જ્યારે પણ બહાર હોટલ માં કે રેસ્ટોરન્ટ માં આપણે જમવા જઈએ ત્યારે અલગ અલગ પ્રકારના તંદુરી ટીકા મસાલા આપણે ખાસ મંગાવતા હોઈએ છીએ કેમકે આપણે એમ લાગે છે કે ઘરે આપણા થી આ નહિ બની શકે એટલે બહાર જઈએ ત્યાર ચોક્કસ ઓર્ડર કરતા હોઈએ છીએ પણ હવે બહાર કરતા પણ ટેસ્ટી અને સસ્તા તંદુર ટીકા મસાલા ઘરે ખૂબ સરળ રીતે બનાવી તૈયાર કરી શકો છો તો ચાલો બ્રોકલી મલાઈ ટીકા Broccoli Malai Tikka banavani rit શીખીએ.
જરૂરી સામગ્રી
- બ્રોકલી 500 -700 ગ્રામ
- તિગાડેલું દહીં ½ કપ
- મલાઈ 2-3 ચમચી
- પલળેલા કાજુ 10-150 ની પેસ્ટ
- પ્રોસેસ ચીઝ 2 ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- એલચી પાઉડર ⅛ ચમચી
- સંચળ ½ ચમચી
- શેકેલ બેસન 2-3 ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- બરેલ કોલસો 1
- ઘી ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
- ઠંડુ બરફ વાળું પાણી જરૂર મુજબ
બ્રોકલી મલાઈ ટીકા ની રેસીપી
બ્રોકલી મલાઈ ટીકા બનાવવા સૌપ્રથમ બ્રોકલી ને દાડી થી અલગ કરી મિડીયમ સાઇઝ ના ફૂલો ને અલગ અલગ કરી કટકા કરી લ્યો હવે ગેસ પર એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી માં મીઠું અને ખાંડ નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં બ્રોકલી ના કટકા નાખો અને બ્રોકલી ને પાંચ મિનિટ ગરમ પાણી માં બાફી લ્યો.
બાફેલા બ્રોકલી ને ગરમ પાણી માંથી કાઢી તરત બરફ વાળા ઠંડા પાણી માં નાખી ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ સાફ કપડા પર ફેલાવી કોરી કરી લ્યો અને એક બાજુ મૂકો.
હવે એક વાસણમાં તિગાડેલું દહીં, મલાઈ, પલળેલા કાજુ, પ્રોસેસ ચીઝ, ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, એલચી પાઉડર, સંચળ, શેકેલ બેસન અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં બાફી રાખેલ બ્રોકલી નાખો અને હલકા હાથે બરોબર મિક્સ કરી મિશ્રણ ને બ્રોકલી પર કોટીગ કરી નાખો.
ત્યારબાદ એમાં એક વાટકા માં બેરલ કોલસો મૂકી એના પર ઘી નાખી ઢાંકણ ઢાંકી દસ મિનિટ એમજ રહેવા દયો. દસ મિનિટ પછી ઢાંકણ ખોલી એક એક બ્રોકલી ને બટર પેપર પર અથવા પ્લેટ માં મૂકી એર ફાયર કે ઓવન માં ગોલ્ડન થાય ત્યાં સુધી પાંચ મિનિટ 180 ડિગ્રી પર બેક કરી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બેક કરી લ્યો.
અથવા કડાઈ ને ગરમ કરી એમાં પ્લેટ / કાણા વાળી પ્લેટ મૂકી પ્લેટ માં બ્રોકલી મૂકી ઢાંકી ને એક બાજુ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લ્યો. આમ બ્રોકલી ને શેકી ને તૈયાર કરી લ્યો અને મસાલા ડુંગળી અને ચટણી સાથે સર્વ કરો બ્રોકલી મલાઈ ટીકા.
Malai Tikka recipe notes
- શેકેલ બેસન ની જગ્યાએ પીસેલી દાળિયા દાળ પણ વાપરી શકો છો.
- તમે નોન સ્ટીક પર પણ શેકી ને તૈયાર કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Broccoli Malai Tikka banavani rit
Broccoli Malai Tikka banavani rit
Equipment
- 1 એર ફાયર / કડાઈ/ ઓવેન્
Ingredients
જરૂરી સામગ્રી
- 500 -700 ગ્રામ બ્રોકલી
- ½ કપ તિગાડેલું દહીં
- 2-3 ચમચી મલાઈ
- 10-15 પલળેલા કાજુ ની પેસ્ટ
- 2 ચમચી પ્રોસેસ ચીઝ
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ⅛ ચમચી એલચી પાઉડર
- ½ ચમચી સંચળ
- 2-3 ચમચી શેકેલ બેસન
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- 1 બરેલ કોલસો
- ¼ ચમચી ઘી
- પાણી જરૂર મુજબ
- ઠંડુ બરફ વાળું પાણી જરૂર મુજબ
Instructions
Broccoli Malai Tikka banavani rit
- બ્રોકલી મલાઈ ટીકા બનાવવા સૌપ્રથમ બ્રોકલી ને દાડી થી અલગ કરી મિડીયમ સાઇઝ ના ફૂલો ને અલગ અલગ કરી કટકા કરી લ્યો હવે ગેસ પર એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી માં મીઠું અને ખાંડ નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં બ્રોકલી ના કટકા નાખો અને બ્રોકલી ને પાંચ મિનિટ ગરમ પાણી માં બાફી લ્યો.
- બાફેલા બ્રોકલી ને ગરમ પાણી માંથી કાઢી તરત બરફ વાળા ઠંડા પાણી માં નાખી ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ સાફ કપડા પર ફેલાવી કોરી કરી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે એક વાસણમાં તિગાડેલું દહીં, મલાઈ, પલળેલા કાજુ, પ્રોસેસ ચીઝ, ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, એલચી પાઉડર, સંચળ, શેકેલ બેસન અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં બાફી રાખેલ બ્રોકલી નાખો અને હલકા હાથે બરોબર મિક્સ કરી મિશ્રણ ને બ્રોકલી પર કોટીગ કરી નાખો.
- ત્યારબાદ એમાં એક વાટકા માં બેરલ કોલસો મૂકી એના પર ઘી નાખી ઢાંકણ ઢાંકી દસ મિનિટ એમજ રહેવા દયો. દસ મિનિટ પછી ઢાંકણ ખોલી એક એક બ્રોકલી ને બટર પેપર પર અથવા પ્લેટ માં મૂકી એર ફાયર કે ઓવન માં ગોલ્ડન થાય ત્યાં સુધી પાંચ મિનિટ 180 ડિગ્રી પર બેક કરી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બેક કરી લ્યો.
- અથવા કડાઈ ને ગરમ કરી એમાં પ્લેટ / કાણા વાળી પ્લેટ મૂકી પ્લેટ માં બ્રોકલી મૂકી ઢાંકી ને એક બાજુ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લ્યો. આમ બ્રોકલી ને શેકી ને તૈયાર કરી લ્યો અને મસાલા ડુંગળી અને ચટણી સાથે સર્વ કરો બ્રોકલી મલાઈ ટીકા.
Malai Tikka recipe notes
- શેકેલ બેસન ની જગ્યાએ પીસેલી દાળિયા દાળ પણ વાપરી શકો છો.
- તમે નોન સ્ટીક પર પણ શેકી ને તૈયાર કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Pauva masala vada recipe | પૌવા મસાલા વડા ની રેસીપી
વેજીટેબલ ઉપમા બનાવવાની રીત | vegetable upma banavani rit