કેમ છો મિત્રો આપ બધા ને જય શ્રી કૃષ્ણ કુરકુરે નાના મોટા બધા ને પસંદ આવતા હોય છે અને બજારમાં અલગ અલગ પ્રકારના સ્વાદ વાળા કુરકુરે મળતા હોય છે જે નાના મોટા બધા ને પસંદ આવતા હોય છે પણ આપણે જ્યારે પણ ખાઈએ ત્યારે એક વિચાર ચોક્કસ આવતો હોય કે આ આપને ઘરે બનાવી શકતા હોઈએ તો કેવા સારા. તો આજ આપણે બધા ના એજ વિચારનો અંત લઈ આવ્યા છીએ અને ઘરે ખૂબ સરળ રીતે આપણે પાસ્તા માંથી આ કુરકુરે બનાવતા શીખીશું. જે બજાર ના કુરકુરે કરતા પણ ટેસ્ટી લાગશે. તો ચાલો પાસ્તા કુરકુરે બનાવવાની રીત શીખીએ.
પાસ્તા કુરકુરે બનાવવા જરૂરી સામગ્રી
- સ્પિરલ પાસ્તા 250 ગ્રામ
- મેંદા નો લોટ 3-4 ચમચી
- કોર્ન ફ્લોર 3-4 ચમચી
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
મસાલો બનાવવા માટેની સામગ્રી
- રોક સોલ્ટ 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- સંચળ ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- ચીઝ પાઉડર 1 ચમચી
- ટમેટા પાઉડર 1 ચમચી
Pasta Kurkure banavani rit
પાસ્તા કુરકુરે બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં રોક સોલ્ટ લ્યો , કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, શેકેલ જીરું પાઉડર, ટમેટા પાઉડર અને ચીઝ પાઉડર નાખી ઢાંકણ બંધ કરી એક વખત ફેરવી લ્યો અને બરોબર મિક્સ કરી એક બાજુ તૈયાર કરી ને રાખો તો તૈયાર છે મસાલો.
હવે ગેસ પર એક મોટી કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખી દયો ત્યાર બાદ એમાં સ્પિરલ પાસ્તા નાખી મિડીયમ તાપે આઠ દસ મિનિટ અથવા પાસ્તા ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
પાસ્તા બરોબર ચડી જાય એટલે ચારણી માં કાઢી લ્યો અને એના પર ઠંડુ પાણી નાખી ધોઇ લ્યો અને ઠંડા કરી લ્યો હવે બાફેલા પાસ્તા ને મોટી થાળી માં ફેલાવી ને ઠંડા કરવા મૂકી દયો. પાસ્તા ઠંડા થાય ત્યાં સુંધી એક વાટકા માં મેંદા નો લોટ, કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ઠંડા કરવા મૂકેલા પાસ્તા પર થોડું થોડું મેંદા કોર્ન ફ્લોર નું મિશ્રણ નાખતા જઈ પાસ્તા ને હલાવતા જઈ મેંદા અને કોર્ન ફ્લોર નું બરોબર કોટિંગ કરી લ્યો. બરોબર કોટિગ કરી લીધા બાદ પાસ્તા બરોબર સુકાઈ ગયા છે એ જોઈ લેવા.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં કોટીગ કરેલ પાસ્તા માંથી થોડા નાખો અને એક મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ચમચા થી હલાવી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ચારણી માં કાઢી લ્યો અને બીજા પાસ્તા તરવા માટે નાખો ચારણી વાળા પાસ્તા પર તરત તૈયાર કરેલ મસાલો છાંટો જેથી મસાલા નું બરોબર કોટીંગ થઈ જાય આમ બધા પાસ્તા ને ગોલ્ડન તરી ઉપર મસાલા છાંટતા જાઓ અને તૈયાર કરી લ્યો.
હવે બધા મસાલા પાસ્તા ને ઠંડા થવા દયો અને ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો પાસ્તા કુરકુરે.
Pasta Kurkure NOTES
- ઉપરથી છાંટવા ના મસાલા તમે તમારી પસંદ ના મિક્સ કરી ને નાખી શકો છો.
પાસ્તા કુરકુરે બનાવવાની રીત
Youtube પર Masala Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Pasta Kurkure recipe in gujarati
Pasta Kurkure banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
પાસ્તા કુરકુરે બનાવવા જરૂરીસામગ્રી
- 250 ગ્રામ સ્પિરલ પાસ્તા
- 3-4 ચમચી મેંદા નો લોટ
- 3-4 ચમચી કોર્ન ફ્લોર
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી રોક સોલ્ટ
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી સંચળ
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- 1 ચમચી ચીઝ પાઉડર
- 1 ચમચી ટમેટા પાઉડર
Instructions
Pasta Kurkure banavani rit
- પાસ્તા કુરકુરે બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં રોક સોલ્ટ લ્યો , કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, શેકેલ જીરું પાઉડર, ટમેટાપાઉડર અને ચીઝ પાઉડર નાખી ઢાંકણ બંધ કરી એક વખત ફેરવી લ્યો અને બરોબર મિક્સ કરી એકબાજુ તૈયાર કરી ને રાખો તો તૈયાર છે મસાલો.
- હવે ગેસ પર એક મોટી કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવામૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખી દયો ત્યાર બાદએમાં સ્પિરલ પાસ્તા નાખી મિડીયમ તાપે આઠ દસ મિનિટ અથવા પાસ્તા ચડી જાય ત્યાં સુંધીચડાવી લ્યો.
- પાસ્તા બરોબર ચડી જાય એટલે ચારણી માં કાઢી લ્યો અને એનાપર ઠંડુ પાણી નાખી ધોઇ લ્યો અને ઠંડા કરી લ્યો હવે બાફેલા પાસ્તા ને મોટી થાળી માંફેલાવી ને ઠંડા કરવા મૂકી દયો. પાસ્તા ઠંડા થાય ત્યાં સુંધી એક વાટકા માં મેંદા નો લોટ, કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ઠંડા કરવા મૂકેલા પાસ્તા પર થોડું થોડું મેંદા કોર્ન ફ્લોરનું મિશ્રણ નાખતા જઈ પાસ્તા ને હલાવતા જઈ મેંદા અને કોર્ન ફ્લોર નું બરોબર કોટિંગ કરીલ્યો. બરોબર કોટિગકરી લીધા બાદ પાસ્તા બરોબર સુકાઈ ગયા છે એ જોઈ લેવા.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાયએટલે એમાં કોટીગ કરેલ પાસ્તા માંથી થોડા નાખો અને એક મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદચમચા થી હલાવી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ચારણી માં કાઢી લ્યો અને બીજાપાસ્તા તરવા માટે નાખો ચારણી વાળા પાસ્તા પર તરત તૈયાર કરેલમસાલો છાંટો જેથી મસાલા નું બરોબર કોટીંગ થઈ જાય આમ બધા પાસ્તા ને ગોલ્ડન તરી ઉપર મસાલા છાંટતા જાઓ અને તૈયાર કરી લ્યો.
- હવે બધા મસાલા પાસ્તા ને ઠંડા થવા દયો અને ઠંડા થાય એટલેએર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો પાસ્તા કુરકુરે.
Pasta Kurkure NOTES
- ઉપરથી છાંટવા ના મસાલા તમે તમારી પસંદ ના મિક્સ કરી નેનાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
દૂધી ના અપ્પમ બનાવવાની રીત | Dudhi na appam banavani rit
સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવાની રીત | Sabudana bataka ni rings banavani rit
ભાખરવડી બનાવવાની રીત | gujarati bhakarwadi | bhakarwadi recipe gujarati