મિત્રો આજે આપણે સાબુદાણા ની એકદમ ઇન્સ્ટન્ટ ખાઈ શકાય એવી ફરાળી ઈડલી બનાવીશું. હા ઇન્સ્ટન્ટ એટલા માટે કે એમાં આપણે સાબુદાણા ને કલાકો પલળવા ની જરૂર નથી બસ થોડીક જ મિનિટો માં સાબુદાણા પલાડી અને આ વ્રત માટેની Sabudana ni farali idli – સાબુદાણા ની ફરાળી ઈડલી આપણે આજે ઝટપટ બનાવતા શીખીશું.
સાબુદાણા ઈડલી માટેની સામગ્રી :-
- મીઠું સ્વાદ મુજબ
- સાબુદાણા ½ કપ
- સાંઉ ½ કપ
- મોળું દહીં ½ કપ
- પાણી ½ કપ
- ઇનો ½ ચમચી
ચટણી માટેની સામગ્રી :-
- લીલા ધાણા જરૂર મુજબ / મુઠીભર
- નારિયેળ ½ કપ
- તલ 1 ચમચી
- તીખું લીલું મરચું / 2-3 નંગ
- મીઠું સ્વાદ મુજબ
- ઘી 1 ચમચી
Sabudana ni farali idli banavani recipe
સાબુદાણા ની ફરાળી ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં આપણે ½ સાબુદાણા લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને ત્યાર બાદ ધોયેલા સાબુદાણા માં આપણે ½ કપ ગરમ પાણી નાખી અને સાબુદાણા આપણે ઢાંકી અને 10 મિનિટ માટે પલળવા દેશું. જેથી આપણા સાબુદાણા સારી રીતે પલળી જશે અને સોફ્ટ પણ થઈ જશે.
ત્યાર બાદ આપણે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં ½ કપ સાઉં નાખી અને એકદમ સારી રીતે પીસી અને પાવડર તૈયાર કરી લેશું. સાઉં પીસી લીધા બાદ આપણે 1 મોટો બાઉલ લેશું તે બાઉલ માં પલાળેલા સાબુદાણા અને પીસી ને રાખેલું સાંઉ નાખી અને સારી રીતે મિક્સ કરી દેશું ત્યાર બાદ તેમાં ½ કપ મોળું દહીં , પાણી ½ કપ નાખી ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે આપણે ઈડલી ના બેટર ને રેસ્ટ કરવા મૂકી દેશું.
હવે આપણે ઈડલી માં ખાવા માટેની ચટણી બનાવીશું તેના માટે એક મિક્ષ્ચર જાર માં આપણે લીલા ધાણા નાખીશું મુઠીભર , નારિયેળ ½ કપ , 2 લીલા મરચા તીખા , સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી અને એક બાઉલ માં કાઢી લેશું. ત્યાર બાદ ગેસ પર એક વઘારીયા માં થોડું ઘી નાખી ને ગરમ થવા દેશું ઘી ગરમ થાય એટલે તેમાં ½ ચમચી સફેદ તલ , મીઠા લીંબડા ના પાંદ અને લીલું મરચું નાખી સેકી લેશું. ચટણી માટેનો વઘાર તૈયાર છે જેને ચટણી પર નાખી દેશું.
ત્યાર પછી ઈડલી નું બેટર જે પલળવા મૂક્યું હતું તે બેટર માં સ્વાદ મુજબ મીઠું નાખી ફરીથી મિક્સ કરી લેશું. અને ત્યાર બાદ તેમાં ½ ચમચી ઇનો નાખી અને ફરીથી બેટર ને મિક્સ કરી લેશું. અને ઈડલી સ્ટેન્ડ લઈ અને તેના પર થોડું તેલ ગ્રીસ કરી દેશું તેલ ગ્રીસ થઈ ગયા બાદ આપણે ઈડલી ના મોલ્ડ માં આ બેટર ને થોડું થોડું નાખીશું જો બેટર વધારે નાખીશું તો આપણી ઈડલી બધી ફૂલી ને બારે આવશે માટે બેટર ને બઉ વધારે નઈ ભરીએ.
ત્યાર બાદ ગેસ પર સ્ટીમર માં 2 કપ પાણી નાખી અને પાણી ને થોડુંજ ગરમ કરીશું ધ્યાન રાખવું કે પાણી ને આપણે ઈયા વધારે ઉકાળવાનું નથી ત્યાર બાદ ઈડલી ના સ્ટેન્ડ ને સ્ટીમર માં નાખી ઢાંકણ બંધ કરી અને 10 મિનિટ માટે મિડયમ તાપે આપણે ઈડલી ને ચળવા દેશું .
હવે 10 મિનિટ બાદ ઢાંકણ ખોલી ઈડલી ને થોડી ઠંડી થવા દેશું ઠંડી થઈ ગયા બાદ ચાકુ ની મદદ થી બધી ઈડલી ને કાઢી લેશું.
તો તૈયાર છે આપણી વ્રત માટેની સુપર સોફ્ટ ફરાળી ઈડલી જેને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સાબુદાણા ની ફરાળી ઈડલી બનાવવાની રેસીપી

Sabudana ni farali idli banavani recipe
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 બાઉલ
Ingredients
ઈડલી માટેની સામગ્રી :-
- ½ કપ સાબુદાણા
- ½ કપ સાંઉ
- મીઠું સ્વાદ મુજબ
- ½ કપ મોળું દહીં
- ½ કપ પાણી
- ½ ચમચી ઇનો
ચટણી માટેની સામગ્રી :-
- લીલા ધાણા જરૂર મુજબ / મુઠીભર
- ½ કપ નારિયેળ
- 1 ચમચી તલ
- તીખું લીલું મરચું / 2-3 નંગ
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી ઘી
Instructions
Sabudana ni farali idli banavani recipe
- સાબુદાણા ની ફરાળી ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં આપણે ½ સાબુદાણા લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને ત્યાર બાદ ધોયેલા સાબુદાણા માં આપણે ½ કપ ગરમ પાણી નાખી અને સાબુદાણા આપણે ઢાંકી અને 10 મિનિટ માટે પલળવા દેશું. જેથી આપણા સાબુદાણા સારી રીતે પલળી જશે અને સોફ્ટ પણ થઈ જશે.
- ત્યાર બાદ આપણે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં ½ કપ સાઉં નાખી અને એકદમ સારી રીતે પીસી અને પાવડર તૈયાર કરી લેશું. સાઉં પીસી લીધા બાદ આપણે 1 મોટો બાઉલ લેશું તે બાઉલ માં પલાળેલા સાબુદાણા અને પીસી ને રાખેલું સાંઉ નાખી અને સારી રીતે મિક્સ કરી દેશું ત્યાર બાદ તેમાં ½ કપ મોળું દહીં , પાણી ½ કપ નાખી ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે આપણે ઈડલી ના બેટર ને રેસ્ટ કરવા મૂકી દેશું.
- હવે આપણે ઈડલી માં ખાવા માટેની ચટણી બનાવીશું તેના માટે એક મિક્ષ્ચર જાર માં આપણે લીલા ધાણા નાખીશું મુઠીભર , નારિયેળ ½ કપ , 2 લીલા મરચા તીખા , સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી અને એક બાઉલ માં કાઢી લેશું. ત્યાર બાદ ગેસ પર એક વઘારીયા માં થોડું ઘી નાખી ને ગરમ થવા દેશું ઘી ગરમ થાય એટલે તેમાં ½ ચમચી સફેદ તલ , મીઠા લીંબડા ના પાંદ અને લીલું મરચું નાખી સેકી લેશું. ચટણી માટેનો વઘાર તૈયાર છે જેને ચટણી પર નાખી દેશું.
- ત્યાર પછી ઈડલી નું બેટર જે પલળવા મૂક્યું હતું તે બેટર માં સ્વાદ મુજબ મીઠું નાખી ફરીથી મિક્સ કરી લેશું. અને ત્યાર બાદ તેમાં ½ ચમચી ઇનો નાખી અને ફરીથી બેટર ને મિક્સ કરી લેશું. અને ઈડલી સ્ટેન્ડ લઈ અને તેના પર થોડું તેલ ગ્રીસ કરી દેશું તેલ ગ્રીસ થઈ ગયા બાદ આપણે ઈડલી ના મોલ્ડ માં આ બેટર ને થોડું થોડું નાખીશું જો બેટર વધારે નાખીશું તો આપણી ઈડલી બધી ફૂલી ને બારે આવશે માટે બેટર ને બઉ વધારે નઈ ભરીએ.
- ત્યાર બાદ ગેસ પર સ્ટીમર માં 2 કપ પાણી નાખી અને પાણી ને થોડુંજ ગરમ કરીશું ધ્યાન રાખવું કે પાણી ને આપણે ઈયા વધારે ઉકાળવાનું નથી ત્યાર બાદ ઈડલી ના સ્ટેન્ડ ને સ્ટીમર માં નાખી ઢાંકણ બંધ કરી અને 10 મિનિટ માટે મિડયમ તાપે આપણે ઈડલી ને ચળવા દેશું .
- હવે 10 મિનિટ બાદ ઢાંકણ ખોલી ઈડલી ને થોડી ઠંડી થવા દેશું ઠંડી થઈ ગયા બાદ ચાકુ ની મદદ થી બધી ઈડલી ને કાઢી લેશું.
- તો તૈયાર છે આપણી વ્રત માટેની સુપર સોફ્ટ ફરાળી ઈડલી જેને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરીશું.
Notes
- જો તમને ચટણી માં નારિયેળ ના લેવું હોય તો તમે સિંગદાણા નો પણ ઉપયોગ કરી શકો છો.
- જો તમને લાગે કે બેટર ઢીલું થઈ ગયું છે તો તમે તેમાં થોડો સાઉં પીસી ને નાખી શકો છો જેથી બેટર ઘાટું થઈ જશે. અને જો તમને લાગે કે બેટર થોડું ઘાટું છે તો તેમાં થોડું પાણી નાખી સકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Sabudana bataka na parotha banavani rit | સાબુદાણા બટેકા ના પરોઠા બનાવવાની રીત
Farali lot banavani recipe | ફરાળી લોટ બનાવવાની રેસીપી
Sindhi Koki banavani rit | સિંધી કોકી બનાવવાની રીત
