શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે બધા લોકો ના ઉપવાસ પણ ચાલુ થઈ જતા હોય છે. અને વ્રત માં ફરાળ માં શું ખાવાનું બનાવવું એનો વિચાર પણ બધા ના ઘરમાં થતો જ હોય છે . તો વ્રત માટેના સ્પેશિયલ ફરાળી Sabudana bataka na parotha – સાબુદાણા બટેકા ના પરોઠા ની રેસીપી બનાવતા શીખીશું.
INGREDIENTS
- સાબુદાણા – ½ કપ + 3 ચમચી
- પાણી ½ કપ
- બટાકા ( બાફેલા અને ખમણેલા ) – 1 કપ
- સેંધા નમક ( રોક મીઠું ) – સ્વાદ મુજબ
- શેકેલું જીરું – ½ ચમચી
- લીલા મરચાં સમારેલા – 1 નંગ
- શેકેલા સિંગદાણા ( થોડા ખાંડી લેવા ) – 3 ચમચી
- ધાણા સમારેલા મુઠ્ઠીભર ( ઓપ્શનલ )
- બટર પેપર 2 નંગ
- તેલ – હળવા ગ્રીસિંગ માટે
Sabudana bataka na parotha banavani rit
સાબુદાણા બટેકા ના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ 1 બાઉલ માં ½ કપ સાબુદાણા લેશું તેને સારી રીતે પાણી માં એક વખત ધોઈ લેશું અને ત્યાર બાદ સાબુદાણા માં ½ કપ જેટલું પાણી નાખી અને તેને 4 કલાક જેવું પલળવા દેશું. અને સાબુદાણા પલળે ત્યાં સુધી માં આપણે 2 નંગ જેવા બટેકા ને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને ત્યાર બાદ કુકર માં 2 બટેકા , થોડું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી અને બાફી લેશું. જેટલા સાબુદાણા તમે લ્યો છો એટલુજ પાણી નું માપ રાખવું.
હવે સાબુદાણા પલળી ગયા બાદ આપણે એક મોટો ત્રાંસ લેશું તેમાં પલાળેલા સાબુદાણા અને જે બટેકા બાફી ને રાખ્યા હતા તે બટેકા ને 1 કપ જેવા ખમણી લેશું અને એ બટેકા ને આપણે સાબુદાણા માં નાખી દેશું.
ત્યાર પછી તેમાં સ્વાદ મુજબ મીઠું , ચપટી શેકેલું જીરું , બારીક સમરેલા લીલા મરચા નાખીશું. ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં થોડા સાબુદાણા નાખી અને પીસી લેશું. હવે પીસી લીધા બાદ આપણે સાબુદાણા અને બટેકા વાળા મિક્ષ્ચર માં 2-3 ચમચી નાખી દેશું સાબુદાણા નો ભૂકો નાખવાથી પરેઠા માં સારું એવું બાઇન્ડિંગ આવી જશે.
હવે પેન માં આપણે થોડા 3 ચમચી જેવા સિંગદાણા લેશું અને તે સિંગદાણા ને આપણે થોડા સેકી લેશું અને ત્યાર બાદ તેને અધકચરા પીસી લેશું અને ત્રાંસ માં નાખી દેશું ત્યાર બાદ થોડા જીણા સમારેલાં લીલા ધાણા નાખી અને બધી વસ્તુ હાથે થી મિક્સ કરી અને આપણે પરેઠા માટે નો લોટ તૈયાર કરી લેશું.
ત્યાર બાદ લોટ તૈયાર થઈ ગયા પછી આપણે તેના નાના – નાના લૂઆ તૈયાર કરી અને એક બટર પેપર લેશું તેના પર થોડું તેલ નાખી અને સારી રીતે ફેલાવી દેશું અને તૈયાર કરેલ લૂઆ ને આપણે તે પેપર પર મૂકી અને હાથ વડે ધીમે ધીમે પ્રેસ કરી અને રોટલી ની જેમ ફેલાવી દેશું. જો હાથ માં લોટ ચોંટી જતો હોય તો હાથ માં થોડું તેલ લગાવી અને પ્રેસ કરવું જેથી રોટલી પ્રેસ કરવામાં તકલીફ ના પડે. સાઇડ ની કિનારી જો ફાટે તો સાઇડ ની કિનારી ને હાથ થી થોડું અંદર ની તરફ પ્રેસ કરવું જેથી તેની કિનારી બધી સરખી થઈ જશે.
