HomeLunch & DinnerTal Podi masalo banavani recipe | તલ પોડી મસાલો બનાવવાની રેસીપી

Tal Podi masalo banavani recipe | તલ પોડી મસાલો બનાવવાની રેસીપી

પોંડી મસાલો એ એક સોઉથ ઇન્ડિયન મસાલો છે જે સાઉથ ઇન્ડિયન લોકો પોત પોતાની પસંદ મુજબ ના મસાલા ની માત્ર વધુ ઓછી કરી બનાવતા હોય છે અને આજ કાલ તો બધા ને આ પોંડી નો સ્વાદ પસદ આવતો હોય છે આ પોંડી મસાલાને તમે ભાત, ઈડલી, ઢોસા, ઉત્તપમ જેવી વિવિધ વાનગીઓ સાથે મજા લઇ શકો છો. આ Tal Podi masalo – તલ પોડી મસાલો બનાવવો ખુબ સરળ છે અને એક વખત બનાવી મહિનો સુંધી મજા લઇ શકો છો. તો ચાલો તલ પોંડી મસાલો બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સફેદ તલ 1 કપ
  • અડદ દાળ ½ કપ
  • ચણા દાળ ½ કપ
  • તેલ 2-3 ચમચી
  • આખા સુકા ધાણા  2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • સુકા નારિયલ ની કતરણ ½ કપ
  • સુકા લાલ મરચા ½ કપ
  • મીઠા લીમડાના પાંદ 25- 20
  • આંબલી 1-2 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગોળ 2-3 ચમચી
  • હિંગ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Tal Podi masalo banavani recipe

તલ પોડી મસાલો બનાવવા સૌથી સફેદ તલ ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈમાં  સાવ  ધીમાં  તાપે સફેદ તલ નાખી હલાવતા રહી તલ ને શેકો. તલ શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો.

ત્યાર બાદ એજ કડાઈમાં એ ચમચી તેલ નાખી એમાં ચણા દાળ, અડદ દાળ નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી લાઈટ ગોલ્ડન થવા આવે એટલે એમાં સુકા ધાણા, જીરું અને સુકા નારિયલ ની કતરણ નાખી એમને પણ શેકો. બધી સામગ્રી શેકાઈ ગોલ્ડન રંગ ની થાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એજ ગરમ કડાઈમાં બીજી એક ચમચી તેલ નાખો સાથે સુકા લાલ મરચા અને મીઠા લીમડાના પાંદ નાખી એમને પણ ક્રિસ્પી થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો. મરચા અને લીમડો બરોબર શેકાઈ ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી શેકેલ સામગ્રી ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો. આમ તલ, દાળ અને મરચા વગેરે ને શેકી બિલકુલ ઠંડા કરી લ્યો.

બધી સામગ્રી સાવ ઠંડી થાય ત્યાર બાદ મોટા મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, આંબલી, ગોળ અને  હિંગ નાખી મીક્સરનું ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં દર્દરા પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને એર ટાઈટ ડબ્બામાં ભરી ભાત, ઈડલી, ઢોસા વગેરે સાથે મજા લ્યો. તો તૈયાર છે તલ પોંડી મસાલો.  

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

તલ પોડી મસાલો બનાવવાની રેસીપી

Tal Podi masalo - તલ પોડી મસાલો

Tal Podi masalo banavani recipe

પોંડી મસાલો એ એક સોઉથ ઇન્ડિયન મસાલો છે જે સાઉથ ઇન્ડિયનલોકો પોત પોતાની પસંદ મુજબ ના મસાલા ની માત્ર વધુ ઓછી કરી બનાવતા હોય છે અને આજકાલ તો બધા ને આ પોંડી નો સ્વાદ પસદ આવતો હોય છે આ પોંડી મસાલાને તમે ભાત, ઈડલી, ઢોસા, ઉત્તપમ જેવી વિવિધ વાનગીઓ સાથે મજા લઇ શકો છો. આ Tal Podi masalo – તલ પોડી મસાલો બનાવવો ખુબ સરળ છે અને એક વખત બનાવી મહિનો સુંધી મજા લઇ શકો છો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 1 કપ સફેદ તલ
  • ½ કપ અડદ દાળ
  • ½ કપ ચણા દાળ
  • 2-3 ચમચી તેલ
  • 2-3 ચમચી આખા સુકા ધાણા
  • 1 ચમચી જીરું
  • ½ કપ સુકા નારિયલ ની કતરણ
  • ½ કપ સુકા લાલ મરચા
  • 25- 20 મીઠા લીમડાના પાંદ
  • 1-2 ચમચી આંબલી
  • ½ ચમચી હળદર
  • 2-3 ચમચી ગોળ
  • ½ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Tal Podi masalo banavani recipe

  • તલ પોડી મસાલો બનાવવા સૌથી સફેદ તલ ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈમાં સાવ ધીમાં તાપે સફેદ તલ નાખી હલાવતા રહી તલ ને શેકો. તલ શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો.
  • ત્યાર બાદ એજ કડાઈમાં એ ચમચી તેલ નાખી એમાં ચણા દાળ, અડદ દાળ નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી લાઈટ ગોલ્ડન થવા આવે એટલે એમાં સુકા ધાણા, જીરું અને સુકા નારિયલ ની કતરણ નાખી એમને પણ શેકો. બધી સામગ્રી શેકાઈ ગોલ્ડન રંગ ની થાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ ગરમ કડાઈમાં બીજી એક ચમચી તેલ નાખો સાથે સુકા લાલ મરચા અને મીઠા લીમડાના પાંદ નાખી એમને પણ ક્રિસ્પી થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો. મરચા અને લીમડો બરોબર શેકાઈ ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી શેકેલ સામગ્રી ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો. આમ તલ, દાળ અને મરચા વગેરે ને શેકી બિલકુલ ઠંડા કરી લ્યો.
  • બધી સામગ્રી સાવ ઠંડી થાય ત્યાર બાદ મોટા મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, આંબલી, ગોળ અને હિંગ નાખી મીક્સરનું ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં દર્દરા પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને એર ટાઈટ ડબ્બામાં ભરી ભાત, ઈડલી, ઢોસા વગેરે સાથે મજા લ્યો. તો તૈયાર છે તલ પોંડી મસાલો.

Notes

  • તમને તીખાસ જે મુજબ પસંદ હોય એ મુજબ લાલ મરચા નાખવા.
  • બધી સામગ્રી ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકવી જો ઓછી શેકશો તો મસાલા માં દાળ ની કચાસ નો સ્વાદ આવશે અને જો વધુ શેકી નાખશો તો મસાલા માં બરી ગયા નો સ્વાદ આવશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular