HomeNastaSweet Corn Cutlet Recipe in Gujarati | સ્વીટ કોર્ન કટલેટ | Healthy...

Sweet Corn Cutlet Recipe in Gujarati | સ્વીટ કોર્ન કટલેટ | Healthy Snacks

સ્વીટ કોર્ન (અમેરિકન મકાઈ) એક એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને વડીલો સૌને ખૂબ જ પસંદ આવે છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળાની ઋતુમાં મકાઈ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. સામાન્ય રીતે આપણે મકાઈને બાફીને કે શેકીને ખાતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે તેમાંથી એક ચટપટો અને ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીશું – Sweet Corn Cutlet (સ્વીટ કોર્ન કટલેટ). જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. આ કટલેટ પાર્ટી સ્ટાર્ટર તરીકે કે બાળકોના ટિફિન માટે બેસ્ટ ઓપ્શન છે. ચાલો જોઈએ સ્વીટ કોર્ન કટલેટ બનાવવાની રીત.

Ingredients

  1. મકાઈ 2 નંગ
  2. ઝીણા સુધારેલ ગાજર 2
  3. ઝીણી સુધારેલ કેપ્સીકમ 2
  4. લીલા મરચા, લસણ આદુની પેસ્ટ 2 ચમચી
  5. લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
  6. હળદર ¼ ચમચી
  7. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  8. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  9. ગરમ મસાલો ½ ચમચી
  10. આમચૂર પાઉડર 1 ચમચી
  11. સંચળ ½ ચમચી
  12. બેસન ½ કપ
  13. ચોખાનો લોટ 2-3 ચમચી
  14. મીઠું સ્વાદ મુજબ
  15. તેલ જરૂર મુજબ

Sweet Corn Cutlet banavani rit

સ્વીટ કોર્ન કટલેટ બનાવવા સૌથી પહેલા મકાઈના ભુટ્ટા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને મોટી છીણી વડે છી લ્યો અથવા ટી પિલર વડે પણ છીણ લ્યો. આમ બને ભુતા છીણી એક વાસણમાં લ્યો. હવે એમાં ઝીણા સુધારેલ અથવા છીનેલ ગાજર નાખો સાથે ઝીણા સુધારેલ કેપ્સીકમ, લીલા ધાણા, આદુ લીલા મરચા અને લસણ ની પેસ્ટ નાખો ત્યાર બાદ હળદર, લાલ્મ્ર્ચનો પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મીકા કરી લ્યો.

હવે એમાં ચોખા નો લોટ અને થોડો થોડો કરી બેસન નાખતા ઘટ્ટ અને કટલેસ માટે જરૂર હોય એ મુજબનું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે તૈયાર મિશ્રણ માંથી મનગમતા આકારની કટલેસ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં / ઢોકરીયું મૂકી બે ગ્લાસ પાણી ગરમ કરી લ્યો હવે ગ્રીસ કરેલ ચારણીમાં તૈયાર કરેલ કટલેસ મૂકી દસ પંદર મિનીટ બાફી લ્યો. પંદર મિનીટ પછી કટલેસ બહાર કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં બાફી રાખેલ કટલેસ નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ બધી જ કટલેસ તારીને તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મકાઈના ભુટ્ટા ની કટલેસ.

Corn Cutlet Recipe notes

જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.

બાફી રાખેલ કટલેસ ને એર ટાઈટ ડબ્બા કે થેલીમાં મૂકી ફ્રીઝ માં લાંબા સમય સુંધી રાખી શકો છો અને જયારે ખાવી હોય ત્યારે બહાર કાઢી ઠંડક નીકાળી તારી ને મજા લઇ શકો છો.

સ્વીટ કોર્ન કટલેટ બનાવવાની રીત

Sweet Corn Cutlet banavani rit - સ્વીટ કોર્ન કટલેટ

Sweet Corn Cutlet Recipe in Gujarati | સ્વીટ કોર્ન કટલેટ | Healthy Snacks

સ્વીટ કોર્ન (અમેરિકન મકાઈ) એકએવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને વડીલો સૌને ખૂબ જ પસંદ આવે છે. ખાસ કરીને ચોમાસાઅને શિયાળાની ઋતુમાં મકાઈ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. સામાન્ય રીતે આપણે મકાઈનેબાફીને કે શેકીને ખાતા હોઈએ છીએ, પરંતુઆજે આપણે તેમાંથી એક ચટપટો અને ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીશું – Sweet Corn Cutlet (સ્વીટકોર્ન કટલેટ). જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. આ કટલેટ પાર્ટી સ્ટાર્ટર તરીકેકે બાળકોના ટિફિન માટે બેસ્ટ ઓપ્શન છે. ચાલો જોઈએ સ્વીટ કોર્ન કટલેટ બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઢોકરીયુ
  • 1 છીણી

Ingredients

  • 2 નંગ મકાઈ
  • 2 ઝીણા સુધારેલ ગાજર
  • 2 ઝીણી સુધારેલ કેપ્સીકમ
  • 2 ચમચી લીલા મરચા , લસણ આદુની પેસ્ટ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી સંચળ
  • ½ કપ બેસન
  • 2-3 ચમચી ચોખાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Sweet Corn Cutlet banavani rit

  • સ્વીટ કોર્ન કટલેટ બનાવવા સૌથી પહેલા મકાઈના ભુટ્ટા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને મોટી છીણી વડે છી લ્યો અથવા ટી પિલર વડે પણ છીણ લ્યો. આમ બને ભુતા છીણી એક વાસણમાં લ્યો. હવે એમાં ઝીણા સુધારેલ અથવા છીનેલ ગાજર નાખો સાથે ઝીણા સુધારેલ કેપ્સીકમ, લીલા ધાણા, આદુ લીલા મરચા અને લસણ ની પેસ્ટ નાખો ત્યાર બાદ હળદર, લાલ્મ્ર્ચનો પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મીકા કરી લ્યો.
  • હવે એમાં ચોખા નો લોટ અને થોડો થોડો કરી બેસન નાખતા ઘટ્ટ અને કટલેસ માટે જરૂર હોય એ મુજબનું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે તૈયાર મિશ્રણ માંથી મનગમતા આકારની કટલેસ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં / ઢોકરીયું મૂકી બે ગ્લાસ પાણી ગરમ કરી લ્યો હવે ગ્રીસ કરેલ ચારણીમાં તૈયાર કરેલ કટલેસ મૂકી દસ પંદર મિનીટ બાફી લ્યો. પંદર મિનીટ પછી કટલેસ બહાર કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં બાફી રાખેલ કટલેસ નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ બધી જ કટલેસ તારીને તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મકાઈના ભુટ્ટા ની કટલેસ.

Corn Cutlet Recipe notes

  • જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
  • બાફી રાખેલ કટલેસ ને એર ટાઈટ ડબ્બા કે થેલીમાં મૂકી ફ્રીઝ માં લાંબા સમય સુંધી રાખી શકો છો અને જયારે ખાવી હોય ત્યારે બહાર કાઢી ઠંડક નીકાળી તારી ને મજા લઇ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular