HomeNastaMasala khichu bytes banavani recipe

Masala khichu bytes banavani recipe

આજ આપણે મસાલા ખીચું બાઇટ્સ બનાવવાની રીત શીખીશું. આ પ્રકારના ખીચું બાઇટ્સ આપણે મોલ કે બગીચા બહાર ઘણી વખત લેતા હોઈએ છીએ. એ ખીચું બાઇટ્સ બહાર કરતા પણ વધુ સ્વાદિષ્ટ આજ આપણે ઘરે બનાવતા શીખીશું. તો ચાલો Masala khichu bytes શીખીએ.

Ingredients list

  • ચોખા નો લોટ 2 કપ
  • પાણી 3 ½ કપ
  • અજમો 1 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 1-2 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2 ચમચી
  • લીલું લસણ સુધારેલ 1-2 ચમચી (ઓપ્શનલ છે હોય તો નાખવું નહિતર ના નાખવું )
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

મસાલા ખીચું બાઇટ્સ બનાવવાની રેસીપી

મસાલા ખીચું બાઇટ્સ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યારે એમાં જીરું, અજમો, સફેદ તલ, આદુ મરચાની પેસ્ટ, બેકિંગ સોડા, લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઢાંકી ને પાંચ મિનિટ ઉકાળી લ્યો.

હવે એમાં ચોખાનો લોટ ચાળી ને થોડો થોડો નાખી ને મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એનું ધ્યાન રાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી લોટ ને ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો.

દસ મિનિટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને થોડું ઠંડું કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ ને બરોબર મસળી ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ એના ચાર પાંચ ભાગ કરી લાંબા લાંબા સિલેન્ડર આકાર આપી દયો.

હવે ગેસ પર એક કડાઈમાં પાણી નાખી કાંઠો મૂકી ગરમ કરવા મૂકો. હવે ચારણી માં તેલ લગાવી એમાં તૈયાર કરેલ રોલ મૂકો અને ઢાંકી ને પંદર મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને બાફી રાખેલ રોલ ના કટકા કરી લ્યો.

ત્યારબાદ રોલ ના કટકા ઉપર તેલ , લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા અને આચાર મસાલો છાંટો અને હલકા હાથે મિક્સ કરી લ્યો અને તૈયાર કરી લ્યો તો તૈયાર છે મસાલા ખીચું બાઇટ્સ.

Masala khichu recipe notes

  • આ રોલ ને તમે ફ્રીઝ માં મૂકી બે ત્રણ દિવસ સુંધી ગરમ કરી ખાઈ શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Masala khichu bytes banavani recipe

મસાલા ખીચું બાઇટ્સ બનાવવાની રેસીપી - Masala khichu bytes banavani recipe

Masala khichu bytes banavani recipe

આજ આપણે મસાલા ખીચું બાઇટ્સ બનાવવાની રીત શીખીશું. આ પ્રકારનાખીચું બાઇટ્સ આપણે મોલ કે બગીચા બહાર ઘણી વખત લેતા હોઈએ છીએ. એ ખીચું બાઇટ્સબહાર કરતા પણ વધુ સ્વાદિષ્ટ આજ આપણે ઘરે બનાવતા શીખીશું. તો ચાલો Masala khichu bytes શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી

Ingredients

Ingredients list

  • 2 કપ ચોખા નો લોટ
  • કપ પાણી
  • 1 ચમચી અજમો
  • 2 ચમચી સફેદ તલ
  • ½ ચમચી જીરું
  • 1-2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી લીલું લસણ સુધારેલ ( ઓપ્શનલ છે હોય તો નાખવું નહિતર ના નાખવું )
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

Instructions

Masala khichu bytes banavani recipe

  • મસાલા ખીચું બાઇટ્સ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યારે એમાં જીરું, અજમો, સફેદ તલ, આદુ મરચાની પેસ્ટ, બેકિંગ સોડા, લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઢાંકી ને પાંચ મિનિટ ઉકાળી લ્યો.
  • હવે એમાં ચોખાનો લોટ ચાળી ને થોડો થોડો નાખી ને મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એનું ધ્યાન રાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી લોટ ને ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો.
  • દસ મિનિટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને થોડું ઠંડું કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ ને બરોબર મસળી ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ એના ચાર પાંચ ભાગ કરી લાંબા લાંબા સિલેન્ડર આકાર આપી દયો.
  • હવે ગેસ પર એક કડાઈમાં પાણી નાખી કાંઠો મૂકી ગરમ કરવા મૂકો. હવે ચારણી માં તેલ લગાવી એમાં તૈયાર કરેલ રોલ મૂકો અને ઢાંકી ને પંદર મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને બાફી રાખેલ રોલ ના કટકા કરી લ્યો.
  • ત્યારબાદ રોલ ના કટકા ઉપર તેલ , લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા અને આચાર મસાલો છાંટો અને હલકા હાથે મિક્સ કરી લ્યો અને તૈયાર કરી લ્યો તો તૈયાર છે મસાલા ખીચું બાઇટ્સ.

Masala khichu recipe notes

  • આ રોલ ને તમે ફ્રીઝ માં મૂકી બે ત્રણ દિવસ સુંધી ગરમ કરી ખાઈ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular