બજાર માં મસ્ત શક્કરિયા આવવા લાગ્યા છે અને કહેવાય છે કે શક્કરિયા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા હોય છે. તો આજ આપણે ખૂબ ઝડપથી અને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે એવો Shakkariya chaat – શક્કરીયા ચાટ બનાવીએ જે બધા ને પસંદ આવશે અને આ ચાર્ટ તમે વ્રત ઉપવાસમાં તો ખાઈ જ શકો છો સાથે વગર વ્રત માં પણ બનાવી ને ખાઈ શકો છો.
Ingredients list
- શક્કરિયા 250 ગ્રામ
- જીરું 3 ચમચી
- મરી 1 ચમચી
- સંચળ 1 ચમચી
- ઘી 1-2 ચમચી
- આંબલી ખજૂર ની ચટણી જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
- શેકેલ સીંગદાણા જરૂર મુજબ
- શેકેલ સફેદ તલ જરૂર મુજબ
- દાડમ ના દાણા જરૂર મુજબ
- લીંબુ નો રસ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Shakkariya chaat banavani rit
શક્કરિયા ચાટ બનાવવા સૌપ્રથમ કુકર મા પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી એમાં શક્કરિયા નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરીશક્કરિયા ને બાફવા મૂકો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. બધી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી શક્કરિયા બહાર કાઢી ઠંડા થવા દયો.
હવે ચાર્ટ માટેનો મસાલો બનાવશું જેનાથી ચાર્ટ નો સ્વાદ ખૂબ સારો લાગશે. ગેસ પર એક કડાઈમાં જીરું, મરી, નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો અને બને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો અને સાથે સંચળ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
હવે ઠંડા થયેલા શક્કરિયા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ગોળ ગોળ અથવા લાંબા લાંબા કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈ માં ઘી ગરમ કરી લ્યો અને એમાં શક્કરિયા ના કટકા નાખી મિડીયમ તાપે શક્કરિયા ને બધી બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
શક્કરિયા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક વાસણમાં શક્કરિયા નાખો. હવે એના પર તૈયાર કરેલ મસાલો, આંબલી ખજૂરની ચટણી, લીલી ચટણી, શેકેલ સીંગદાણા, શેકેલ સફેદ તલ લીંબુનો રસ અને દાડમ દાણા જરૂર અને પસંદ હોય એ પ્રમાણે નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને સર્વ કરો. તો તૈયાર છે શક્કરિયા ચાર્ટ.
Chaat recipe notes
- અહી ચાર્ટ માં તમે તમારી પસંદ મુજબ બીજી સામગ્રી પણ નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
શક્કરીયા ચાટ બનાવવાની રીત

Shakkariya chat banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 250 ગ્રામ શક્કરિયા
- 3 ચમચી જીરું
- 1 ચમચી મરી
- 1 ચમચી સંચળ
- 1-2 ચમચી ઘી
- આંબલી ખજૂર ની ચટણી જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
- શેકેલ સીંગદાણા જરૂર મુજબ
- શેકેલ સફેદ તલ જરૂર મુજબ
- દાડમ ના દાણા જરૂર મુજબ
- ½ ચમચી લીંબુ નો રસ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Shakkariya chat banavani rit
- શક્કરિયા ચાટ બનાવવા સૌપ્રથમ કુકર મા પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી એમાં શક્કરિયા નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરીશક્કરિયા ને બાફવા મૂકો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. બધી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી શક્કરિયા બહાર કાઢી ઠંડા થવા દયો.
- હવે ચાર્ટ માટેનો મસાલો બનાવશું જેનાથી ચાર્ટ નો સ્વાદ ખૂબ સારો લાગશે. ગેસ પર એક કડાઈમાં જીરું, મરી, નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો અને બને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો અને સાથે સંચળ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
- હવે ઠંડા થયેલા શક્કરિયા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ગોળ ગોળ અથવા લાંબા લાંબા કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈ માં ઘી ગરમ કરી લ્યો અને એમાં શક્કરિયા ના કટકા નાખી મિડીયમ તાપે શક્કરિયા ને બધી બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- શક્કરિયા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક વાસણમાં શક્કરિયા નાખો. હવે એના પર તૈયાર કરેલ મસાલો, આંબલી ખજૂરની ચટણી, લીલી ચટણી, શેકેલ સીંગદાણા, શેકેલ સફેદ તલ લીંબુનો રસ અને દાડમ દાણા જરૂર અને પસંદ હોય એ પ્રમાણે નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને સર્વ કરો. તો તૈયાર છે શક્કરિયા ચાર્ટ.
Chat recipe notes
- અહી ચાર્ટ માં તમે તમારી પસંદ મુજબ બીજી સામગ્રી પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોકલેટ મમરા બોલ્સ બનાવવાની રીત | Chocolate mamra balls banavani rit
પાનકોબી ના પકોડા | Pankobi pakoda banavani rit
પિઝા ચીઝ બોમ્બ બનાવવાની રીત | Pizza cheese bombs banavani rit
પફ બનાવવાની રીત | puff banavani rit | puff recipe in gujarati
નાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત | nagarvel na pan no mukhwas
