HomeLunch & DinnerAloo besan nu shaak banavani rit | આલું બેસન નું શાક બનાવવાની...

Aloo besan nu shaak banavani rit | આલું બેસન નું શાક બનાવવાની રીત

એક અલગ સ્વાદ સાથે આ શાક તૈયાર થાય છે. બનાવવામાં ખુબ સરળ છે અને ખુબ ઓછી ઘરની સામગ્રી માંથી તૈયાર થાય છે જેને રોટલી, પરોઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો. આ Aloo besan nu shaak – આલું બેસન નું શાક બનાવી તમે ટીફીન કે પ્રવાસમાં પણ લઇ જઈ શકો છો.   

INGREDIENTS

  • બટાકા 4-5
  • સરસો તેલ / તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 7-8
  • હળદર ½ ચમચી
  • લાલ મરચા નો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • સુકા લાલ મરચા 1-2
  • સિંગ દાણા 2 ચમચી
  • કાળા મરી ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી 
  • બેસન 3-4 ચમચી
  • લીલા મરચા 2-3 સુધારેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી

Aloo besan nu shaak banavani rit

આલું બેસન નું શાક બનાવવા સૌથી પહેલા બટાકા ને છોલી સાફ કરી મીડીયમ સીજ ના કાપી કટકા કરી પાણીમાં મુકો. હવે ગેસ પર કડાઈમાં સરસો તેલ / તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ નાખો સાથે હિંગ નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ કોરા કરી બટાકાના કટકા નાખો અને મિક્સ કરી ફૂલ તાપે શેકો. બટાકા ને બે મિનીટ શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. ચાર મિનીટ પછી એમાં લીલા મરચા સુધારેલ, હળદર અને લાલ મરચા નો પાઉડર  નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી ઢાંકી ચડાવી લ્યો.

બટાકા ચડે ત્યાં સુંધી મિક્ક્ષર જાર માં  ધાણા જીરું પાઉડર, સુકા લાલ મરચા, મરી, બેસન, સિંગ દાણા,  નાખી પીસી પાઉડર બનાવી તૈયાર કરી લ્યો અને એક બાજુ મુકો.

હવે બટાકા ચડી ગયા હશે એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી ધીમા તાપે બેસન ને હલાવતા રહી ને શેકો.બેસન ની કચાસ દુર થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. બેસન બરોબર ચડી જાય એટલે એમાં આમચૂર નાખી મિક્સ કરી લીલા ધાણા નાખી ગેસ બંધ કરી લ્યો અને ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે આલું બેસન નું શાક.

બેસન ની કચાસ ના રહે એનું ખાસ ધ્યાન રાખવું. જો બેસન કાચો રહી જશે તો શાક નો સ્વાદ બગડી જાય છે. તમે બેસન ને પહેલેથી અલગ કડાઈમાં શેકી ને પણ વાપરી શકો છો. જેથી એની કચાસ રહી જવાની બીક ના રહે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

આલું બેસન નું શાક બનાવવાની રીત

Aloo besan nu shaak - આલું બેસન નું શાક

Aloo besan nu shaak banavani rit

એક અલગ સ્વાદ સાથે આ શાક તૈયાર થાય છે. બનાવવામાં ખુબ સરળ છે અનેખુબ ઓછી ઘરની સામગ્રી માંથી તૈયાર થાય છે જેને રોટલી, પરોઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો. આ Aloo besan nu shaak – આલું બેસન નું શાક બનાવીતમે ટીફીન કે પ્રવાસમાં પણ લઇ જઈ શકો છો.   
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્ક્ષર

Ingredients

  • 4-5 બટાકા
  • 3-4 ચમચી સરસો તેલ / તેલ
  • 1 ચમચી રાઈ
  • 7-8 મીઠા લીમડા ના પાંદ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1-2 સુકા લાલ મરચા
  • 2 ચમચી સિંગ દાણા
  • ½ ચમચી કાળા મરી
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 3-4 ચમચી બેસન
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ

Instructions

Aloo besan nu shaak banavani rit

  • આલું બેસન નું શાક બનાવવા સૌથી પહેલા બટાકા ને છોલી સાફ કરી મીડીયમ સીજ ના કાપી કટકા કરી પાણીમાં મુકો. હવે ગેસ પર કડાઈમાં સરસો તેલ / તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ નાખો સાથે હિંગ નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ કોરા કરી બટાકાના કટકા નાખો અને મિક્સ કરી ફૂલ તાપે શેકો. બટાકા ને બે મિનીટ શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. ચાર મિનીટ પછી એમાં લીલા મરચા સુધારેલ, હળદર અને લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી ઢાંકી ચડાવી લ્યો.
  • બટાકા ચડે ત્યાં સુંધી મિક્ક્ષર જાર માં ધાણા જીરું પાઉડર, સુકા લાલ મરચા, મરી, બેસન, સિંગ દાણા, નાખી પીસી પાઉડર બનાવી તૈયાર કરી લ્યો અને એક બાજુ મુકો.
  • હવે બટાકા ચડી ગયા હશે એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી ધીમા તાપે બેસન ને હલાવતા રહી ને શેકો.બેસન ની કચાસ દુર થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. બેસન બરોબર ચડી જાય એટલે એમાં આમચૂર નાખી મિક્સ કરી લીલા ધાણા નાખી ગેસ બંધ કરી લ્યો અને ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે આલું બેસન નું શાક.

Notes

  • બેસન ની કચાસ ના રહે એનું ખાસ ધ્યાન રાખવું. જો બેસન કાચો રહી જશે તો શાક નો સ્વાદ બગડી જાય છે. તમે બેસન ને પહેલેથી અલગ કડાઈમાં શેકી ને પણ વાપરી શકો છો. જેથી એની કચાસ રહી જવાની બીક ના રહે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular