આજ કાલ ફ્રેંચ ફ્રાઈસ એ દરેક બાળક ની પહેલી પસંદ છે અને માતા પિતા પણ બહાર જમવા જાય તો બીજું કંઈ નહીં તો બાળક ને ફ્રેંચ ફ્રાઈસ લઈ આપે કે બાળક બીજું જે તે ખાય એના કરતાં ફ્રેંચ ફ્રાઈસ ખાય એ સારું પણ એમને એ નથી ખબર કે બહાર તેલ કેવા માં તરેલ હસે. પણ હવે પછી બહાર ની ફ્રેંચ ફ્રાઈસ ની જગ્યાએ ઘરે બહાર કરતા પણ વધારે ટેસ્ટી બનશે તો ચાલો French Fries banavani rit શીખીએ.
ફ્રેંચ ફ્રાઈસ બનાવવા જરૂરી સામગ્રી
- બટાકા 5-7
- કોર્ન ફ્લોર જરૂર મુજબ
મસાલા માટેની સામગ્રી
- લસણ નો પાઉડર 2 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- હળદર ½ ચમચી
- ડુંગળી નો પાઉડર 1 ચમચી
- ખાંડ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- પીઝા સિઝનીગ 1 ચમચી
- મીઠું 1 ચમચી
French Fries banavani rit
ફ્રેંચ ફ્રાઈસ બનાવવા સૌપ્રથમ મસાલો બનાવવા મિક્સર જાર માં લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, ડુંગળી પાઉડર, લસણ પાઉડર, ઓરેગાનો, મરી પાઉડર, હળદર, આમચૂર પાઉડર , ખાંડ નાખી ને પીસી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો.
બટાકા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને ફરીથી પાણી માં નાખી ધોઇ લ્યો હવે બટાકા ને પાણી માંથી કાઢી લ્યો અને ફ્રેંચ ફ્રાઈસ જેમ લાંબા લાંબા કાપી ને કટકા કરી લ્યો. હવે એના પર પાંચ થી સાત ચમચી કોર્ન ફ્લોર નાખી બટાકા સાથે બરોબર મિક્સ કરી લ્યો.
કોર્ન ફ્લોર લગવ્યા પછી એમજ લોટ અને બટાકા ને દસ પંદર મિનિટ રહેવા દયો. પંદર મિનિટ પછી ચારણી માં નાખી વધારા ના લોટ ને અલગ કરી લ્યો. અને એક બાજુ મૂકો,
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં થોડા ફ્રાઈસ નાખી ને દોઢ મિનિટ ફૂલ તાપે તરી લીધા બાદ ચારણી માં કાઢી પંખા નીચે ઠંડા થવા મૂકો.
ફ્રાઈસ ઠંડા થઇ જાય ત્યાર બાદ ફરી તેલ ને ફૂલ ગરમ કરી ફરી તરી રાખેલ ફ્રેંચ ફ્રાઈસ નાખી ગોલ્ડન તરી લ્યો અને ગોલ્ડન થાય એટલે બહાર કાઢી લ્યો ત્યાર બાદ એના પર મીઠું છાંટી અને તૈયાર કરેલ મસાલો છાંટી ને મિક્સ કરી લ્યો અને મજા લ્યો.
French Fries NOTES
- બટાકા ના પ્રકાર પ્રમાણે એમાં કોર્ન ફ્લોર છાંટવા નો રહે છે જેમાં વધારે પાણી હોય એવા બટાકા માં વધારે માત્રા માં કોર્ન ફ્લોર નાખવાનો હોય છે.
ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત
ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત | French Fries banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ફ્રેંચ ફ્રાઈસ બનાવવા જરૂરી સામગ્રી
- 5-7 બટાકા
- કોર્ન ફ્લોર જરૂર મુજબ
મસાલા માટેની સામગ્રી
- 2 ચમચી લસણ નો પાઉડર
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી ડુંગળી નો પાઉડર
- ½ ચમચી ખાંડ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી પીઝા સિઝનીગ
- 1 ચમચી મીઠું
Instructions
French Fries banavani rit
- ફ્રેંચ ફ્રાઈસ બનાવવા સૌપ્રથમ મસાલો બનાવવા મિક્સર જારમાં લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, ડુંગળીપાઉડર, લસણ પાઉડર, ઓરેગાનો, મરી પાઉડર, હળદર, આમચૂર પાઉડર , ખાંડ નાખી ને પીસી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો.
- હવે ફ્રેંચ ફ્રાઈસ બટાકા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદછોલી લ્યો અને ફરીથી પાણી માં નાખી ધોઇ લ્યો હવે બટાકા ને પાણી માંથી કાઢી લ્યો અનેફ્રેંચ ફ્રાઈસ જેમ લાંબા લાંબા કાપી ને કટકા કરી લ્યો. હવે એના પર પાંચ થી સાત ચમચી કોર્ન ફ્લોર નાખી બટાકા સાથેબરોબર મિક્સ કરી લ્યો.
- કોર્ન ફ્લોર લગવ્યા પછી એમજ લોટ અને બટાકા ને દસ પંદર મિનિટરહેવા દયો. પંદર મિનિટ પછી ચારણી માં નાખી વધારા ના લોટ ને અલગ કરી લ્યો. અને એક બાજુ મૂકો,
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલેએમાં થોડા ફ્રેંચ ફ્રાઈસ નાખી ને દોઢ મિનિટ ફૂલ તાપે તરી લીધા બાદ ચારણી માં કાઢી પંખાનીચે ઠંડા થવા મૂકો.
- ફ્રેંચ ફ્રાઈસ ઠંડા થઇ જાય ત્યાર બાદ ફરી તેલ ને ફૂલ ગરમકરી ફરી તરી રાખેલ ફ્રેંચ ફ્રાઈસ નાખી ગોલ્ડન તરી લ્યો અને ગોલ્ડન થાય એટલે બહાર કાઢીલ્યો ત્યાર બાદ એના પર મીઠું છાંટી અને તૈયાર કરેલ મસાલો છાંટી ને મિક્સ કરી લ્યો અનેમજા લ્યો ફ્રેંચ ફ્રાઈસ.
French Fries NOTES
- બટાકા ના પ્રકાર પ્રમાણે એમાં કોર્ન ફ્લોર છાંટવા નો રહેછે જેમાં વધારે પાણી હોય એવા બટાકા માં વધારે માત્રા માં કોર્ન ફ્લોર નાખવાનો હોય છે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Chokha na lot na tkatak banavani rit
મેથીના થેપલા | methi na thepla | thepla recipe
Khandvi banavani rit | ખાંડવી બનાવવાની રીત