HomeDessert & DrinksBajra na lot no halvo banavani recipe | બાજરાના લોટનો હલવો

Bajra na lot no halvo banavani recipe | બાજરાના લોટનો હલવો

શિયાળામાં બાજરો ખાવો સ્વાથ્ય માટે ખુબ સારો માનવામાં આવે છે એટલે આજ આપણે Bajra na lot no halvo – બાજરાના લોટનો હલવો બનાવતા શીખીશું જે સ્વાદીસ્ટ ની સાથે હેલ્થી પણ બનશે અને ખુબ ઓછા સમય માં બની ને તૈયાર થઇ જાય છે.

INGREDIENTS

  • બાજરાનો લોટ 1 કપ
  • ઘી ¼  કપ થી થોડું વધારે  
  • કાજુ ના કટકા 3-4 ચમચીમ
  • બદામ ના કટકા 3-4 ચમચી
  • છીણેલો ગોળ 1 કપ
  • પાણી 1 કપ

Bajra na lot no halvo banavani recipe

બાજરાના લોટનો હલવો બનાવવા સૌથી પહેલા એક તપેલીમાં છીણેલો ગોળ નાખી એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ તપેલી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ગોળ ને હલાવતા જઈ ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મુકો. હવે બીજી કડાઈમાં બે ચાર ચમચી ઘી નાખી ગ્રામ કરવા મુકો.

ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બદામ ના કટકા નાખી ધીમા તાપે હલાવી ગોલ્ડન શેકી લ્યો. કાજુ બદામ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કડી લ્યો અને કડાઈમાં બાકી નું ઘી નાખો અને સાથે ચાળી ને બાજરાનો લોટ પણ નાખી બરોબર મિક્સ કરો.

લોટ અને ઘી બરોબર મિક્સ થઇ જાય ત્યાર પછી બરોબર હલાવતા રહી ઘી અલગ થવા લાગે અને લોટ શેકવાની સુંગધ આવે અને રંગ  ગોલ્ડન બ્રોઉંન થાય એટલે એમાં ગોળ નું પાણી ગરણી થી ગાળી ને નાખો અને બરોબર મિક્સ કરી સાવ ધીમા તાપે પાંચ સાત મિનીટ ઢાંકી ચડાવી લ્યો ,

સાત મિનીટ પછી હલવા ને બરોબર હલાવી એમા શેકી રાખેલ કાજુ બાદમ ના કટકા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દયો અને ગરમ ગરમ હલવાની મજા લ્યો. તો તૈયાર છે બાજરાના લોટનો હલવો.  

બાજરાના લોટનો હલવો બનાવવાની રેસીપી

Bajra na lot no halvo - બાજરાના લોટનો હલવો

Bajra na lot no halvo banavani recipe

શિયાળામાંબાજરો ખાવો સ્વાથ્ય માટે ખુબ સારો માનવામાં આવે છે એટલે આજ આપણે Bajrana lot no halvo – બાજરાના લોટનો હલવો બનાવતા શીખીશું જે સ્વાદીસ્ટ ની સાથે હેલ્થી પણ બનશે અને ખુબ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જાય છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

  • 1 કપ બાજરાનો લોટ
  • ¼ કપ ઘી થી થોડું વધારે
  • 3-4 ચમચી કાજુ ના કટકા
  • 3-4 ચમચી બદામ ના કટકા
  • 1 કપ છીણેલો ગોળ
  • 1 કપ પાણી

Instructions

Bajra na lot no halvo banavani recipe

  • બાજરાના લોટનો હલવો બનાવવા સૌથી પહેલા એક તપેલીમાં છીણેલો ગોળ નાખી એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ તપેલી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ગોળ ને હલાવતા જઈ ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મુકો. હવે બીજી કડાઈમાં બે ચાર ચમચી ઘી નાખી ગ્રામ કરવા મુકો.
  • ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બદામ ના કટકા નાખી ધીમા તાપે હલાવી ગોલ્ડન શેકી લ્યો. કાજુ બદામ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કડી લ્યો અને કડાઈમાં બાકી નું ઘી નાખો અને સાથે ચાળી ને બાજરાનો લોટ પણ નાખી બરોબર મિક્સ કરો.
  • લોટ અને ઘી બરોબર મિક્સ થઇ જાય ત્યાર પછી બરોબર હલાવતા રહી ઘી અલગ થવા લાગે અને લોટ શેકવાની સુંગધ આવે અને રંગ ગોલ્ડન બ્રોઉંન થાય એટલે એમાં ગોળ નું પાણી ગરણી થી ગાળી ને નાખો અને બરોબર મિક્સ કરી સાવ ધીમા તાપે પાંચ સાત મિનીટ ઢાંકી ચડાવી લ્યો ,
  • સાત મિનીટ પછી હલવા ને બરોબર હલાવી એમા શેકી રાખેલ કાજુ બાદમ ના કટકા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દયો અને ગરમ ગરમ હલવાની મજા લ્યો. તો તૈયાર છે બાજરાના લોટનો હલવો.

Notes

  1. મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  2. પાણી ની માત્રા જે મુજબ હલવો પસંદ હોય એ મુજબ વધુ ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular