ½ ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , લસણ ની પેસ્ટ ½ ચમચી , બાઇન્ડિંગ માટે બેસન 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને તમને ગમે તે સાઇઝ ના કોફતા ના નાનાં – નાનાં બોલ બનાવી લેવા.
  • ત્યાર પછી કડાઈ માં મિડિયમ તાપે તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા કોફતા નાખી દેશું અને 2 મિનિટ બાદ આપણે કોફતા ને ચમચા ની મદદ થી ચેક કરી ને ફેરવી લેશું જો તરત ચમચો નાખી દેશું તો આપણા કોફતા તુટી શકે છે માટે 2 મિનિટ બાદ આપણે કોફતા ને હલાવી લેવા જેથી આપણા કોફતા એક બાજુ ચળી જશે ત્યાર બાદ તેની બીજી સાઇડ ફેરવી લેશું અને બીજી બાજુ ચળી ગયા બાદ આપણે બધા કોફતા ને એક ડીશ માં ટિસ્યુ પેપર રાખી અને બધા કોફતા ને પ્લેટ માં કાઢી લેશું.
  • હવે આપણે કોફતા માટે ના શાક ની ગ્રેવી ની તૈયારી કરીશું જેના માટે એક કડાઈ માં તેલ 2 ચમચી નાખી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ½ ચમચી , સૂકું લાલ મરચું 1 નંગ , તમાલપત્ર 1 નંગ , તજ નો ટુકડો સ્વાદ મુજબ , લવિંગ 2 નંગ , એલચી 2 નંગ નાખી બધું વસ્તુ ને થોડી સેકી લેશું ત્યાર પછી તેમાં ઝીણી સુધારેલી ડુંગળી 2 નંગ નાખી ડુંગળી ને સારી રીતે સેકી લેશું ત્યાર પછી તેમાં લસણ અને આદુ ની પેસ્ટ 1 ચમચી , 2-3 નંગ લીલા મરચા ના કટકા આખા નાખી સારી રીતે સતત હલાવતા જશું.
  • ત્યાર બાદ ડુંગળી માંથી તેલ છૂટું થાય એટલે તેમાં 3 નંગ ટમેટા ની પેસ્ટ નાખી તેમાં ધાણા જીરું પાવડર 1 ચમચી , હળદર ½ ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું અને ગ્રેવી માંથી તેલ છૂટું થાય ત્યાં સુધી સેકી લેશું હવે ગ્રેવી માંથી તેલ છૂટું થઈ ગયા બાદ આપણે ખટાસ માટે એમાં મોળું ફેટેલું દહીં નાખીશું દહીં નાખી દીધા બાદ ગેસ ની ફ્લેમ ધીમી કરી નાખશું જેથી દહીં ફાટી ના જાય હવે દહીં માંથી પણ તેલ છૂટું થાય એટલે આપણે તેમાં 2 ગ્લાસ જેવું પાણી નાખી ગેસ ની ફ્લેમ ને મિડિયમ ફુલ કરી ને ગ્રેવી માં એક ઉભરો આવી ગયા બાદ કોફતા નાખી હલકા હાથે મિક્સ કરી તેના પર ½ ચમચી ગરમ મસાલો , કસૂરી મેથી 1 ચમચી નાખી ઢાંકણ ઢાંકી અને 3 મિનિટ માટે ચડવા દેશું.
  • તો તૈયાર છે આપણું કાચા કેળા ના કોફતા નું શાક જેને ગરમ ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરી સકો છો .
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version