Home Lunch & Dinner મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati

0
Image credit – Youtube/PK Recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત – mysore masala dosa recipe in gujarati – mysore masala dosa banavani rit શીખીશું, Please subscribe PK Recipe YouTube channel If you like the recipe, ઢોસા માં આજકલ ઘણા પ્રકારના સ્ટફિંગ વાળા મળતા હોય છે પણ મૂળ તો સાદા ઢોસા, મસાલા ઢોસા અને મૈસુર મસાલા ઢોસા જ વધારે પડતાં પ્રખ્યાત છે જેને તીખાશ પસંદ હોય એના માટે મૈસુર મસાલા ઢોસા બેસ્ટ છે ને એક વખત ખાય તો બીજી વખત ચોક્કસ માંગે એવા ટેસ્ટી લાગે છે તો ચાલો મૈસુર ઢોસા બનાવવાની રીત – mysore dosa banavani rit શીખીએ.

ઢોસા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • અડદ દાળ ¾ કપ
  • ચોખા 1 કપ
  • ઉસ ના ચોખા / ઈડલી ચોખા 1 કપ
  • ચણા દાળ 2 ચમચી
  • તુવેર દાળ 2 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ માખણ / તેલ

મૈસુર ચટણી / લાલ ચટણી બનાવવા માટેની સામગ્રી | mysore masala dosa red chutney Ingredients

  • તેલ 1 ચમચી
  • સૂકા લાલ કાશ્મીરી મરચા 5-6
  • સૂકા તીખા લાલ મરચા 4-5
  • લસણ ની કણી 5-6
  • લીંબુ નો રસ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ચણા દાળ 4-5 ચમચી

નારિયળ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • તાજા નારિયળ ના કટકા / છીણેલું નારિયેળ 2 કપ
  • શેકેલ ચણા દાળ / દાડિયા દાળ  ½ કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • જીરું ¼  ચમચી
  • આંબલી નો પલ્પ અથવા આંબલી 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ચટણી ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7
  • હિંગ ¼ ચમચી
  • અડદ દાળ 1 ચમચી

બટાકા નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • કાજુ ના કટકા 10-12
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાંબી સુધારેલ ડુંગળી 1-2
  • બાફેલા બટાકા  5-6
  • લીંબુ નો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati language

સૌ પ્રથમ ઢોસા નું ખીરું બનાવવાની રીત શીખીશું ત્યારબાદ નારીયળ ચટણી અને મૈસુર મસાલા ચટણી અને ઢોસા નો મસાલો બનવતા શીખીશુંબનાવતા શીખીશું

ઢોસા નું ખીરું બનાવવાની રીત

એક મોટા વાસણમાં અડદ દાળ, ચોખા, ઉસ ના ચોખા / ઈડલી ચોખા, ચણા દાળ, તુવેર દાળ, મેથી દાણા નાખી મિક્સ કરી બે ત્રણ પાણી થી ધસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ઢાંકી પાંચ છ કલાક પલાળી મુકો

છ કલાક પછી દાળ ચોખા નું પાણી નિતારી થોડા થોડા કરી મિક્સર જાર માં પીસવા માટે જરૂરી પાણી નાખતા જઈ સ્મુથ ને ઘટ્ટ પીસી લ્યો ને ફરી મોટી તપેલી માં મૂકો ને ગરમ જગ્યાએ ઢાંકી ને દસ બાર કલાક અથવા આખી રાત આથો આવવા મૂકો

મૈસુર ચટણી / લાલ ચટણી  બનાવવાની રીત | mysore masala dosa red chutney recipe in gujarati

મૈસુર ચટણી બનાવવા ગેસ પર એક કડાઈ માં ચણા દાળ ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ચણા દાળ શેકાઈ જાય એટલે એક થાળી માં કાઢી લ્યો અને એજ કડાઈ માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ કાશ્મીરી મરચા અને સૂકા તીખા લાલ મરચા નાખી બે ત્રણ મિનિટ શેકો

 ત્યાર બાદ લસણ ની કણી નાખી એને પણ બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો હવે એમાં શેકી રાખેલ ચણા દાળ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ને બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા થવા દયો ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને મિડીયમ ઘટ્ટ ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે મૈસુર ચટણી / લાલ મરચા ની ચટણી

નારિયેળ ની ચટણી  બનાવવાની રીત

નારિયેળ ની ચટણી બનાવવા મિક્સર જારમાં તાજા નારિયળ ના કટકા / છીણેલું નારિયેળ,શેકેલ ચણા દાળ / દાડિયા દાળ, લીલા ધાણા સુધારેલા, આદુ નો ટુકડો, લીલા મરચા સુધારેલા, જીરું,આંબલી નો પલ્પ અથવા આંબલી, મીઠું સ્વાદ મુજબનાખી ને પીસી લ્યો ત્યાર બાદ પાણી જરૂર મુજબનાખી ફરીથી બરોબર પીસી ને ચટણી તૈયાર કરી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો

ચટણી નો વઘાર કરવાની રીત

ગેસ પર વઘરીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે રાઈ, જીરુંઅને અડદ ની દાળ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાંમીઠા લીમડાના પાન, હિંગ અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી વઘાર ને ચટણીમાં નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે લીલા નારિયળ ની ચટણી

બટાકા નો મસાલો બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ચણા દાળ અને અડદ દાળ નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં કાજુ ના કટકા ,મીઠા લીમડા ના પાન, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ શેકો

હવે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો ને એમાં બાફેલા બટેકા ના કટકા કે મેસ કરેલ બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરી કરો ને બે ચાર મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં લીંબુનો રસ અને અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે બટકા નો મસાલો

ઢોસા બનાવવાની રીત

આથો આવેલ ઢોસા ના મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ગેસ પર ઢોસા તવી ને ગરમ કરો તવી ગરમ થાય એટલે પાણી છાંટી ને કપડા થી લુછી લ્યો ને તૈયાર ઢોસા નું મિશ્રણ લઈ એને એક સરખું ગોળ ફેરવી ઢોસો બનાવવો ઉપર તેલ કે માખણ નાખો અને તૈયાર કરેલ મૈસુર ચટણી/ લાલ ચટણી એક સરખી લગાવો ઉપર તૈયાર બટાકા નો મસાલો મૂકી ક્રિસ્પી ઢોસો તૈયાર કરો આમ એક એક ઢોસા ને તૈયાર કરી નારિયળ ની ચટણી સાથે સર્વ કરો મૈસુર મસાલા ઢોસા

mysore masala dosa recipe in gujarati notes

મૈસુર ચટણી તૈયાર કરી તમે ફ્રીઝ માં અઠવાડિયા સુંધી ખાઈ શકો છો અને પાણી ના નાખો ને એમજ પીસી ને પાઉડર તમે વીસ થી ત્રીસ દિવસ સુંધી સાચવી શકો છો ને જ્યારે ચટણી બનાવી હોય ત્યારે એમાં જરૂર મુજબ પાણી નાખી પીસી ને મૈસુર ચટણી તૈયાર કરી શકો છો

અહી મૈસુર મસાલા ઢોસા તમે સાંભાર પણ તૈયાર કરી સર્વ કરો.

મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore dosa banavani rit | Recipe Video

Youtube પર PK Recipe ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

mysore dosa recipe in gujarati | mysore masala dosa banavani rit

mysore masala dosa - મૈસુર ઢોસા - મૈસુર મસાલા ઢોસા - mysore dosa recipe in gujarati - mysore masala dosa recipe in gujarati - mysore masala dosa recipe in gujarati language - mysore dosa banavani rit - mysore masala dosa banavani rit

mysore masala dosa | મૈસુર ઢોસા | mysore dosa recipe in gujarati | mysore masala dosa recipe in gujarati | mysore masala dosa recipe in gujarati language | mysore dosa banavani rit | mysore masala dosa banavani rit | મૈસુર મસાલા ઢોસા

જય શ્રી કૃષ્ણ આજ આપણે મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત – mysore masala dosa recipe in gujarati- mysore masala dosa banavani rit શીખીશું. ઢોસા માં આજકલ ઘણા પ્રકારના સ્ટફિંગ વાળા મળતા હોય છે પણ મૂળ તો સાદા ઢોસા,મસાલા ઢોસા અને મૈસુર મસાલા ઢોસા જ વધારે પડતાં પ્રખ્યાત છે જેને તીખાશપસંદ હોય એના માટે મૈસુર મસાલા ઢોસા બેસ્ટ છે ને એક વખત ખાય તો બીજી વખત ચોક્કસ માંગેએવા ટેસ્ટી લાગે છે તો ચાલો મૈસુર ઢોસા બનાવવાની રીત – mysore dosa banavani rit શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 5 hrs
Total Time 5 hrs 50 mins
Course gujarati dinner recipe, lunch and dinner recipe in gujarati, અવનવી વાનગી, વિવિધ વાનગીઓ, સાંજ નું જમવાનું
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઢોસા તવી

Ingredients
  

ઢોસાનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • ¾ કપ અડદ દાળ
  • 1 કપ ચોખા
  • 1 કપ ઉસ ના ચોખા / ઈડલી ચોખા
  • 2 ચમચી ચણા દાળ
  • 2 ચમચી તુવેર દાળ
  • ¼ ચમચી મેથી દાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ માખણ / તેલ

મૈસુર ચટણી બનાવવા માટેની સામગ્રી | mysore masala dosa red chutney Ingredients

  • 1 ચમચી તેલ
  • 5-6 સૂકા લાલ કાશ્મીરી મરચા
  • 4-5 સૂકા તીખા લાલ મરચા
  • 5-6 લસણની કણી
  • ½ ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી ચણા દાળ
  • સ્વાદ મુજબ મીઠું

નારિયળની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ તાજા નારિયળ ના કટકા / છીણેલું નારિયેળ
  • ½ કપ શેકેલ ચણા દાળ / દાડિયા દાળ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ આદુનો ટુકડો
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી જીરું
  • 1 ચમચી આંબલીનો પલ્પ અથવા આંબલી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ચટણીના વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 1-2 સૂકા લાલ મરચા
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 5-7 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી અડદ દાળ

બટાકાનો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી અડદ દાળ
  • 10-12 કાજુના કટકા
  • 3-4 લીલામરચા સુધારેલા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 1-2 લાંબી સુધારેલ ડુંગળી
  • 5-6 બાફેલા બટાકા 
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ પાણી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

mysore masala dosa | મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore dosa recipe in gujarati | mysore masala dosa recipe in gujarati | mysore dosa banavani rit | mysore masala dosa banavani rit | મૈસુર મસાલા ઢોસા  બનાવવાની રીત

  • સૌ પ્રથમ ઢોસાનું ખીરું બનાવવાની રીતશીખીશું ત્યારબાદ નારીયળ ચટણી અને મૈસુર મસાલા ચટણી અને ઢોસા નો મસાલો બનવતા શીખીશું

ઢોસા નું ખીરું બનાવવાની રીત

  • એક મોટા વાસણમાં અડદ દાળ, ચોખા, ઉસ ના ચોખા / ઈડલી ચોખા,ચણા દાળ, તુવેર દાળ, મેથી દાણા નાખી મિક્સ કરી બે ત્રણ પાણી થી ધસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ઢાંકી પાંચ છ કલાક પલાળી મુકો
  • છ કલાક પછી દાળ ચોખા નું પાણી નિતારી થોડા થોડા કરી મિક્સર જાર માં પીસવા માટે જરૂરી પાણી નાખતા જઈ સ્મુથ ને ઘટ્ટ પીસી લ્યો ને ફરી મોટી તપેલી માં મૂકો ને ગરમ જગ્યાએ ઢાંકીને દસ બાર કલાક અથવા આખી રાત આથો આવવા મૂકો

મૈસુર ચટણી બનાવવાની રીત | mysore masala dosa red chutney recipe in gujarati

  • મૈસુર ચટણી બનાવવા ગેસ પર એક કડાઈ માં ચણા દાળ ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ચણા દાળ શેકાઈ જાય એટલે એક થાળી માં કાઢી લ્યો અને એજ કડાઈ માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ કાશ્મીરી મરચા અને સૂકા તીખા લાલ મરચા નાખી બે ત્રણ મિનિટ શેકો
  •  ત્યાર બાદ લસણ ની કણી નાખી એને પણબે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો હવે એમાં શેકી રાખેલ ચણા દાળ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ને બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા થવા દયો ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને મિડીયમ ઘટ્ટ ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે મૈસુર ચટણી / લાલ મરચા ની ચટણી

નારિયેળ ની ચટણી  બનાવવાની રીત

  • નારિયેળ ની ચટણી બનાવવા મિક્સર જારમાં તાજા નારિયળ ના કટકા / છીણેલું નારિયેળ,શેકેલ ચણા દાળ / દાડિયા દાળ, લીલાધાણા સુધારેલા, આદુ નો ટુકડો, લીલા મરચાસુધારેલા, જીરું,આંબલી નો પલ્પ અથવા આંબલી,મીઠું સ્વાદ મુજબનાખી ને પીસી લ્યો ત્યાર બાદ પાણી જરૂર મુજબનાખી ફરીથી બરોબર પીસી ને ચટણી તૈયાર કરી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો

ચટણીનો વઘાર કરવાની રીત

  • ગેસ પર વઘરીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને અડદ ની દાળ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, હિંગ અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી વઘાર ને ચટણીમાં નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે લીલા નારિયળ ની ચટણી

બટાકાનો મસાલો બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ચણા દાળ અને અડદ દાળ નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં કાજુ નાકટકા ,મીઠા લીમડા નાપાન, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ શેકો
  • હવે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો ને એમાં બાફેલા બટેકા ના કટકા કે મેસ કરેલ બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરી કરો ને બે ચાર મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં લીંબુનો રસ અને અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે બટકા નો મસાલો

ઢોસા બનાવવાની રીત

  • આથો આવેલ ઢોસા ના મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ગેસ પર ઢોસા તવીને ગરમ કરો તવી ગરમ થાય એટલે પાણી છાંટી ને કપડા થી લુછી લ્યો ને તૈયાર ઢોસા નું મિશ્રણ લઈ એને એક સરખું ગોળ ફેરવી ઢોસો બનાવવો ઉપર તેલ કે માખણ નાખો અને તૈયાર કરેલ મૈસુર ચટણી/ લાલ ચટણી એકસરખી લગાવો ઉપર તૈયાર બટાકા નો મસાલો મૂકી ક્રિસ્પી ઢોસો તૈયાર કરો આમ એક એક ઢોસા નેતૈયાર કરી નારિયળ ની ચટણી સાથે સર્વ કરો મૈસુર મસાલા ઢોસા

mysore masala dosa recipe in gujarati notes

  • મૈસુર ચટણી તૈયાર કરી તમે ફ્રીઝ માં અઠવાડિયા સુંધી ખાઈ શકો છો અને પાણી ના નાખો ને એમજ પીસીને પાઉડર તમે વીસ થી ત્રીસ દિવસ સુંધી સાચવી શકો છો ને જ્યારે ચટણી બનાવી હોય ત્યારેએમાં જરૂર મુજબ પાણી નાખી પીસી ને મૈસુર ચટણી તૈયાર કરી શકો છો
  • અહી મૈસુર મસાલા ઢોસા તમે સાંભાર પણ તૈયાર કરી સર્વ કરો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

દહીં તીખારી | dahi tikhari | tikhari | dahi tikhari recipe

મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati

gujarati dal recipe | ગુજરાતી દાળ બનાવવાની રીત | gujarati dal banavani rit

ખીચડો બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan no khichdo in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version