આપણે બધાને પાણી પૂરી તો પસંદ જ હોય છે અને આપણે ઘરે કે બહાર જયારે પણ પાણી પૂરી ખાવાનો મોકો મળે એ જવા ના દઈએ. અને દરેક વખતે બહાર જ જવું પણ શક્ય નથી અને ઘરે પણ પાણી પૂરી ના પાણી બનાવવા જરૂરી સામગ્રી હમેસા મળી રહે એ જરૂરી નથી ત્યાર આજ આપણે એક સરળ રીતે Panipuri na pani na qube – પાણીપૂરી ના પાણીના ક્યુબ તૈયાર કરી રાખી મૂકશું અને જયારે પણ પાણી પૂરી નું પાણી તૈયાર કરી શકીશું. \
INGREDIENTS
- લીલા ધાણા 2૦૦ ગ્રામ
- ફુદીના પાંદ 150 ગ્રામ
- લીલા મરચા 5-7
- આદુ ના કટકા 20 ગ્રામ
- આંબલી 10 ગ્રામ
- જીરું 1 ચમચી
- સંચળ 2 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- હિંગ ½ ચમચી
- લીંબુ 2-3 નો રસ
- મીઠું 2 ચમચી
- બરફ ના કટકા જરૂર મુજબ
Panipuri na pani na qube ni rit
પાણીપૂરી ના પાણીના ક્યુબ બનાવવા સૌથી પહેલા લીલા ધાણા અને ફુદીના ના પાંદ ને સાફ કરી એના મુળિયા અલગ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ ચરણમાં મુકો.હવે લીલા મરચા ને સુધારી લ્યો અને બે ત્રણ લીંબુના કટકા કરી બીજ અલગ કરી લ્યો. ત્યાર બાદ આદું ને છોલી સાફ કરી ધોઈ લ્યો અને એના પણ કટકા કરી લ્યો સાથે આંબલીના બીજ અને રેસા કાઢી ને અલગ કરી લ્યો.
હવે મિક્સર નો મોટો ઝાર લઇ એમાં ધોઈને રાખેલ લીલા ધાણા અને ફુદીના ના પંદ નાખો સાથે લીલા મરચા સુધારેલ, આદુઉના કટકા, સાફ કરેલી આંબલી, જીરું , સંચળ, મરી પાઉડર, હિંગ, લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો. ત્યાર બાદ પીસવા માટે જરૂર પડે તો ઠંડું પાણી અથવા બરફના આઠ દસ કટકા નાખી સ્મૂથ પીસી ઘટ્ટ પ્યુરી બનાવી લ્યો.
તૈયાર પ્યુરી ને બરફ બનાવવાની ટ્રે માં ભરી ફ્રીઝર માં મુકો અને દસ થી બાર કલાક અથવા આખી રાત જમાવી લ્યો. બાર કલાક પછી ટ્રે માંથી ક્યુબ અલગ કરી જીપ લોક બેગ અથવા એર ટાઈટ ડબ્બામાં ભરી ફરી ફ્રીઝર માં મૂકી દયો. તો તૈયાર છે પાણીપૂરી ના પાણીના ક્યુબ.
પાણીપૂરી ના પાણીના ક્યુબ માંથી પાણી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં પાંચસો એમ. એલ. પાણી લ્યો અને એમાં ચાર ક્યુબ પાણીપૂરી ના પાણીના ક્યુબ નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે પાણીપૂરી ના પાણીના ક્યુબ માંથી બનેલ પાણી.
પાણીપૂરી ના પાણીના ક્યુબ ની રીત

Panipuri na pani na qube ni rit
Equipment
- 1 મિક્સર
- 1 જીપ બેગ/એર ટાઈટ ડબ્બો
- 1 આઈસ ટ્રે
Ingredients
- 200 ગ્રામ લીલા ધાણા
- 150 ગ્રામ ફુદીના પાંદ
- 5-7 લીલા મરચા
- 20 ગ્રામ આદુ ના કટકા
- 10 ગ્રામ આંબલી
- 1 ચમચી જીરું
- 2 ચમચી સંચળ
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી હિંગ
- 2-3 લીંબુ નો રસ
- 2 ચમચી મીઠું
- બરફ ના કટકા જરૂર મુજબ
Instructions
Panipuri na pani na qube ni rit
- પાણીપૂરી ના પાણીના ક્યુબ બનાવવા સૌથી પહેલા લીલા ધાણા અને ફુદીના ના પાંદ ને સાફ કરી એના મુળિયા અલગ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ ચરણમાં મુકો.હવે લીલા મરચા ને સુધારી લ્યો અને બે ત્રણ લીંબુના કટકા કરી બીજ અલગ કરી લ્યો. ત્યાર બાદ આદું ને છોલી સાફ કરી ધોઈ લ્યો અને એના પણ કટકા કરી લ્યો સાથે આંબલીના બીજ અને રેસા કાઢી ને અલગ કરી લ્યો.
- હવે મિક્સર નો મોટો ઝાર લઇ એમાં ધોઈને રાખેલ લીલા ધાણા અને ફુદીના ના પંદ નાખો સાથે લીલા મરચા સુધારેલ, આદુઉના કટકા, સાફ કરેલી આંબલી, જીરું , સંચળ, મરી પાઉડર, હિંગ, લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો. ત્યાર બાદ પીસવા માટે જરૂર પડે તો ઠંડું પાણી અથવા બરફના આઠ દસ કટકા નાખી સ્મૂથ પીસી ઘટ્ટ પ્યુરી બનાવી લ્યો.
- તૈયાર પ્યુરી ને બરફ બનાવવાની ટ્રે માં ભરી ફ્રીઝર માં મુકો અને દસ થી બાર કલાક અથવા આખી રાત જમાવી લ્યો. બાર કલાક પછી ટ્રે માંથી ક્યુબ અલગ કરી જીપ લોક બેગ અથવા એર ટાઈટ ડબ્બામાં ભરી ફરી ફ્રીઝર માં મૂકી દયો. તો તૈયાર છે પાણીપૂરી ના પાણીના ક્યુબ.
- પાણીપૂરી ના પાણીના ક્યુબ માંથી પાણી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં પાંચસો એમ. એલ. પાણી લ્યો અને એમાં ચાર ક્યુબ પાણીપૂરી ના પાણીના ક્યુબ નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે પાણીપૂરી ના પાણીના ક્યુબ માંથી બનેલ પાણી.
Notes
- તીખાસ, ખટાસ અને મીઠાની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Creamy Cappuccino coffee recipe in gujarati | ક્રીમી કેપેચીનો કૉફી ની રેસીપી
Oreo cake banavani recipe | ઓરિયો કેક
gundar pak banavani recipe | ગુંદર પાક
