HomeDessert & DrinksBesan Milk Cake : બેસન મિલ્ક કેક બનાવવાની રીત

Besan Milk Cake : બેસન મિલ્ક કેક બનાવવાની રીત

દિવાળી પર મહેમાન માટે બેસન મિલ્ક  કેક એટલી સોફ્ટ બની ને તૈયાર થાય છે કે મોઢા માં મૂકતા જ ઓગળી જસે. આ ઘરમાં રહેલ  કેક ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જશે. અત્યાર સુંધી આપણે બેસન માંથી ઘણી વિવિધ ફરસાણ, મીઠાઈ બનાવી ને મજા લીધી છે પણ આજ આપણે એમાંથી એક અલગ પ્રકારના કેક ની મજા લેશું તો ચાલો Besan Milk Cake બનાવવાની રીત શીખીએ.

બેસન મિલ્ક કેક ની સામગ્રી

  • ઘી 1 કપ
  • બેસન 2 કપ
  • મિલ્ક પાઉડર 1 કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • પિસ્તા અને બદામ ની કતરણ 4-5 ચમચી
  • ખાંડ ¾ કપ
  • પાણી 1 ¼ કપ

Besan Milk Cake banavani rit

બેસન મિલ્ક કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ઓગળે એટલે એમાં ચાળી ને બેસન નાખો અને ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી શેકી લ્યો. બેસન ને દસ પંદર મિનિટ શેકી લ્યો. બેસન ને શેકવાથી મિશ્રણ નરમ થઈ જશે એટલે ગેસ ને બંધ કરી નાખો. અને હવે એક થાળી કે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો.

બેસન બરોબર શેકી લીધા બાદ એમાં અડધો કપ મિલ્ક પાઉડર નાખો અને મિક્સ કરી લ્યો અને અડધો મિલ્ક પાઉડર બરોબર મિક્સ થઈ જાય ત્યારે બાદ બાકી રહેલ અડધો મિલ્ક પાવડર નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો. હવે બેસન ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો અને ખાંડ બરોબર ઓગળી જાય એટલે એને બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ચાસણી ચિકાસ પડતી થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો.

હવે તૈયાર ચાસણી ને શેકી રાખેલ બેસન માં થોડી થોડી નાખતા જઇ મિક્સ કરતા જાઓ. બેસન અને ચાસણી બરોબર મિક્સ કરી લ્યો ત્યાં બાદ એલચી પાઉડર નાખી ફરીથી ગેસ ચાલુ કરી લ્યો અને કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ વાસણમાં નાખી એક સરખું ફેલાવી લ્યો અમે ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી થોડા દબાવી નાખો અને ત્રણ ચાર કલાક ઠંડી થવા દયો.

ત્રણ ચાર કલાક પછી બરફી માં ચાકુથી મનગમતા આકાર ના કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો બેસન મિલ્ક કેક.

Besan Milk Cake recipe notes

  • બેસન ને ધીમા તાપે ગોલ્ડન કલર નો થાય ત્યાં સુંધી શેકવો. અને બેસન કાચો માં રહે એનું ખાસ ધ્યાન રાખવું.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બેસન મિલ્ક કેક બનાવવાની રીત

બેસન મિલ્ક કેક - Besan Milk Cake - બેસન મિલ્ક કેક બનાવવાની રીત - Besan Milk Cake banavani rit

Besan Milk Cake banavani rit

દિવાળી પર મહેમાન માટે બેસન મિલ્ક  કેક એટલી સોફ્ટ બની ને તૈયાર થાયછે કે મોઢા માં મૂકતા જ ઓગળી જસે. આ ઘરમાં રહેલ  કેક ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જશે. અત્યાર સુંધી આપણે બેસન માંથી ઘણીવિવિધ ફરસાણ, મીઠાઈ બનાવી ને મજા લીધી છે પણ આજ આપણે એમાંથી એક અલગ પ્રકારના કેક ની મજા લેશું તો ચાલો Besan Milk Cake બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મોલ્ડ/ થાળી

Ingredients

બેસન મિલ્ક કેક ની સામગ્રી

  • 1 કપ ઘી
  • 2 કપ બેસન
  • 1 કપ મિલ્ક પાઉડર
  • ½ ચમચી એલચી પાઉડર
  • 4-5 ચમચી પિસ્તા અને બદામ ની કતરણ
  • ¾ કપ ખાંડ ¾
  • કપ પાણી

Instructions

Besan Milk Cake banavani rit

  • બેસન મિલ્ક કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ઓગળે એટલે એમાં ચાળી ને બેસન નાખો અને ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી શેકી લ્યો. બેસન ને દસ પંદર મિનિટ શેકી લ્યો. બેસન ને શેકવાથી મિશ્રણ નરમ થઈ જશે એટલે ગેસ ને બંધ કરી નાખો. અને હવે એક થાળી કે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો.
  • બેસન બરોબર શેકી લીધા બાદ એમાં અડધો કપ મિલ્ક પાઉડર નાખો અને મિક્સ કરી લ્યો અને અડધો મિલ્ક પાઉડર બરોબર મિક્સ થઈ જાય ત્યારે બાદ બાકી રહેલ અડધો મિલ્ક પાવડર નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો. હવે બેસન ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો અને ખાંડ બરોબર ઓગળી જાય એટલે એને બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ચાસણી ચિકાસ પડતી થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો.
  • હવે તૈયાર ચાસણી ને શેકી રાખેલ બેસન માં થોડી થોડી નાખતા જઇ મિક્સ કરતા જાઓ. બેસન અને ચાસણી બરોબર મિક્સ કરી લ્યો ત્યાં બાદ એલચી પાઉડર નાખી ફરીથી ગેસ ચાલુ કરી લ્યો અને કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ વાસણમાં નાખી એક સરખું ફેલાવી લ્યો અમે ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી થોડા દબાવી નાખો અને ત્રણ ચાર કલાક ઠંડી થવા દયો.
  • ત્રણ ચાર કલાક પછી બરફી માં ચાકુથી મનગમતા આકાર ના કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો બેસન મિલ્ક કેક.

Besan Milk Cake recipe notes

  • બેસન ને ધીમા તાપે ગોલ્ડન કલર નો થાય ત્યાં સુંધી શેકવો. અને બેસન કાચો માં રહે એનું ખાસ ધ્યાન રાખવું.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular