જય શ્રી કૃષ્ણ આજ આપણે મકાઈ ની કટલેસ બનાવવાની રીત – makai ni cutlet banavani rit શીખીશું, Please subscribe Home food recipes Gujarati YouTube channel If you like the recipe , આ કટલેસ આપણે લીલી મકાઈ માંથી તૈયાર કરીશું એટલે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ બને છે. આ કટલેસ તમે સવાર ના નાસ્તામાં અથવા સાંજ ના નાસ્તામાં તૈયાર કરી શકો છો અથવા ઘરમાં કોઈ નાના મોટો પ્રસંગ માં પણ બનાવી શકો છો તો ચાલો makai ni cutlet recipe in gujarati શીખીએ.
મકાઈ ની કટલેસ બનાવવા જરૂરી સામગ્રી
- લીલી મકાઈ ના દાણા ½ કપ
- બાફેલા બટાકા 2-3
- છીણેલું ગાજર ¼ કપ
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી (લસણ ના ખાતા હો તો ના નાખવું )
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- મેંદા નો લોટ 1 +2 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- કોર્ન ફ્લોર 1 +1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- બ્રેડ ક્રમ જરૂર મુજબ
મકાઈ ની કટલેસ બનાવવાની રીત
મકાઈ ની કટલેસ બનાવવા સૌપ્રથમ મકાઈના દાણા ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં એક બે વખત ફેરવી અધ કચરી પીસી લ્યો. પીસેલી મકાઈ ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલ બટાકા, ઝીણા સમારેલા લીલાં મરચા, ગાજર નું છીણ, ચીલી ફ્લેક્સ, આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખો.
હવે એમાં ચાળી ને એક ચમચી મેંદા નો લોટ અને એક ચમચી કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને એક બાજુ મૂકો. હવે એક વાસણમાં બે ચમચી મેંદા નો લોટ અને એક ચમચી કોર્ન ફ્લોર નાખો સાથે પા કપ પાણી નાખી બરોબર ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો. અને એક થાળી માં બ્રેડ ક્રમ તૈયાર કરી રાખો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી હાથ સાફ કરી તેલ વાળા કરી એમાંથી મનપસંદ આકારની કટલેસ બનાવી લ્યો તૈયાર કટલેસ ને મેંદા વાળા મિશ્રણ માં બોળી લ્યો ત્યાર બાદ બ્રેડ ક્રમ માં કોટિગ કરી નાખો. આમ એક એક કટલેસ તૈયાર કરી લ્યો.
તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ કટલેસ નાખો ને એક મિનિટ એમજ ચડવા દયો બે મિનિટ પછી ગેસ મિડીયમ કરી નાખો અને કટલેસ ને હલકા હાથે ઉથલાવી લ્યો. બધી કટલેસ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
કટલેસ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી કટલેસ ને ફૂલ તાપે ગરમ કરેલ તેલ માં નાખી ત્યાર બાદ ગેસ ધીમો કરી ગોલ્ડન તરી લ્યો. આમ બધી કટલેસ તરી ને તૈયાર કરી લ્યો અને સોસ, ચટણી કે રગડા સાથે સર્વ કરો મકાઈ ની કટલેસ.
makai ni cutlet recipe in gujarati notes
- અહી કટલેસ માં પકડ આપવા મેંદા ની જગ્યાએ બ્રેડ ક્રમ પણ નાખી શકો છો.
- કટલેસ ને તવી પર અથવા ઓવેન પર ઓછા તેલ માં શેકી ને પણ બનાવી શકો છો.
makai ni cutlet banavani rit | Recipe Video
Youtube પર Home food recipes Gujarati ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
makai ni cutlet recipe in gujarati
મકાઈ ની કટલેસ | makai ni cutlet banavani rit | મકાઈ ની કટલેસ બનાવવાની રીત | makai ni cutlet recipe in gujarati
Equipment
- 1 મિક્સર
Ingredients
મકાઈ ની કટલેસ બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ લીલી મકાઈ ના દાણા
- 2-3 બાફેલા બટાકા
- ¼ કપ છીણેલું ગાજર
- 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ (લસણ ના ખાતા હો તો ના નાખવું )
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 3 ચમચી મેંદાનો લોટ
- ¼ ચમચી મરી પાઉડર
- 2 ચમચી કોર્ન ફ્લોર
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- બ્રેડ ક્રમ જરૂર મુજબ
Instructions
makai ni cutlet banavani rit | મકાઈ ની કટલેસ બનાવવાની રીત | makai ni cutlet recipe in gujarati
- મકાઈ ની કટલેસ બનાવવા સૌપ્રથમ મકાઈના દાણા ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં એક બે વખત ફેરવી અધ કચરી પીસી લ્યો. પીસેલી મકાઈ ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલ બટાકા,ઝીણા સમારેલા લીલાં મરચા, ગાજર નું છીણ,ચીલી ફ્લેક્સ, આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખો.
- હવે એમાં ચાળી ને એક ચમચી મેંદા નો લોટ અને એક ચમચી કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને એક બાજુ મૂકો. હવે એક વાસણમાં બે ચમચી મેંદા નો લોટ અને એક ચમચી કોર્ન ફ્લોર નાખો સાથે પાકપ પાણી નાખી બરોબર ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો. અને એક થાળી માં બ્રેડ ક્રમ તૈયાર કરી રાખો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી હાથ સાફ કરી તેલ વાળા કરી એમાંથી મનપસંદ આકારની કટલેસ બનાવી લ્યો તૈયાર કટલેસ ને મેંદા વાળા મિશ્રણ માં બોળી લ્યો ત્યાર બાદ બ્રેડ ક્રમ માં કોટિગ કરી નાખો. આમ એક એક કટલેસ તૈયાર કરી લ્યો.
- તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ કટલેસ નાખો ને એક મિનિટ એમજ ચડવા દયો બે મિનિટ પછી ગેસ મિડીયમ કરી નાખો અને કટલેસ ને હલકા હાથે ઉથલાવી લ્યો. બધી કટલેસ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
- કટલેસ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી કટલેસ ને ફૂલ તાપે ગરમ કરેલ તેલ માં નાખી ત્યાર બાદ ગેસ ધીમો કરી ગોલ્ડન તરી લ્યો. આમ બધી કટલેસ તરી ને તૈયાર કરી લ્યો અને સોસ, ચટણી કે રગડા સાથે સર્વ કરો મકાઈ ની કટલેસ.
makai nicutlet recipe in gujarati notes
- અહી કટલેસ માં પકડ આપવા મેંદા ની જગ્યાએ બ્રેડ ક્રમ પણ નાખી શકો છો.
- કટલેસ ને તવી પર અથવા ઓવેન પર ઓછા તેલ માં શેકી ને પણ બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લસણીયા મમરા | lasaniya mamra | lasaniya sev mamra | lasaniya mamra recipe
બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit | bread pakora recipe in gujarati
મોમોસ | momos recipe | veg momos recipe | momos recipe in gujarati