HomeNastaSurti bhushu banavani rit | સુરતી ભુસુ બનાવવાની રીત

Surti bhushu banavani rit | સુરતી ભુસુ બનાવવાની રીત

સુરતી લોકો નો મનપસંદ ફરસાણ છે જે તેઓ ચંદી પડવા પર ધારી સાથે ખાતા હોય છે. ખાટો, મીઠો અને તીખો એવું આ ફરસાણ બધાને ખૂબ પસંદ આવે છે તો ચાલો આજ આપણે સુરત નું એ ફરસાણ ઘરે બનાવતા શીખીશું. તો ચાલો Surti bhushu – સુરતી ભુસુ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • જાડા પૌવા 1 કપ
  • સીંગદાણા 1 કપ
  • મકાઈ ના પૌવા 1 કપ
  • પલાળેલી ચણાદાળ ½ કપ
  • મમરા 2 કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • પીસેલી ખાંડ 2- 3 ચમચી
  • નાયલોન પૌવા ½ કપ
  • સંચળ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • મીઠા લીમડા ના પાંદ 15- 20
  • સેવ 1 કપ
  • ચંપાકલી ગાંઠિયા 1 કપ
  • ભાવનગરી ગાંઠિયા ½ કપ
  • તરવા માટે તેલ

Surti bhushu banavani rit

સુરતી ભુસુ બનાવવા સૌપ્રથમ પાંચ છ કલાક પલાળેલી ચણા દાળ નું પાણી નિતારી કોરા સાફ કપડા પર ફેલાવી ને સૂકવી કોરી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં મકાઈ ના પૌવા થોડા થોડા કરી નાખતા જઈ તરી ચારણીમાં કાઢી લ્યો જેથી વધારાનું તેલ નીતરી જાય.

ત્યાર બાદ જાડા પૌવા ને થોડા થોડા કરી તરી ચારણી માં નાખો. ત્યાર બાદ સીંગદાણા ને તરી ને ચારણીમાં નાખો. હવે સૂકવી ને કોરી કરેલ ચણા દાળ ને થોડી થોડી કરી ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને એને પણ બીજી સામગ્રી સાથે ચારણીમાં નાખો. ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ ને પણ તરી લ્યો.

ત્યાર બાદ બે ચમચી તેલ કડાઈમાં રહેવા દઈ બાકી નું તેલ અલગ કરી લ્યો અને નાયલોન પૌવા ને એમાં શેકી લ્યો. પૌવા શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ફરી એજ કડાઈ માં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં પા ચમચી હળદર નાખો અને સાથે મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મમરા ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.

હવે એક મોટા વાસણમાં તરી રાખેલ સામગ્રી, શેકી રાખેલ પૌવા , મમરા નાખી મિક્સ કરી લ્યો. હવે વઘારિયા માં બે ચાર ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી તૈયાર વઘાર ને બીજી સામગ્રી સાથે નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ બધી સામગ્રી બિલકુલ ઠંડી થાય એટલે એમાં  સેવ, ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, સંચળ અને પીસેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે સુરતી ભુસુ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

સુરતી ભુસુ બનાવવાની રીત

Surti bhushu - સુરતી ભુસુ

Surti bhushu banavani rit

સુરતી લોકો નો મનપસંદ ફરસાણ છે જે તેઓ ચંદી પડવા પર ધારીસાથે ખાતા હોય છે. ખાટો, મીઠો અને તીખોએવું આ ફરસાણ બધાને ખૂબ પસંદ આવે છે તો ચાલો આજ આપણે સુરત નું એ ફરસાણ ઘરે બનાવતા શીખીશું. તો ચાલો Surti bhushu – સુરતી ભુસુ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારો

Ingredients

  • 1 કપ જાડા પૌવા
  • 1 કપ સીંગદાણા
  • 1 કપ મકાઈ ના પૌવા
  • ½ કપ પલાળેલી ચણાદાળ
  • 2 કપ મમરા
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર 2
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • ½ કપ નાયલોન પૌવા
  • ½ ચમચી સંચળ
  • સ્વાદ મુજબ મીઠું
  • 15- 20 મીઠા લીમડા ના પાંદ
  • 1 કપ સેવ
  • 1 કપ ચંપાકલી ગાંઠિયા
  • ½ કપ ભાવનગરી ગાંઠિયા
  • તરવા માટે તેલ

Instructions

Surti bhushu banavani rit

  • સુરતી ભુસુ બનાવવા સૌપ્રથમ પાંચ છ કલાક પલાળેલી ચણા દાળ નું પાણી નિતારી કોરા સાફ કપડા પર ફેલાવી ને સૂકવી કોરી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં મકાઈ ના પૌવા થોડા થોડા કરી નાખતા જઈ તરી ચારણીમાં કાઢી લ્યો જેથી વધારાનું તેલ નીતરી જાય.
  • ત્યાર બાદ જાડા પૌવા ને થોડા થોડા કરી તરી ચારણી માં નાખો. ત્યાર બાદ સીંગદાણા ને તરી ને ચારણીમાં નાખો. હવે સૂકવી ને કોરી કરેલ ચણા દાળ ને થોડી થોડી કરી ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને એને પણ બીજી સામગ્રી સાથે ચારણીમાં નાખો. ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ ને પણ તરી લ્યો.
  • ત્યાર બાદ બે ચમચી તેલ કડાઈમાં રહેવા દઈ બાકી નું તેલ અલગ કરી લ્યો અને નાયલોન પૌવા ને એમાં શેકી લ્યો. પૌવા શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ફરી એજ કડાઈ માં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં પા ચમચી હળદર નાખો અને સાથે મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મમરા ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.
  • હવે એક મોટા વાસણમાં તરી રાખેલ સામગ્રી, શેકી રાખેલ પૌવા , મમરા નાખી મિક્સ કરી લ્યો. હવે વઘારિયા માં બે ચાર ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી તૈયાર વઘાર ને બીજી સામગ્રી સાથે નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ બધી સામગ્રી બિલકુલ ઠંડી થાય એટલે એમાં સેવ, ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, સંચળ અને પીસેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે સુરતી ભુસુ.

Notes

  • તીખાશ, મીઠાસ તમે તમારી પસંદ મુજબ નાખવી.
  • આ ઉપરાત તમે તળેલી દાળમુઠ પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular