આપણે ટોપરાપાક ને ઘણા અલગ અલગ નામ થી ઓળખીએ છીએ ઘણા એને કોપરા પાક. નારિયળ બરફી તરીકે પણ ઓળખે છે. જે લીલા નારિયળ ના છીણ અથવા સૂકા નારિયળ ના છીણ માંથી બનાવવામાં આવે છે જે ખૂબ ઓછી સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Topra pak banavani rit શીખીએ
ટોપરાપાક બનાવવા જરૂરી સામગ્રી
- સૂકા નારિયળ નું છીણ 150 ગ્રામ
- ફૂલ ક્રીમ દૂધ 150 એમ. એલ.
- ખાંડ 150 ગ્રામ
- કેસર ના તાંતણા 15-20
- એલચી પાઉડર ½ ચમચી
- ડ્રાય ફ્રુટ ની કતરણ 2-4 ચમચી
Topra pak banavani rit | ટોપરાપાક બનાવવાની રેસીપી
ટોપરાપાક બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ચડાવવા મૂકો. દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય અને દૂધ ઉકાળવા લાગે એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખો અને મિક્સ કરી લ્યો.
કડાઈમાં દૂધ બિલકુલ ના રહે એટલી વાર સુંધી હલાવી હલાવી ને બરોબર ચડાવી લેવું મિશ્રણ ચડવા આવે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં ઘી નાંખી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
તૈયાર મિશ્રણ ને થાળી કે બટર પેપર પર મૂકી એક સરખું ફેલાવી લ્યો. ત્યાર બાદ ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ફરીથી થોડા દબાવી લ્યો. હવે ચાકુથી કટકા કરી લ્યો અને મિશ્રણ ને ઠંડુ થાય ત્યાં સુંધી એક બાજુ મૂકો. પાક ઠંડો થાય એટલે ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ટોપરા પાક.
Topra pak NOTES
- અહી તમે નારિયળ ના છીણ ને થોડું અલગ થી શેકી ને પણ વાપરી શકો છો.
- અથવા નારિયળ ના છીણ ને દૂધ માં અડધો કલાક પલાળી ને પણ ટોપરા પાક તૈયાર કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ટોપરાપાક બનાવવાની રીત
Topra pak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ટોપરાપાક બનાવવા જરૂરી સામગ્રી
- 150 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
- 150 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ
- 150 ગ્રામ ખાંડ
- 15-20 કેસર ના તાંતણા
- ½ ચમચી એલચી પાઉડર
- 2-4 ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ
Instructions
Topra pak banavani rit
- ટોપરાપાક બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ચડાવવા મૂકો. દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય અને દૂધ ઉકાળવા લાગે એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખો અને મિક્સ કરી લ્યો.
- કડાઈમાં દૂધ બિલકુલ ના રહે એટલી વાર સુંધી હલાવી હલાવી ને બરોબર ચડાવી લેવું મિશ્રણ ચડવા આવે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં ઘી નાંખી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
- તૈયાર મિશ્રણ ને થાળી કે બટર પેપર પર મૂકી એક સરખું ફેલાવી લ્યો. ત્યાર બાદ ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ફરીથી થોડા દબાવી લ્યો. હવે ચાકુથી કટકા કરી લ્યો અને મિશ્રણ ને ઠંડુ થાય ત્યાં સુંધી એક બાજુ મૂકો. પાક ઠંડો થાય એટલે ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ટોપરા પાક.
Topra pak NOTES
- અહી તમે નારિયળ ના છીણ ને થોડું અલગ થી શેકી ને પણ વાપરી શકો છો.
- અથવા નારિયળ ના છીણ ને દૂધ માં અડધો કલાક પલાળી ને પણ ટોપરા પાક તૈયાર કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mathura na penda recipe | મથુરા ના પેંડા બનાવવાની રીત
સોજી ની રસ મલાઇ બનાવવાની રીત | Soji ni ras malai banavani rit
રાગી બનાના ચોકલેટ કેક બનાવવાની રીત | Ragi banana chocolate cake banavani rit