હવે ખાસ ધ્યાન રાખવું કે આપણે જે પરેઠા હાથ વળે તૈયાર કરીએ છીએ તે પરોઠા ને આપણે બઉ પાતળા પણ નઈ કરીએ અને બઉ જાડા પણ નઈ કરીએ .
ત્યાર પછી પરેઠા કરી લીધા બાદ તેના પર થોડું તેલ નાખી અને સારી રીતે ફેલાવી દેશું. અને ગેસ પર એક નોનસ્ટિક પેન લેશું તેને સારી રીતે ગરમ કરી દેશું. પેન ગરમ થઈ જાય એટલે આપણે બટર પેપર ને ધીમેથી ઉપાડી અને પરેઠા ને તવી ઉપર નાખી દેશું. બટર પેપર છે એટલે આપણું પરેઠુ આરામથી તવી ઉપર નીકળી જશે અને ચોંટી જવાની બીક નઈ લાગે .
હવે તવી પર પરેઠું નાખી દીધા બાદ થોડું તેલ પરોઠા ઉપર અને થોડું સાઇડ પર નાખી અને એક બાજુ ચડવા દેશું. એક બાજુ ચળી ગયા બાદ બીજી બાજુ તવીથા ની મદદ થી પરેઠા ને ફેરવી લેશું અને બીજી બાજુ પણ ચળવા દેશું બને બાજુ સારી રીતે ચળી ગયા બાદ તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લેશું.
તો તૈયાર છે આપણું સાબુદાણા અને બટેકા ના ફરાળી પરેઠા જેને તમે દહીં કે પછી રાયતા સાથે સર્વ કરી સકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સાબુદાણા બટેકા ના પરોઠા બનાવવાની રીત

Sabudana bataka na parotha banavani rit
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 બટર પેપર
- 1 ત્રાસ
- 1 બાઉલ
- 1 નોન સ્ટીકપેન
Ingredients
- 3 ચમચી સાબુદાણા – ½ કપ
- ½ કપ પાણી
- 1 કપ બટાકા બાફેલા અને ખમણેલા
- સેંધા નમક રોક મીઠું – સ્વાદ મુજબ
- ½ ચમચી શેકેલું જીરું
- 1 નંગ લીલા મરચાં સમારેલા
- 3 ચમચી શેકેલા સિંગદાણા થોડા ખાંડી લેવા
- ધાણા સમારેલા મુઠ્ઠીભર ઓપ્શનલ
- 2 નંગ બટર પેપર
- તેલ – હળવા ગ્રીસિંગ માટે
Instructions
Sabudana bataka na parotha banavani rit
- સાબુદાણા બટેકા ના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ 1 બાઉલ માં ½ કપ સાબુદાણા લેશું તેને સારી રીતે પાણી માં એક વખત ધોઈ લેશું અને ત્યાર બાદ સાબુદાણા માં ½ કપ જેટલું પાણી નાખી અને તેને 4 કલાક જેવું પલળવા દેશું. અને સાબુદાણા પલળે ત્યાં સુધી માં આપણે 2 નંગ જેવા બટેકા ને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને ત્યાર બાદ કુકર માં 2 બટેકા , થોડું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી અને બાફી લેશું. જેટલા સાબુદાણા તમે લ્યો છો એટલુજ પાણી નું માપ રાખવું.
- હવે સાબુદાણા પલળી ગયા બાદ આપણે એક મોટો ત્રાંસ લેશું તેમાં પલાળેલા સાબુદાણા અને જે બટેકા બાફી ને રાખ્યા હતા તે બટેકા ને 1 કપ જેવા ખમણી લેશું અને એ બટેકા ને આપણે સાબુદાણા માં નાખી દેશું.
- ત્યાર પછી તેમાં સ્વાદ મુજબ મીઠું , ચપટી શેકેલું જીરું , બારીક સમરેલા લીલા મરચા નાખીશું. ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં થોડા સાબુદાણા નાખી અને પીસી લેશું. હવે પીસી લીધા બાદ આપણે સાબુદાણા અને બટેકા વાળા મિક્ષ્ચર માં 2-3 ચમચી નાખી દેશું સાબુદાણા નો ભૂકો નાખવાથી પરેઠા માં સારું એવું બાઇન્ડિંગ આવી જશે.
