HomeNastaકેળના પાનમાં બનતી પારંપરિક ચોખાની પાનકી - Chokha ni Panki Recipe in...

કેળના પાનમાં બનતી પારંપરિક ચોખાની પાનકી – Chokha ni Panki Recipe in Gujarati

ગુજરાતી ભોજનની વાત આવે એટલે ઢોકળા અને હાંડવો યાદ આવે, પણ એક એવી વાનગી છે જેનો સ્વાદ અને બનાવવાની રીત સાવ અલગ છે – તે છે Panki જે પાતળા ખીરાને બે પાંદડા (ખાસ કરીને કેળના પાન) ની વચ્ચે મૂકીને શેકવી. કેળના પાનમાં શેકવાથી તેમાં એક અદભૂત કુદરતી સુગંધ ભળી જાય છે. જે લોકોને રાત્રે કંઈક હળવું ખાવું હોય અથવા જેઓ Weight Loss કરતા હોય તેમના માટે આ બેસ્ટ વાનગી Chokha ni Panki ( ચોખાના લોટની પાનકી )  છે. તે પચવામાં ખુબ જ હળવી હોય છે.

પાનકી બનાવવા જરૂરી સામગ્રી

  1. કાચી મકાઈ 1-2
  2. આદું મરચાની પેસ્ટ 2  ચમચી
  3. ચોખાનો લોટ 2 કપ
  4. લીલા ધાણા સુધારેલ ½ કપ
  5. શેકેલ જીરાનો પાઉડર 2 ચમચી
  6. દહીં 4-5 ચમચી
  7. ઘી 2-3 ચમચી
  8. સ્વાદ મુજબ મીઠું
  9. પાણી જરૂર મુજબ  

Panki banavani rit

પાનકી બનાવવા સૌથી પહેલા મકાઈને ફોલી સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે મકાઈને છીણી લેશું. હવે છીણેલી મકાઈ ને એક મોટા વાસણમાં કાઢી એમાં ચોખાનો લોટ, આદું મરચાની પેસ્ટ, લીલા ધાણા સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, ઘી, શેકેલ જીરું નો પાઉડર અને દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લઇ તૈયાર મિશ્રણ ને દસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો.

હવે કેળા ના પાંદ ધોઈ સાફ કરી કોરા કરી લીધા બાદ ગોળ કે ચોરસ કાપી તૈયાર કરી લ્યો. હવે  કાપી રાખેલ પાંદ માં આગળ ના ભાગમાં ઘી કે તેલ લગાવી દયો અને ત્યાર બાદ ત્યાર મિશ્રણ ને બરોબર મિક્સ કરી ઘી કે તેલ લગાવેલ સાઈડ પર એકાદ કડછી નાખી ફેલાવી લ્યો અને બીજા ઘી લગાવેલ સાઈડ ને એના પર મુકો. આમ થોડા પાંદ આ રીતે તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો તવી ગરમ થાય એટલે મિશ્રણ નાખેલ પાંદ એમાં મૂકી બે ત્રણ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બે ત્રણ મિનીટ ચડાવી લ્યો ને ત્યાર બાદ એને ઉતારી બીજા પાંદ ને મુકો આમ એક એક કરી બધી પાનકી બનાવતા જાઓ અને તૈયાર પાનકી ને ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાનકી.

Panki recipe Tips

  • તમે મકાઈ ના દાણા કાઢી મિક્સર જારમાં પણ પીસી શકો છો.

પાનકી બનાવવાની રીત

Chokha ni Panki - પારંપરિક ચોખાની પાનકી

કેળના પાનમાં બનતી પારંપરિક ચોખાની પાનકી – Chokha ni Panki Recipe in Gujarati

ગુજરાતી ભોજનની વાત આવે એટલે ઢોકળા અને હાંડવો યાદ આવે, પણ એક એવી વાનગી છે જેનો સ્વાદ અને બનાવવાની રીત સાવ અલગ છે – તે છે Panki જે પાતળા ખીરાને બે પાંદડા (ખાસ કરીને કેળના પાન) ની વચ્ચે મૂકીને શેકવી. કેળના પાનમાં શેકવાથી તેમાં એક અદભૂત કુદરતી સુગંધ ભળી જાય છે. જે લોકોને રાત્રે કંઈક હળવું ખાવું હોય અથવા જેઓ Weight Loss કરતા હોય તેમના માટે આ બેસ્ટ વાનગી Chokha ni Panki ( ચોખાના લોટની પાનકી )  છે. તે પચવામાં ખુબ જ હળવી હોય છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 છીણી
  • 1 કેળા ના પાંદ
  • 1 તવી
  • 1 તપેલી

Ingredients

પાનકી બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 કાચી મકાઈ
  • 2 ચમચી આદું મરચાની પેસ્ટ
  • 2 કપ ચોખાનો લોટ
  • ½ કપ લીલા ધાણા સુધારેલ
  • 2 ચમચી શેકેલ જીરાનો પાઉડર
  • 4-5 ચમચી દહીં
  • 2-3 ચમચી ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

Panki banavani rit

  • પાનકી બનાવવા સૌથી પહેલા મકાઈને ફોલી સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે મકાઈને છીણી લેશું. હવે છીણેલી મકાઈ ને એક મોટા વાસણમાં કાઢી એમાં ચોખાનો લોટ, આદું મરચાની પેસ્ટ, લીલા ધાણા સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, ઘી, શેકેલ જીરું નો પાઉડર અને દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લઇ તૈયાર મિશ્રણ ને દસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો.
  • હવે કેળા ના પાંદ ધોઈ સાફ કરી કોરા કરી લીધા બાદ ગોળ કે ચોરસ કાપી તૈયાર કરી લ્યો. હવે કાપી રાખેલ પાંદ માં આગળ ના ભાગમાં ઘી કે તેલ લગાવી દયો અને ત્યાર બાદ ત્યાર મિશ્રણ ને બરોબર મિક્સ કરી ઘી કે તેલ લગાવેલ સાઈડ પર એકાદ કડછી નાખી ફેલાવી લ્યો અને બીજા ઘી લગાવેલ સાઈડ ને એના પર મુકો. આમ થોડા પાંદ આ રીતે તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો તવી ગરમ થાય એટલે મિશ્રણ નાખેલ પાંદ એમાં મૂકી બે ત્રણ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બે ત્રણ મિનીટ ચડાવી લ્યો ને ત્યાર બાદ એને ઉતારી બીજા પાંદ ને મુકો આમ એક એક કરી બધી પાનકી બનાવતા જાઓ અને તૈયાર પાનકી ને ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાનકી.

Panki recipe Tips

  • તમે મકાઈ ના દાણા કાઢી મિક્સર જારમાં પણ પીસી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular