HomeLunch & Dinnerખાટા મગ બનાવવાની રીત | khata mag banavani rit

ખાટા મગ બનાવવાની રીત | khata mag banavani rit

કેમ છો બધા મિત્રો બરોબર છો ને ? , ઉનાળા માં કોઈ શાક ના સુજે ત્યારે દરેક ગુજરાતી ના ઘરમાં કઠોળ એક ટાઈમ ના ભોજન માં બનવાના શરૂ થઈ જાય છે , Please subscribe Krishna’s Cuisine YouTube channel If you like the recipe ,અને અમુક કઠોળ પણ અમુક વાર પ્રમાણે બનતા હોય છે આજ આપણે દરેક ગુજરાતી ના ઘરે બુધવાર ના બનતા મગ નું શાક બનાવવાની રીત શીખીશું. આજ આપણે ખાટા મીઠા તીખા મગ નું શાક બનાવતા શીખીશું. તો ચાલો ખાટા મગ બનાવવાની રીત – khata mag banavani rit શીખીએ.

ખાટા મગ બનાવવા જરૂરી સામગ્રી

  • મગ ½ કપ
  • હળદર ¼ + ½ ચમચી
  • દહી 1 કપ
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • બેસન 2-3 ચમચી
  • ઘી 1-2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડા ના પાન 8-10
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

khata mag recipe in gujarati

ખાટા મગ બનાવવા સૌપ્રથમ મગ લ્યો અને એમાં પાણી નાખી બે ત્રણ વખત ધોઇ લ્યો ત્યાર બાદ ધોઇ રાખેલ મગ ને કુકર માં નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી એમાં બે કપ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ધીમા તાપે ચાર પાંચ સીટી કરી લ્યો. પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચેક કરી લ્યો મગ બરોબર બફાઈ ગયા છે ને. હવે એક વાટકા માં દહી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, મેથી દાણા અને હિંગ નાખી તતડવી લ્યો. ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન અને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર એમાં દહી નું મિશ્રણ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.

દહી નાખ્યા પછી ફૂલ તાપે ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહો. દહી માં ઉભરો આવી જાય એટલે હલાવવાનું બંધ કરી શકો છો. (જો તમે દહી ને વઘાર માં નાખતા પછી નહિ હલવો તો દહી ફાટી જસે અને ગ્રેવી સારી નહિ બને.) આમ દહી વાળું મિશ્રણ બરોબર ઉકળવા લાગે એટલે એમાં બાફી રાખેલ મગ ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

મગ ને દહી ના મિશ્રણ માં પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડવા દયો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને રોટલી, રોટલા, ભાત સાથે મજા લ્યો ખાટા મગ.

khata mag recipe notes

  • અહી તમે મગ ને પાંચ સાત કલાક પલાળી ને પણ લઈ શકો છો. જો મગ ને પલાળી ને લ્યો તો બાફવા માં પાણી ઓછું જોઈએ એને બફાતા વાર પણ ઓછી લાગે છે.
  • દહી ની જગ્યાએ તમે છાસ ની ઉપયોગ પણ કરી શકો છો.
  • જો તમે લસણ ખાતા હોવ તો એની પેસ્ટ પણ નાખી શકો છો.

ખાટા મગ બનાવવાની રીત

Video Credit : Youtube/ Krishna’s Cuisine

Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

khata mag banavani rit

khata mag recipe in gujarati - ખાટા મગ બનાવવાની રીત - khata mag banavani rit

ખાટા મગ બનાવવાની રીત | khata mag banavani rit

કેમ છો બધા મિત્રો બરોબર છો ને ? , ઉનાળા માં કોઈ શાક ના સુજે ત્યારે દરેક ગુજરાતી ના ઘરમાં કઠોળ એક ટાઈમ ના ભોજનમાં બનવાના શરૂ થઈ જાય છે , અને અમુકકઠોળ પણ અમુક વાર પ્રમાણે બનતા હોય છે આજ આપણે દરેક ગુજરાતી ના ઘરે બુધવાર ના બનતામગ નું શાક બનાવવાની રીત શીખીશું. આજ આપણે ખાટા મીઠા તીખા મગ નું શાક બનાવતા શીખીશું. તો ચાલો ખાટા મગ બનાવવાની રીત – khata mag banavani rit શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

ખાટા મગ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ મગ
  • 1 ચમચી હળદર
  • 1 કપ દહી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી બેસન
  • 1-2 ચમચી ઘી
  • ½ ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી મેથી દાણા
  • ¼ ચમચી હિંગ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ખાટા મગ બનાવવાની રીત | khata mag banavani rit

  • ખાટા મગ બનાવવા સૌપ્રથમ મગ લ્યો અને એમાં પાણી નાખી બે ત્રણ વખત ધોઇ લ્યો ત્યાર બાદ ધોઇ રાખેલ મગ ને કુકર માં નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી એમાં બેકપ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ધીમા તાપે ચાર પાંચ સીટી કરી લ્યો. પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચેક કરી લ્યો મગ બરોબર બફાઈ ગયા છે ને. હવે એક વાટકા માં દહી લ્યોએમાં સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર, ધાણાજીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને બેસન નાખી બરોબર મિક્સ કરીલ્યો. ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, મેથી દાણા અને હિંગ નાખી તતડવી લ્યો. ત્યાર બાદ એમાંલીલા મરચા સુધારેલા, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન અને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર એમાં દહી નું મિશ્રણ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • દહી નાખ્યા પછી ફૂલ તાપે ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહો. દહી માં ઉભરો આવી જાય એટલે હલાવવાનું બંધ કરી શકો છો. (જો તમે દહી ને વઘાર માં નાખતા પછીનહિ હલવો તો દહી ફાટી જસે અને ગ્રેવી સારી નહિ બને.) આમ દહી વાળું મિશ્રણ બરોબર ઉકળવા લાગે એટલે એમાં બાફી રાખેલ મગ ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
  • મગ ને દહી ના મિશ્રણ માં પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડવા દયો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને રોટલી, રોટલા, ભાત સાથે મજા લ્યો ખાટા મગ.

khata mag recipe notes

  • અહી તમે મગ ને પાંચ સાત કલાક પલાળી ને પણ લઈ શકો છો. જો મગ ને પલાળી ને લ્યો તો બાફવા માં પાણીઓછું જોઈએ એને બફાતા વાર પણ ઓછી લાગે છે.
  • દહી ની જગ્યાએ તમે છાસ ની ઉપયોગ પણ કરી શકો છો.
  • જો તમે લસણ ખાતા હોવ તો એની પેસ્ટ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular