HomeLunch & Dinnerકાઠિયાવાડી સ્ટાઈલ કાજુ લસણનું શાક - Kaju Lasan Nu Shaak Recipe in...

કાઠિયાવાડી સ્ટાઈલ કાજુ લસણનું શાક – Kaju Lasan Nu Shaak Recipe in Gujarati

શિયાળાની પાર્ટીઓ અને લગ્નપ્રસંગોમાં સૌથી વધારે લાઈનમાં ઉભા રહીને લોકો ખાતા હોય તો તે છે Kaju Lasan nu Shaak. કાજુ અને લસણની ગરમાગરમ ગ્રેવી જોડે Bajri no Rotlo મળી જાય તો જલસો પડી જાય. સામાન્ય રીતે આ શાક હોટલમાં ખુબ જ મોંઘુ મળે છે. પણ શું તમને ખબર છે? ઢાબા જેવું જ તરીવાળું અને મસાલેદાર કાજુ લસણનું શાક ઘરે બનાવવું ખુબ જ સહેલું છે. આજે આપણે પરફેક્ટ કાઠિયાવાડી મસાલાનો ઉપયોગ કરીને બનાવીશું Dhaba Style Kaju Lasan.

INGREDIENTS

  • લીલું લસણ ઝીણું સુધારેલ ¼ કપ
  • કાજુ બે ભાગ માં કાપેલા ¼ કપ
  • ઘી 4-5 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તમાલપત્ર 1
  • સુકા લાલ મરચા 2
  • લવિંગ 2-3
  • મોટી એલચી 1
  • ટામેટા ની પ્યુરી 1 કપ
  • ઝીણી સુધારેલ ડુંગળી 1-2  
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • આદું લસણ ની પેસ્ટ 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • લસણ ની કણી 25-30  
  • દર્દરા પીસેલ સિંગદાણા 5-6 ચમચી
  • ફ્રેશ ક્રીમ 3-4 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઝીણા સુધારેલ લીલા ધાણા 4-5 ચમચી

Kaju Lasan Nu Shaak banavani rit

કાજુ લસણનું શાક બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી થોડું ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને કાજુ ના કટકા ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી એને પણ ગોલ્ડન શેકી કાઢી લ્યો.

હવે બાકી રહેલ ઘી માં જીરું, તમાલપત્ર, લવિંગ, મોટી એલચી અને સુકા લાલ મરચા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, લીલા મરચા સુધારેલ અને આદું લસણ ની પેસ્ટ નાખી મિકસ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો

 ડુંગળી ચડી જવા આવે એટલે એમાં  ટામેટા ની પ્યુરી નાખી મિક્સ કરી શેકો અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાકમાં તેલ અલગ થાય એટલે એમાં ઝીણું સુધારેલ લીલું લસણ,સિંગદાણા નો ભૂકો, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો.

પાણી ઉકાળવા લાગે એટલે એમાં કસુરી મેથી, ગરમ મસાલો, તારી રાખેલ કાજુના કટકા અને તારી રાખેલ લસણ ની કણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ શાક મિક્સ કરી એમાં ફ્રેશ ક્રીમ અને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ની મજા લ્યો. તો તૈયાર છે કાજુ લસણ નું શાક.

કાજુ લસણનું શાક બનાવવાની રીત

Kaju Lasan Nu Shaak - કાજુ લસણનું શાક

કાઠિયાવાડી સ્ટાઈલ કાજુ લસણનું શાક બનાવવાની રીત – Kaju Lasan Nu Shaak Recipe in Gujarati

શિયાળાની પાર્ટીઓ અને લગ્નપ્રસંગોમાં સૌથી વધારે લાઈનમાં ઉભા રહીને લોકો ખાતા હોય તો તે છે Kaju Lasan nu Shaak. કાજુ અને લસણની ગરમા ગરમ ગ્રેવી જોડે Bajri no Rotlo મળી જાય તો જલસો પડી જાય. સામાન્ય રીતે આ શાક હોટલમાં ખુબ જ મોંઘુ મળે છે. પણ શું તમનેખબર છે? ઢાબા જેવું જ તરીવાળુંઅને મસાલેદાર કાજુ લસણનું શાક ઘરે બનાવવું ખુબ જ સહેલું છે. આજે આપણે પરફેક્ટ કાઠિયાવાડીમસાલાનો ઉપયોગ કરીને બનાવીશું Dhaba Style Kaju Lasan.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • ¼ કપ કાજુ બે ભાગ માં કાપેલા
  • 4-5 ચમચી ઘી
  • ¼ ચમચી હિંગ
  • 1 તમાલપત્ર
  • 2 સુકા લાલ મરચા
  • 2-3 લવિંગ
  • 1 મોટી એલચી
  • 1 કપ ટામેટા ની પ્યુરી
  • 1-2 ઝીણી સુધારેલ ડુંગળી
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • 2 ચમચી આદું લસણ ની પેસ્ટ
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર ½ ચમચી
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 25-30 લસણ ની કણી
  • ¼ કપ લીલું લસણ ઝીણું સુધારેલ
  • 5-6 ચમચી દર્દરા પીસેલ સિંગદાણા
  • 3-4 ચમચી ફ્રેશ ક્રીમ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 ચમચી ઝીણા સુધારેલ લીલા ધાણા

Instructions

Kaju Lasan Nu Shaak banavani rit

  • કાજુ લસણનું શાક બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી થોડું ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને કાજુ ના કટકા ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી એને પણ ગોલ્ડન શેકી કાઢી લ્યો.
  • હવે બાકી રહેલ ઘી માં જીરું, તમાલપત્ર, લવિંગ, મોટી એલચી અને સુકા લાલ મરચા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, લીલા મરચા સુધારેલ અને આદું લસણ ની પેસ્ટ નાખી મિકસ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
  • ડુંગળી ચડી જવા આવે એટલે એમાં ટામેટા ની પ્યુરી નાખી મિક્સ કરી શેકો અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાકમાં તેલ અલગ થાય એટલે એમાં ઝીણું સુધારેલ લીલું લસણ,સિંગદાણા નો ભૂકો, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો.
  • પાણી ઉકાળવા લાગે એટલે એમાં કસુરી મેથી, ગરમ મસાલો, તારી રાખેલ કાજુના કટકા અને તારી રાખેલ લસણ ની કણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ શાક મિક્સ કરી એમાં ફ્રેશ ક્રીમ અને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ની મજા લ્યો. તો તૈયાર છે કાજુ લસણ નું શાક.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular