HomeLunch & Dinnerફરાળી કંદ બટાકાની સૂકી ભાજી ની રીત - Kand Batata ni Farali...

ફરાળી કંદ બટાકાની સૂકી ભાજી ની રીત – Kand Batata ni Farali Suki Bhaji Recipe

સામાન્ય રીતે અગિયારસ (Ekadashi) કે ઉપવાસના દિવસે આપણે બટાકાની સૂકી ભાજી ખાતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છે કે શિયાળામાં મળતા Kand (Purple Yam) નો ઉપયોગ કરીને તમે ફરાળને વધુ ટેસ્ટી બનાવી શકો છો.કંદ ખાવામાં બટાકા કરતા પણ વધારે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. આજે આપણે બટાકા અને કંદનું મિક્સ કરીને Kand Batata ni Farali Suki Bhaji બનાવીશું. આ ભાજી તમે રાજગરાની પૂરી કે શિંગોડાના શીરા સાથે ખાઈ શકો છો. તો ચાલો આ એકાદશી પર કંઈક નવું ફરાળી કંદ બટાકાની સૂકી ભાજી ટ્રાય કરીએ અને નોંધી લઈએ Upvas Special Recipe.

Farali suki bhaji ingredients

  • બાફેલા બટાકા ના કટકા  250 ગ્રામ
  • આદ્દું મરચાની પેસ્ટ 2-3 ચમચી
  • બાફેલ પર્પલ કંદ( રતાળુ )ના કટકા  100 ગ્રામ
  • તેલ / ઘી  3-4 ચમચી
  • બાફેલ સૂરણ ના કટકા  100 ગ્રામ
  • બાફેલ શક્કરીયા ના કટકા 100 ગ્રામ
  • અધ કચરા પીસેલા સિંગદાણા ½  કપ
  • જીરું 1 ચમચી
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલ 5-7 ચમચી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

Kand Batata ni Farali Suki Bhaji banavani rit

કંદ બટાકાની સૂકી ભાજી બનાવવા સૌથી પહેલા બટાકા, સૂરણ, પર્પલ કંદ( રતાળુ ), શક્કરીયા ને ધોઈ  બાફી લ્યો  ત્યાર બાદ એની છાલ ઉતારી મીડીયમ સાઈઝ ના કટકા કરી  લ્યો. અને અડધા ઇંચ આદું અને બે ત્રણ લીલા મરચા ની પેસ બનાવી લ્યો

ત્યારબાદ મિકસરમાં અથવા ખંડણી માં સિંગદાણા ને અધ કચરા કુટી લ્યો. સાથે લીલા ધાણા સાફ કરી ધોઈ પાણી નીતારી ઝીણા સુધારી લ્યો. લીંબુનો રસ કાઢી તૈયાર કરી લ્યો. આમ શાક માટે જરૂરી તમામ સામગ્રી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ/ ઘી  ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ અને આદું મરચા ની પેસ્ટ નાખી શેકી લ્યો હવે એમાં સિંગદાણા નો ભૂકો નાખી શેકો ત્યાર બાદ બાફી ને કટકા કરેલ બટાકા, શક્કરીયા, પર્પલ કંદ( રતાળુ ) અને સૂરણ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે બે ચાર મિનીટ શેકી લ્યો.

ચાર મિનીટ પછી એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ફરાળી કંદ બટાકાની સુકી ભાજી.

Farali Bhaji recipe notes

તમે બટાકા, શક્કરીયા, પર્પલ કંદ( રતાળુ ),સૂરણ ને ધોઈ સાફ કરી એના મીડીયમ કટકા કરી ચારણીમાં મૂકી એના પર થોડું મીઠું છાંટી ઢોકરીયા માં પણ બાફી શકો છો.

અહી તમે જો હળદર ફરાળ માં ખાતા હો તો નાખી શકો છો.

સિંગદાણા ને શેકી અથવા તો ખારી સિંગ નો ભૂકો પણ વાપરી શકો છો.

કંદ બટાકાની સૂકી ભાજી બનાવવાની રીત

કંદ બટાકાની સૂકી ભાજી - Kand Batata ni Farali Suki Bhaji

ફરાળી કંદ બટાકાની સૂકી ભાજી બનાવવાની રીત – Kand Batata ni Farali Suki Bhaji Recipe

સામાન્ય રીતે અગિયારસ(Ekadashi) કેઉપવાસના દિવસે આપણે બટાકાની સૂકી ભાજી ખાતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છે કે શિયાળામાં મળતા Kand (Purple Yam) નો ઉપયોગ કરીને તમે ફરાળને વધુ ટેસ્ટી બનાવી શકો છો.કંદ ખાવામાં બટાકા કરતા પણ વધારે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. આજેઆપણે બટાકા અને કંદનું મિક્સ કરીને Kand Batata ni Farali Suki Bhaji બનાવીશું. આ ભાજી તમે રાજગરાની પૂરી કે શિંગોડાના શીરા સાથે ખાઈ શકો છો. તો ચાલો આ એકાદશી પર કંઈક નવું ફરાળી કંદ બટાકાની સૂકી ભાજી ટ્રાય કરીએ અને નોંધી લઈએ Upvas Special Recipe.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 250 ગ્રામ બાફેલા બટાકા ના કટકા
  • 2-3 ચમચી આદ્દું મરચાની પેસ્ટ
  • 100 ગ્રામ બાફેલ પર્પલ કંદ રતાળુ ના કટકા
  • 100 બાફેલ સૂરણ ના કટકા
  • 3-4 ચમચી તેલ / ઘી
  • 100 ગ્રામ બાફેલ શક્કરીયા ના કટકા
  • ½ કપ અધ કચરા પીસેલા સિંગદાણા
  • 1 ચમચી જીરું
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • 2 ચમચી લીંબુનો રસ
  • 5-7 ચમચી લીલા ધાણા સુધારેલ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

Instructions

Kand Batata ni Farali Suki Bhaji banavani rit

  • કંદ બટાકાની સૂકી ભાજી બનાવવા સૌથી પહેલા બટાકા, સૂરણ, પર્પલ કંદ( રતાળુ ), શક્કરીયા ને ધોઈ બાફી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. અને અડધા ઇંચ આદું અને બે ત્રણ લીલા મરચા ની પેસ બનાવી લ્યો
  • ત્યારબાદ મિકસરમાં અથવા ખંડણી માં સિંગદાણા ને અધ કચરા કુટી લ્યો. સાથે લીલા ધાણા સાફ કરી ધોઈ પાણી નીતારી ઝીણા સુધારી લ્યો. લીંબુનો રસ કાઢી તૈયાર કરી લ્યો. આમ શાક માટે જરૂરી તમામ સામગ્રી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ/ ઘી ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ અને આદું મરચા ની પેસ્ટ નાખી શેકી લ્યો હવે એમાં સિંગદાણા નો ભૂકો નાખી શેકો ત્યાર બાદ બાફી ને કટકા કરેલ બટાકા, શક્કરીયા, પર્પલ કંદ( રતાળુ ) અને સૂરણ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે બે ચાર મિનીટ શેકી લ્યો.
  • ચાર મિનીટ પછી એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ફરાળી કંદ બટાકાની સુકી ભાજી.

Farali Bhaji recipe notes

  • તમે બટાકા, શક્કરીયા, પર્પલ કંદ( રતાળુ ),સૂરણ ને ધોઈ સાફ કરી એના મીડીયમ કટકા કરી ચારણીમાં મૂકી એના પર થોડું મીઠું છાંટી ઢોકરીયા માં પણ બાફી શકો છો.
  • અહી તમે જો હળદર ફરાળ માં ખાતા હો તો નાખી શકો છો.
  • સિંગદાણા ને શેકી અથવા તો ખારી સિંગ નો ભૂકો પણ વાપરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular