ઉત્તરાયણ (Uttarayan) પર આપણે તલ અને સીંગની ચીકી તો ખાઈએ જ છીએ, પણ જો તમારે કંઈક “શાહી” અને “પ્રીમિયમ” બનાવવું હોય તો તે છે Gol ni Meva Chikki. મીઠાઈની દુકાનોમાં આ ચીકી ૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયે કિલો મળે છે. કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ જેવા ડ્રાયફ્રુટ્સ અને સીડ્સ નો ઉપયોગ કરી અને દેશી ગોળમાંથી બનતી આ ચીકી શિયાળામાં શરીરને અદભૂત તાકાત આપે છે. આમાં આપણે ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કરતા, એટલે તે સ્વાસ્થ્ય માટે પણ સારી છે. બાળકો માટે આ એક પરફેક્ટ Energy Bar છે. તો ચાલો, અડધા ભાવમાં ઘરે બનાવીએ આ ક્રિસ્પી અને ટેસ્ટી Royal Dry Fruit Chikki.
Meva Chikki ingredients
- કાજુ ના કટકા ½ કપ
- બદામ ના કટકા ½ કપ
- પીસ્તા ના કટકા ¼ કપ
- સુકા નારિયલ ની સ્લાઈસ ½ કપ
- તરબૂચ ના બીજ ¼ કપ
- મગતરી ના બીજ ¼ કપ
- સુરજ મુખીના બીજ ¼ કપ
- સફેદ તલ ¼ કપ
- કાળા તલ ¼ કપ
- છીણેલો ગોળ જરૂર મુજબ ( જો શેકેલ સામગ્રી ચાર કપ હોય તો છીણેલો ગોળ બે થી સવા બે કપ લેવો)
- એલચી પાઉડર ½ ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- ઘી 2-3 ચમચી
Gol ni Meva Chikki banavani rit
ગોળની મેવા ચીકી બનાવવા સૌથી પહેલા કાજુ, બદામ અને પિસ્તાના કટકા કરી લ્યો અને ત્યાર બાદ સુકા નારિયલ ની પણ નાની અને સાવ પાતળી સ્લાઈસ કરી લ્યો. અને જે થાળી કે મોલ્ડ માં સેટ કરવાની હોય એમાં ઘી લગાવી ગ્રીસ કરી લ્યો અને સાથે એક વાટકા ના તરિયામાં પણ ઘી લગાવી રાખો.
હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી ગરમ કરો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં બાદમ ના કટકા નાખી મિક્સ કરી ચાર પાંચ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કાજુ ના કટકા નાખી એને પણ બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ પિસ્તાના કટકા નાખો અને મિક્સ કરી એને પણ બે ચાર મિનીટ શેકી લ્યો.
પીસ્તા શેકાઈ જાય એટલે એમાં સુકા નારિયલ ની ચકતરણ નાખી મિક્સ કરી શેકી લ્યો. સ્લાઈસ થોડી શેકાઈ જાય એટલે એમાં તરબૂચ ના બીજ, સુરજમુખીના બીજ, મગતરીના બીજ નાખી મિક્સ કરી શેકો સાથે સફેદ તલ અને કાળા તલ પણ નાખો અને બધી સામગ્રી ને ક્રન્ચી થાય ત્યાં સુંધી ધીમા તાપે હલાવતા રહો અને બધા જ ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક વાટકો લઇ શેકેલ સામગ્રી ના કેટલા વાટકા થાય છે એ જોઈ લ્યો.
જો શેકેલ સામગ્રી ચાર વાટકા થાય તો બે વાટકા જેટલો ગોળ ને સાવ ઝીણો સુધારી લેવો. હવે ગેસ પર કડાઈમાં સાવ ઝીણો છીણેલો ગોળ નાખો અને મીડીયમ તાપે હલાવતા રહી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય ત્યાર બાદ ફૂલાવવા લાગે એટલે ગેસ ધીમો કરી ને હલાવતા રહો. ગોળ નો રંગ થોડો બદલવા લાગે અને ગોળ નો પાક તૈયાર થઇ ગયો એવું લાગે એટલે એક વાટકામાં થોડું પાણી લઇ એમાં તૈયાર કરેલ ગોળ નો પાકના બે ચાર ટીપા નાખો અને ત્યાર બાદ એ ટીપા ને તોડી જોવો જો આરામ તૂટી જાય એટલે ગોળ ના પાક માં એલચી પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગોળ અને ડ્રાય ફ્રુટ બરોબર મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખી ગ્રીસ કરેલ વાટકા થી બરોબર દબાવી દયો અને ત્યાર બાદ ચાકુથી કાપા કરી લ્યો અને ઠંડી થવા દયો. ચીક્કી ઠંડી થાય એટલે કાપા વાડી જગ્યાએ થી તોડી કટકા કરી લ્યો અને કટકા ને એર ટાઈટ ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે ગોળમાં મેવા ચીક્કી
Chikki recipe tips
અહી તમારે જે મુજબ ડ્રાય ફ્રુટ હોય એનાથી અડધો ગોળ વાપરવાનો છે
જો તમારે થોડી વધારે મીઠાસ જોઈએ તો ગોળ નો માત્ર થોડી વધારી શકો છો.
ગોળની મેવા ચીકી બનાવવાની રીત

ગોળ મેવાની શાહી ચીકી ઘરે બનાવવાની રીત – Gol Meva Chikki Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મોલ્ડ કે થાળી
Ingredients
- ½ કપ કાજુ ના કટકા
- ½ કપ બદામ ના કટકા
- ¼ કપ પીસ્તા ના કટકા
- ½ કપ સુકા નારિયલ ની સ્લાઈસ ½ કપ
- ¼ કપ તરબૂચ ના બીજ ¼ કપ
- ¼ કપ મગતરી ના બીજ ¼ કપ
- ¼ કપ સુરજ મુખીના બીજ ¼ કપ
- ¼ કપ સફેદ તલ ¼ કપ
- ¼ કપ કાળા તલ ¼ કપ
- છીણેલો ગોળ જરૂર મુજબ જો શેકેલ સામગ્રી ચાર કપ હોય તો છીણેલો ગોળ બે થી સવા બે કપ લેવો
- ½ ચમચી એલચી પાઉડર
- ¼ ચમચી બેકિંગ સોડા
- 2-3 ચમચી ઘી
Instructions
Gol ni Meva Chikki banavani rit
- ગોળની મેવા ચીકી બનાવવા સૌથી પહેલા કાજુ, બદામ અને પિસ્તાના કટકા કરી લ્યો અને ત્યાર બાદ સુકા નારિયલ ની પણ નાની અને સાવ પાતળી સ્લાઈસ કરી લ્યો. અને જે થાળી કે મોલ્ડ માં સેટ કરવાની હોય એમાં ઘી લગાવી ગ્રીસ કરી લ્યો અને સાથે એક વાટકા ના તરિયામાં પણ ઘી લગાવી રાખો
- હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી ગરમ કરો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં બાદમ ના કટકા નાખી મિક્સ કરી ચાર પાંચ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કાજુ ના કટકા નાખી એને પણ બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ પિસ્તાના કટકા નાખો અને મિક્સ કરી એને પણ બે ચાર મિનીટ શેકી લ્યો.
- પીસ્તા શેકાઈ જાય એટલે એમાં સુકા નારિયલ ની ચકતરણ નાખી મિક્સ કરી શેકી લ્યો. સ્લાઈસ થોડી શેકાઈ જાય એટલે એમાં તરબૂચ ના બીજ, સુરજમુખીના બીજ, મગતરીના બીજ નાખી મિક્સ કરી શેકો સાથે સફેદ તલ અને કાળા તલ પણ નાખો અને બધી સામગ્રી ને ક્રન્ચી થાય ત્યાં સુંધી ધીમા તાપે હલાવતા રહો અને બધા જ ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક વાટકો લઇ શેકેલ સામગ્રી ના કેટલા વાટકા થાય છે એ જોઈ લ્યો.
- જો શેકેલ સામગ્રી ચાર વાટકા થાય તો બે વાટકા જેટલો ગોળ ને સાવ ઝીણો સુધારી લેવો. હવે ગેસ પર કડાઈમાં સાવ ઝીણો છીણેલો ગોળ નાખો અને મીડીયમ તાપે હલાવતા રહી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય ત્યાર બાદ ફૂલાવવા લાગે એટલે ગેસ ધીમો કરી ને હલાવતા રહો. ગોળ નો રંગ થોડો બદલવા લાગે અને ગોળ નો પાક તૈયાર થઇ ગયો એવું લાગે એટલે એક વાટકામાં થોડું પાણી લઇ એમાં તૈયાર કરેલ ગોળ નો પાકના બે ચાર ટીપા નાખો અને ત્યાર બાદ એ ટીપા ને તોડી જોવો જો આરામ તૂટી જાય એટલે ગોળ ના પાક માં એલચી પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો
- ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગોળ અને ડ્રાય ફ્રુટ બરોબર મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખી ગ્રીસ કરેલ વાટકા થી બરોબર દબાવી દયો અને ત્યાર બાદ ચાકુથી કાપા કરી લ્યો અને ઠંડી થવા દયો. ચીક્કી ઠંડી થાય એટલે કાપા વાડી જગ્યાએ થી તોડી કટકા કરી લ્યો અને કટકા ને એર ટાઈટ ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે ગોળમાં મેવા ચીક્કી
Chikki recipe tips
- અહી તમારે જે મુજબ ડ્રાય ફ્રુટ હોય એનાથી અડધો ગોળ વાપરવાનો છે
- જો તમારે થોડી વધારે મીઠાસ જોઈએ તો ગોળ નો માત્ર થોડી વધારી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લોનાવાલાની ફેમસ સોફ્ટ મલાઈ ચીકી બનાવવાની રીત – Malai Chikki Recipe in Gujarati
Mamra dry fruit chikki | મમરા ડ્રાયફ્રુટ ચીક્કી
Gol ane daliya daal ni chikki | ગોળ અને દાળિયા દાળ ની ચીક્કી
Mixed Seeds Chikki Recipe in Gujarati – મિક્સ સીડ્સ ચીકી બનાવવાની રીત
