આજ આપણે Kala Jamun – કાળા જાંબુ બનાવવાની રીત શીખીશું. જે એકદમ સરળ છે અને એમાં જણાવેલા માપ પ્રમાણે બનાવશો તો જાંબુ બજાર જેવા જ બની ને તૈયાર થશે. બજાર માંથી તો આપણે ઘણી વખત લેતા હોઈએ છીએ આજ આપણે ઘર બનાવતા શીખીશું. જે બનાવી ને મેં ફ્રીજ માં લાંબા સમય સુંધી રાખી શકો છો અને મજા લઇ શકો છો.
INGREDIENTS
- જાંબુ બનાવવા માટેની સામગ્રી
- મોરો માવો 250 ગ્રામ
- પનીર 60 ગ્રામ
- મેંદા નો લોટ 2-3 ચમચી
- પીસેલી ખાંડ 1-2 ચમચી
- બેકિંગ પાઉડર ¼ ચમચી
- પીસ્તા જરૂર મુજબ
- ઘી / તેલ તરવા માટે
ચાસણી માટેની સામગ્રી
- ખાંડ 4 કપ
- પાણી 3 કપ
- ગુલાબ જળ 1 ચમચી
- કેસર ના તાંતણા 10-15 નંગ
Kala Jamun banavani rit
કાળા જાંબુ બનાવવા સૌથી પહેલા આપણે ચાસણી બનાવી લેશું જેના માટે એક વાસણમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ વાસણ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ખાંડ ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં ગુલાબ જળ અને કેસર ના તાંતણા નાખી ચાસણી થોડી ચિકાસ પડતી થાય ત્ય સુંધી ઉકાળી લ્યો.ચાસણી ચીકાસ પડતી થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચાસણી ને એક બાજુ મુકો.
હવે કથરોટ માં મોર માવા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ માવા ને હથેળી વડે મસળી ને સ્મૂથ કરી લ્યો માવો ને બે ત્રણ વખત મસળી સ્મૂથ કરી લ્યો અને એક બાજુ મુક. ત્યાર બાદ પનીર ને પણ છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એને પણ હાથ ની હથેળી વડે મસળી ને સ્મૂથ કરી લ્યો.
હવે સ્મૂથ કરેલ માવો અને સ્મૂથ કરેલ પનીર બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મેંદા નો લોટ અને પીસેલી ખાંડ બેકિંગ પાઉડર નાખી બધી સામગ્રી ને હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ બરોબર ઢાંકી ને દસ મિનીટ માટે એક બાજુ મુકો.
હવે ગેસ પર એક જાડા તરિયા વાળી કડાઈમાં ઘી / તેલ ધીમા તાપે ગરમ કરવા મુકો. ઘી / તેલ ગરમ થાય ત્યાં સુંધી માવા ના મિશ્રણ માંથી જે સીજ ના જાંબુ બનાવવા હોય એ સીજ ના એક સરખા ભાગ કરી લ્યો અને ત્યાર બાદ દરેક ભાગ ને બને હથેળી માં ફેરવી ફેરવી ગોળ આકાર આપી દયો.
આમ બધા જ ગોળા બનાવી લ્યો હવે ઘી /તેલ નવશેકા થી થોડું વધારે ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ જાંબુ નાખી ને ચમચા થી તેલ કે ઘી ને ધીરે ધીરે હલાવતા રહો જાંબુ નો રંગ થોડો ગોલ્ડન થાય એટલે ચમચા ને મૂકી ઝારા ની મદદથી ગોળ ગોળ ફેરવી ને મીડીયમ થી ઓછા તાપે જાંબુ નો રંગ કાળો થાય ત્યાં સુંધી તારી લ્યો.
જાંબુ નો રંગ કાળો થાય એટલે ઝારા થી કાઢી જાંબુ ને નવશેકી ચાસણી માં નાખી દયો. આમ બધા જ જાંબુ ને તરી ને ચાસણીમાં નાખી ને બે ત્રણ કલાક મૂકી રાખો. ત્રણ કલાક પછી જાંબુ ને કાઢી લ્યો અને ત્યાર બાદ એના પર પીસ્તા ની કતરણ છાંટી દયો. તો તૈયાર છે કાળાજાંબુ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કાળા જાંબુ બનાવવાની રીત

Kala Jamun banavani rit
Equipment
- 1 જાડાતરીયા વાળી કડાઈ
- 1 કથરોટ
Ingredients
જાંબુ બનાવવા માટેની સામગ્રી
- 250 ગ્રામ મોરો માવો
- 60 ગ્રામ પનીર
- 2-3 ચમચી મેંદા નો લોટ
- 1-2 ચમચી પીસેલી ખાંડ
- ¼ ચમચી બેકિંગ પાઉડર
- પીસ્તા જરૂર મુજબ
- ઘી / તેલ તરવા માટે
ચાસણી માટેની સામગ્રી
- 4 કપ ખાંડ
- 3 કપ પાણી
- 1 ચમચી ગુલાબ જળ
- 10-15 નંગ કેસર ના તાંતણા
Instructions
Kala Jamun banavani rit
- કાળા જાંબુ બનાવવા સૌથી પહેલા આપણે ચાસણી બનાવી લેશું જેના માટે એક વાસણમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ વાસણ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ખાંડ ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં ગુલાબ જળ અને કેસર ના તાંતણા નાખી ચાસણી થોડી ચિકાસ પડતી થાય ત્ય સુંધી ઉકાળી લ્યો.ચાસણી ચીકાસ પડતી થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચાસણી ને એક બાજુ મુકો.
- હવે કથરોટ માં મોર માવા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ માવા ને હથેળી વડે મસળી ને સ્મૂથ કરી લ્યો માવો ને બે ત્રણ વખત મસળી સ્મૂથ કરી લ્યો અને એક બાજુ મુક. ત્યાર બાદ પનીર ને પણ છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એને પણ હાથ ની હથેળી વડે મસળી ને સ્મૂથ કરી લ્યો.
- હવે સ્મૂથ કરેલ માવો અને સ્મૂથ કરેલ પનીર બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મેંદા નો લોટ અને પીસેલી ખાંડ બેકિંગ પાઉડર નાખી બધી સામગ્રી ને હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ બરોબર ઢાંકી ને દસ મિનીટ માટે એક બાજુ મુકો.
- હવે ગેસ પર એક જાડા તરિયા વાળી કડાઈમાં ઘી / તેલ ધીમા તાપે ગરમ કરવા મુકો. ઘી / તેલ ગરમ થાય ત્યાં સુંધી માવા ના મિશ્રણ માંથી જે સીજ ના જાંબુ બનાવવા હોય એ સીજ ના એક સરખા ભાગ કરી લ્યો અને ત્યાર બાદ દરેક ભાગ ને બને હથેળી માં ફેરવી ફેરવી ગોળ આકાર આપી દયો.
- આમ બધા જ ગોળા બનાવી લ્યો હવે ઘી /તેલ નવશેકા થી થોડું વધારે ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ જાંબુ નાખી ને ચમચા થી તેલ કે ઘી ને ધીરે ધીરે હલાવતા રહો જાંબુ નો રંગ થોડો ગોલ્ડન થાય એટલે ચમચા ને મૂકી ઝારા ની મદદથી ગોળ ગોળ ફેરવી ને મીડીયમ થી ઓછા તાપે જાંબુ નો રંગ કાળો થાય ત્યાં સુંધી તારી લ્યો.
- જાંબુ નો રંગ કાળો થાય એટલે ઝારા થી કાઢી જાંબુ ને નવશેકી ચાસણી માં નાખી દયો. આમ બધા જ જાંબુ ને તરી ને ચાસણીમાં નાખી ને બે ત્રણ કલાક મૂકી રાખો. ત્રણ કલાક પછી જાંબુ ને કાઢી લ્યો અને ત્યાર બાદ એના પર પીસ્તા ની કતરણ છાંટી દયો. તો તૈયાર છે કાળાજાંબુ.
Notes
- માવો અને પનીર ને બરોબર મસળી લેવા નહિતર જાંબુ ની અંદર દાણી બનશે.
- માપ બરોબર હશે તો જાંબુ ફાટશે નહિ
- ચાસણી માટે કોઈ તાર નથી કરવાની માત્ર થોડી ચિકાસ વાળી બનાવવી અને જો ખાંડ માં કચરો હોય તો બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી ઝારા થી કચરો દુર કરી નાખવો.
- જો જાંબુ ની વછે કોઈ અલગ રંગ કરવો હોય તો થોડો માવા માં રંગ ,મિક્સ કરી ગોળા ની વછે એ મિશ્રણ મૂકી ગોળા બનાવી શકો છો જે જાંબુ ના કટકા કર્યા પછી સારો લાગશે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Kasata Doodh pauva banavani rit | કસાટા દૂધ પૌવા બનાવવાની રીત
Tal singdana na ladoo | તલ સીંગદાણા ના લાડુ
besan na ladoo | બેસન ના લાડુ ની રેસીપી
Mango Chia Seeds pudding | મેંગો ચિયા સીડ પુડિંગ
Sitafal basundi banavani rit | સીતાફળ બાસુંદી બનાવવાની રીત
Soji mava na mitha gujiya banavani rit | સોજી માવા ના મીઠા ગુજીયા
