HomeLunch & Dinnerપાલક વટાણા નું શાક | Palak vatana nu shaak

પાલક વટાણા નું શાક | Palak vatana nu shaak

શિયાળા માં મસ્ત તાજી તાજી પાલક આવે છે અને લીલા વટાણા ની તો ભરમાર હોય છે તો બને ને મિક્સ કરી એક ખૂબ જ ટેસ્ટી પાલક વટાણા નું શાક બનાવતા આજ આપણે શીખીશું. તો ચાલો Palak vatana nu shaak શીખીએ.

Ingredients List

  • પાલક 500 ગ્રામ
  • લીલા વટાણા ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લસણ ની કણી સુધારેલ 2-3 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • બેસન 2 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • ઘી 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

પાલક વટાણા નું શાક બનાવવાની રેસીપી

પાલક વટાણા નું શાક બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરો બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને પાણી નિતારી ઝીણી ઝીણી સુધારી એક બાજુ મૂકો. અને ડુંગળી, ટમેટા અને લીલા મરચા ને પણ સુધારી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં એક થી દોઢ ચમચી સુધારેલ લસણ નાખી લસણ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લેવું.

લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા સુધારેલા નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા વટાણા નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં બેસન નાખી બેસન ને બે મિનિટ શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો.

ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાલક નાખી મિક્સ કરી શેકી લઈ ઢાંકી ને એક થી બે મિનિટ ચડાવી લેવી. બે મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને વઘારિયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં એક ચમચી લસણ સુધારેલ નાખી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે એમાં ચીલી ફ્લેક્સ  અને સફેદ તલ નાખી વઘાર ને તૈયાર કરેલ શાક માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે પાલક વટાણા નું શાક.

Recipe notes

  • જો તમે પાલક નો લીલો રંગ એમજ રહેવા દેવો હોય તો પાલક નાખ્યા પછી એને ઢાંકી ને ના ચડાવું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Palak vatana nu shaak banavani recipe

પાલક વટાણા નું શાક બનાવવાની રેસીપી - Palak vatana nu shaak banavani recipe

Palak vatana nu shaak banavani recipe

શિયાળા માં મસ્ત તાજી તાજી પાલક આવે છે અને લીલા વટાણાની તો ભરમાર હોય છે તો બને ને મિક્સ કરી એક ખૂબ જ ટેસ્ટી પાલક વટાણા નું શાક બનાવતાઆજ આપણે શીખીશું. તો ચાલો Palak vatana nu shaak શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients List

  • 500 ગ્રામ પાલક
  • ½ કપ લીલા વટાણા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી લસણ ની કણી સુધારેલ
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી બેસન
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ

Instructions

Palak vatana nu shaak banavani recipe

  • પાલક વટાણા નું શાક બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરો બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને પાણી નિતારી ઝીણી ઝીણી સુધારી એક બાજુ મૂકો. અને ડુંગળી, ટમેટા અને લીલા મરચા ને પણ સુધારી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં એક થી દોઢ ચમચી સુધારેલ લસણ નાખી લસણ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લેવું.
  • લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા સુધારેલા નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા વટાણા નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં બેસન નાખી બેસન ને બે મિનિટ શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો.
  • ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાલક નાખી મિક્સ કરી શેકી લઈ ઢાંકી ને એક થી બે મિનિટ ચડાવી લેવી. બે મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને વઘારિયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં એક ચમચી લસણ સુધારેલ નાખી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે એમાં ચીલી ફ્લેક્સ અને સફેદ તલ નાખી વઘાર ને તૈયાર કરેલ શાક માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે પાલક વટાણા નું શાક.

Recipe notes

  • જો તમે પાલક નો લીલો રંગ એમજ રહેવા દેવો હોય તો પાલક નાખ્યા પછી એને ઢાંકી ને ના ચડાવું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular