આમળા ની સીઝન માં બધા ને આમળા અલગ અલગ રીતે બાર મહિના સાચવી ને ખાવા પસંદ હોય છે અને મુરબ્બો, અથાણું, મુખવાસ તરીકે બનાવતા જ હોઈએ છીએ પણ આજ આપણે એક નવા જ સ્વાદ નો મુખવાસ બનાવશું જે ખૂબ જ સરળ રીતે અને એક નવા જ સ્વાદ સાથે તૈયાર થશે આમળા બીટ નો મુખવાસ – Amla beet no mukhvas shikhie.
Ingredients List
- આમળા ½ કિલો
- બીટ 2-3
- આદુ નો કટકો 1 ઇંચ
- અજમો 1 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- શેકેલ વરિયાળી પાઉડર 2 ચમચી
- પીસેલી સાકર 3 ચમચી
- મરી ½ ચમચી
- સંચળ સ્વાદ મુજબ
Amla beet no mukhvas banavani rit
આમળા બીટ મુખવાસ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો અને કપડા થી કોરી કરી લીધા બાદ મોટી છીણી વડે છીણી એક બાજુ મૂકો.
ત્યાર બાદ બીટ ને ધોઇ સાફ કરી છાલ ઉતારી ફરીથી ધોઈ લ્યો અને એને પણ મોટી છીણી વડે છીણી લ્યો અને એક બાજુ મૂકો. હવે આદુ ને છોલી સાફ કરી પાણીથી ધોઈ લ્યો અને એને પણ છીણી વડે છીણી લ્યો.
હવે છીણેલા આમળા , છીણેલા બીટ અને છીણેલું આદુ એક મોટા વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં સંચળ, શેકેલ જીરું પાઉડર , અજમો હાથ થી મસળી ને નાખો, શેકેલ વરિયાળી પાઉડર, પીસેલી સાકાર અને મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે બે ત્રણ મોટી થાળી કે પ્લેટ માં પાતળું ફેલાવી ને તડકા માં બે ત્રણદિવસમાં અથવા પંખા નીચે ચાર પાંચ દિવસ સૂકવી લ્યો. મુખવાસ બિલકુલ સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે આમળા બીટ મુખવાસ.
Recipe Notes
- અહીં મીઠું કે સંચળ તમે થોડી ઓછી માત્રા માં નાખવું કેમકે જો માપ નું મીઠું કે સંચળ નાખશો તો મુખવાસ સુકાઈ ગયા બાદ વધારે ખારો થઈ જશે.
- મુખવાસ ને તમે સાફ ને કોરી પ્લાસ્ટિક ની સીટ પર પણ ફેલાવી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
આમળા બીટ નો મુખવાસ બનાવવાની રીત

Amla beet no mukhvas banavani rit
Equipment
- 1 મોટી તપેલી
- 1 છીણી
Ingredients
Ingredients List
- ½ કિલો આમળા
- 2-3 બીટ
- 1 ઇંચ આદુ નો કટકો
- 1 ચમચી અજમો
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- 2 ચમચી શેકેલ વરિયાળી પાઉડર
- 3 ચમચી પીસેલી સાકર
- ½ ચમચી મરી
- સંચળ સ્વાદ મુજબ
Instructions
Amla beet no mukhvas banavani rit
- આમળા બીટ મુખવાસ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો અને કપડા થી કોરી કરી લીધા બાદ મોટી છીણી વડે છીણી એક બાજુ મૂકો. ત્યાર બાદ બીટ ને ધોઇ સાફ કરી છાલ ઉતારી ફરીથી ધોઈ લ્યો અને એને પણ મોટી છીણી વડે છીણી લ્યો અને એક બાજુ મૂકો. હવે આદુ ને છોલી સાફ કરી પાણીથી ધોઈ લ્યો અને એને પણ છીણી વડે છીણી લ્યો.
- હવે છીણેલા આમળા , છીણેલા બીટ અને છીણેલું આદુ એક મોટા વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં સંચળ, શેકેલ જીરું પાઉડર , અજમો હાથ થી મસળી ને નાખો, શેકેલ વરિયાળી પાઉડર, પીસેલી સાકાર અને મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે બે ત્રણ મોટી થાળી કે પ્લેટ માં પાતળું ફેલાવી ને તડકા માં બે ત્રણદિવસમાં અથવા પંખા નીચે ચાર પાંચ દિવસ સૂકવી લ્યો. મુખવાસ બિલકુલ સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે આમળા બીટ મુખવાસ.
Notes
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મૂળા ની પૂરી બનાવવાની રીત | Mula ni puri banavani rit
મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banava ni rit
પાપડી બનાવવાની રીત | papdi banavani rit