- હવે પેન માં આપણે થોડા 3 ચમચી જેવા સિંગદાણા લેશું અને તે સિંગદાણા ને આપણે થોડા સેકી લેશું અને ત્યાર બાદ તેને અધકચરા પીસી લેશું અને ત્રાંસ માં નાખી દેશું ત્યાર બાદ થોડા જીણા સમારેલાં લીલા ધાણા નાખી અને બધી વસ્તુ હાથે થી મિક્સ કરી અને આપણે પરેઠા માટે નો લોટ તૈયાર કરી લેશું.
- ત્યાર બાદ લોટ તૈયાર થઈ ગયા પછી આપણે તેના નાના – નાના લૂઆ તૈયાર કરી અને એક બટર પેપર લેશું તેના પર થોડું તેલ નાખી અને સારી રીતે ફેલાવી દેશું અને તૈયાર કરેલ લૂઆ ને આપણે તે પેપર પર મૂકી અને હાથ વડે ધીમે ધીમે પ્રેસ કરી અને રોટલી ની જેમ ફેલાવી દેશું. જો હાથ માં લોટ ચોંટી જતો હોય તો હાથ માં થોડું તેલ લગાવી અને પ્રેસ કરવું જેથી રોટલી પ્રેસ કરવામાં તકલીફ ના પડે. સાઇડ ની કિનારી જો ફાટે તો સાઇડ ની કિનારી ને હાથ થી થોડું અંદર ની તરફ પ્રેસ કરવું જેથી તેની કિનારી બધી સરખી થઈ જશે.
- હવે ખાસ ધ્યાન રાખવું કે આપણે જે પરેઠા હાથ વળે તૈયાર કરીએ છીએ તે પરોઠા ને આપણે બઉ પાતળા પણ નઈ કરીએ અને બઉ જાડા પણ નઈ કરીએ .
- ત્યાર પછી પરેઠા કરી લીધા બાદ તેના પર થોડું તેલ નાખી અને સારી રીતે ફેલાવી દેશું. અને ગેસ પર એક નોનસ્ટિક પેન લેશું તેને સારી રીતે ગરમ કરી દેશું. પેન ગરમ થઈ જાય એટલે આપણે બટર પેપર ને ધીમેથી ઉપાડી અને પરેઠા ને તવી ઉપર નાખી દેશું. બટર પેપર છે એટલે આપણું પરેઠુ આરામથી તવી ઉપર નીકળી જશે અને ચોંટી જવાની બીક નઈ લાગે .
- હવે તવી પર પરેઠું નાખી દીધા બાદ થોડું તેલ પરોઠા ઉપર અને થોડું સાઇડ પર નાખી અને એક બાજુ ચડવા દેશું. એક બાજુ ચળી ગયા બાદ બીજી બાજુ તવીથા ની મદદ થી પરેઠા ને ફેરવી લેશું અને બીજી બાજુ પણ ચળવા દેશું બને બાજુ સારી રીતે ચળી ગયા બાદ તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લેશું.
- તો તૈયાર છે આપણું સાબુદાણા અને બટેકા ના ફરાળી પરેઠા જેને તમે દહીં કે પછી રાયતા સાથે સર્વ કરી સકો છો.
Notes
- જો તમને સિંગદાણા ના પસંદ હોય તો તમે આમાં શેકેલા કાજુ / બદામ પણ નાખી સકો છો.
- જો તમને લાગે કે પરેઠા તૂટી જાય છે તો તમે એ ટાઈમ પર શિંગોડા નો લોટ કે પછી રાજગરા નો લોટ નાખી ને ફરીથી લોટ ને મિક્સ કરી સકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Chili oil banavani rit | ચિલી ઓઈલ બનાવવાની રીત
Methi palak pakoda ane besan kadhi | મેથી પાલક પકોડા અને બેસન કઢી
Galka na bhajiya | ગલકા ના ભજીયા બનાવવાની રીત
Bhrela bhinda nu shaak recipe | ભરેલા ભીંડા નું શાક ની રેસીપી
