રેસ્ટોરન્ટ માં મળે તેવુંજ એકદમ દિલ્હી સ્ટાઇલ નું છોલે પાલક નું શાક ઘરે બનાવીશું. જો તમે ખાલી પાલક નું શાક ખાઇ ને કંટાળી ગયા હોવ તો આ નવીજ રીતે Chole Palak nu shaak – છોલે પાલક નું શાક ખવાની એકદમ મજા પડી જાય એવું શાક છે તો ચાલો આ નવી રીત નું શાક બનાવતા શીખીએ.
છોલે બાફવા માટેની સામગ્રી :-
- છોલે ચણા ( કાબુલી ચણા ) ½ kg અથવા જરૂર મુજબ
- તમાલપત્ર 1 નંગ
- તજ નો ટુકડો 1 ઇંચ
- કાળી એલચી 1 નંગ
- લીલી એલચી 1 નંગ
- મીઠું સ્વાદ મુજબ
- જરૂર મુજબ પાણી
વઘાર કરવા માટેની સામગ્રી :-
- તેલ 1 ચમચી
- ઘી 1 ચમચી
- જીરું 1 ચમચી
- અજમો ½ ચમચી
- લવિંગ 3-4 નંગ
- આદુ-લસણની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચાં 3-4 નંગ
- હિંગ ¼ ચમચી
- ડુંગળી ઝીણી સુધારેલી 1 નંગ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- હળદર પાવડર ¼ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- ધાણા જીરું પાવડર 1 ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- સૂકા દાડમ નું પાવડર 1 ચમચી
- પાલક 1 ઝૂડી પીસેલી
- કસૂરી મેથી જરૂર મુજબ
- ગરમ મસાલો 1 ½ ચમચી
ઉપર થી બીજો તડકો આપવા માટેની સામગ્રી :-
- ઘી 1 ચમચી
- કાતરી બારીક સુધારેલું 8-10 કણી અથવા જરૂર મુજબ
- આદુ કતરણ કરેલું
- લીલું મરચું ઊભું કાપેલું 1 નંગ
Chole Palak nu shaak banavani rit
છોલે પાલક નું શાક બનાવવા માટે સૌ પ્રથમ કાબુલી ચણા ને આખી રાત પલાડી દેશું. બીજા દિવસે જયારે તમને બનાવવા હોય ત્યારે ચણા ને ફરીથી એક વખત સારા પાણી થી ધોઈ લેશું. ત્યાર બાદ કુકર માં ચણા નાખી તેમાં જરૂર મુજબ નું પાણી નાખી ને તેમાં તમાલપત્ર 1 નંગ , તજ નો ટુકડો 1 ઇંચ , મોટી કાળી એલચી 1 નંગ , લીલી એલચી 1 નંગ , સ્વાદ મુજબ મીઠું નાખી અને કુકર બંધ કરી ફુલ તાપે પેલે 4-5 સિટી વગાડી લેશું ત્યાર બાદ ગેસ ધીમો કરી અને 15 મિનિટ માટે ચણા ને બાફવા દેશું.
હવે ચણા બફાઈ જાય એટલે આપણે વઘાર માટેની તૈયાર કરી લેશું જેના માટે ગેસ પર એક કડાઈ / પેન મૂકીશું પેન ગરમ થાય એટલે તેમાં 1 ચમચી તેલ , ઘી 1 ચમચી નાખી ગરમ થાય એટલે તેમાં , જીરું 1 ચમચી , અજમો ½ ચમચી , લવિંગ 3-4 નંગ નાખી બરાબર તતડી જાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ 1 ચમચી , લીલા મરચાં નાના કટકા કરીને 3-4 નંગ , હિંગ ¼ ચમચી નાખી 30 સેકન્ડ માટે સેકી લેશું જેથી આદુ લસણ ની કચાસ દૂર થઈ જાય.
ત્યાર પછી તેમાં ડુંગળી ઝીણી સુધારેલી 1 નંગ , સ્વાદ મુજબ મીઠું નાખીશું જેથી ડુંગળી આપણી સારી રીતે ચળી જાય એટલે તેમાં થોડું અથવા તો પાણી જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લેશું અને હવે તેમાં હળદર પાવડર ¼ ચમચી , લાલ મરચું પાવડર 1 ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , શેકેલું જીરું પાવડર 1 ચમચી , સૂકા દાડમ નું પાવડર 1 ચમચી આ પાવડર બજાર માં આરામથી મળી જશે ખાસ ધ્યાન રાખવું કે દાડમ વાળું પાવડર નાખવાથી આપણું શાક એકદમ ટેસ્ટી લાગશે તૈયાર બાદ સારી રીતે મિક્સ કરી અને બધા મસાલા ને થોડી વાર માટે ચડવા દેવું.
ત્યાર બાદ તેમાં બાફીને રાખેલા છોલે આપણે પાણી સાથે જ નાખી દીધાં પછી તેમાં , પીસેલી પાલક 1 ઝૂડી નાખી અને ફરીથી બધું સારી રીતે મિક્સ કરી અને ત્યાર બાદ તેમાં હાથેથી મસળી ને કસૂરી મેથી જરૂર મુજબ નાખી અને હવે ઉપર થી થોડો ગરમ મસાલો 1 ½ ચમચી નાખી બધું મિક્સ કરી અને 5-10 મિનિટ માટે આપણે છોલે ને ચડવા દેશું.
હવે છોલે ચળી ગયા બાદ ઢાંકણ ખોલી અને ફરીથી શાક માં ઉપર થી નાખવા માટે એક બીજો વઘાર તૈયાર કરીશું જેના માટે ગેસ પર એક વઘારિયા માં 2 ચમચી ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં જીણું કાપેલું લસણ નાખી લસણ ને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દેશું લસણ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી તેમાં આદુ ની કતરણ અને લીલું મરચું ઊભું કાપેલું 1 નંગ નાખી થોડું શેકાઈ જાય એટલે તૈયાર કરેલ તડકા ને આપણે શાક માં નાખી દેશું અને મિક્સ કરી દેશું.
તો તૈયાર છે આપણું મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે પાલક નું શાક જેને તમે ગરમા ગરમ રોટલી , પરોઠા , ભાત કે પછી નાના સાથે સર્વ કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
છોલે પાલક નું શાક બનાવવાની રીત

Chole Palak nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ / પેન
- 1 વઘારિયુ
- 1 પ્રેશર કુકર
Ingredients
છોલે બાફવા માટેની સામગ્રી :-
- ½ kg છોલે ચણા કાબુલી ચણા અથવા જરૂર મુજબ
- 1 નંગ તમાલપત્ર
- 1 ઇંચ તજ નો ટુકડો
- 1 નંગ કાળી એલચી
- 1 નંગ લીલી એલચી
- મીઠું સ્વાદ મુજબ
- જરૂર મુજબ પાણી
વઘાર કરવા માટેની સામગ્રી :-
- 1 ચમચી તેલ
- 1 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 3-4 નંગ લવિંગ
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- 3-4 નંગ લીલા મરચાં
- ¼ ચમચી હિંગ
- 1 નંગ ડુંગળી ઝીણી સુધારેલી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ¼ ચમચી હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા જીરું પાવડર
- 1 ચમચી જીરું પાવડર
- 1 ચમચી સૂકા દાડમ નું પાવડર
- 1 ઝૂડી પાલક પીસેલી
- કસૂરી મેથી જરૂર મુજબ
- 1½ ચમચી ગરમ મસાલો
ઉપર થી બીજો તડકો આપવા માટેની સામગ્રી :-
- 1 ચમચી ઘી
- 8-10 કણી કાતરી બારીક સુધારેલું અથવા જરૂર મુજબ
- આદુ કતરણ કરેલું
- 1 નંગ લીલું મરચું ઊભું કાપેલું
Instructions
Chole Palak nu shaak banavani rit
- છોલે પાલક નું શાક બનાવવા માટે સૌ પ્રથમ કાબુલી ચણા ને આખી રાત પલાડી દેશું. બીજા દિવસે જયારે તમને બનાવવા હોય ત્યારે ચણા ને ફરીથી એક વખત સારા પાણી થી ધોઈ લેશું. ત્યાર બાદ કુકર માં ચણા નાખી તેમાં જરૂર મુજબ નું પાણી નાખી ને તેમાં તમાલપત્ર 1 નંગ , તજ નો ટુકડો 1 ઇંચ , મોટી કાળી એલચી 1 નંગ , લીલી એલચી 1 નંગ , સ્વાદ મુજબ મીઠું નાખી અને કુકર બંધ કરી ફુલ તાપે પેલે 4-5 સિટી વગાડી લેશું ત્યાર બાદ ગેસ ધીમો કરી અને 15 મિનિટ માટે ચણા ને બાફવા દેશું.
- હવે ચણા બફાઈ જાય એટલે આપણે વઘાર માટેની તૈયાર કરી લેશું જેના માટે ગેસ પર એક કડાઈ / પેન મૂકીશું પેન ગરમ થાય એટલે તેમાં 1 ચમચી તેલ , ઘી 1 ચમચી નાખી ગરમ થાય એટલે તેમાં , જીરું 1 ચમચી , અજમો ½ ચમચી , લવિંગ 3-4 નંગ નાખી બરાબર તતડી જાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ 1 ચમચી , લીલા મરચાં નાના કટકા કરીને 3-4 નંગ , હિંગ ¼ ચમચી નાખી 30 સેકન્ડ માટે સેકી લેશું જેથી આદુ લસણ ની કચાસ દૂર થઈ જાય.
- ત્યાર પછી તેમાં ડુંગળી ઝીણી સુધારેલી 1 નંગ , સ્વાદ મુજબ મીઠું નાખીશું જેથી ડુંગળી આપણી સારી રીતે ચળી જાય એટલે તેમાં થોડું અથવા તો પાણી જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લેશું અને હવે તેમાં હળદર પાવડર ¼ ચમચી , લાલ મરચું પાવડર 1 ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , શેકેલું જીરું પાવડર 1 ચમચી , સૂકા દાડમ નું પાવડર 1 ચમચી આ પાવડર બજાર માં આરામથી મળી જશે ખાસ ધ્યાન રાખવું કે દાડમ વાળું પાવડર નાખવાથી આપણું શાક એકદમ ટેસ્ટી લાગશે તૈયાર બાદ સારી રીતે મિક્સ કરી અને બધા મસાલા ને થોડી વાર માટે ચડવા દેવું.
- ત્યાર બાદ તેમાં બાફીને રાખેલા છોલે આપણે પાણી સાથે જ નાખી દીધાં પછી તેમાં , પીસેલી પાલક 1 ઝૂડી નાખી અને ફરીથી બધું સારી રીતે મિક્સ કરી અને ત્યાર બાદ તેમાં હાથેથી મસળી ને કસૂરી મેથી જરૂર મુજબ નાખી અને હવે ઉપર થી થોડો ગરમ મસાલો 1 ½ ચમચી નાખી બધું મિક્સ કરી અને 5-10 મિનિટ માટે આપણે છોલે ને ચડવા દેશું.
- હવે છોલે ચળી ગયા બાદ ઢાંકણ ખોલી અને ફરીથી શાક માં ઉપર થી નાખવા માટે એક બીજો વઘાર તૈયાર કરીશું જેના માટે ગેસ પર એક વઘારિયા માં 2 ચમચી ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં જીણું કાપેલું લસણ નાખી લસણ ને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દેશું લસણ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી તેમાં આદુ ની કતરણ અને લીલું મરચું ઊભું કાપેલું 1 નંગ નાખી થોડું શેકાઈ જાય એટલે તૈયાર કરેલ તડકા ને આપણે શાક માં નાખી દેશું અને મિક્સ કરી દેશું.
- તો તૈયાર છે આપણું મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે પાલક નું શાક જેને તમે ગરમા ગરમ રોટલી , પરોઠા , ભાત કે પછી નાના સાથે સર્વ કરી શકો છો .
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Aloo Kulcha banavani rit | આલુ કુલ્ચા બનાવવાની રીત
Bhrela bhinda nu shaak recipe | ભરેલા ભીંડા નું શાક
Dungri batata nu shak banavani rit | ડુંગળી બટાકા નું શાક
