HomeDessert & DrinksBalushahi recipe : બાલૂશાહી બનાવવાની રીત

Balushahi recipe : બાલૂશાહી બનાવવાની રીત

આ મીઠાઈ અંદર થી એકદમ જ્યુઈસી લાગે છે અને ઉપર થી ક્રિસ્પી. આ બાલૂશાહી મીઠાઈ એક વખત બનાવી લાંબો સમય સુંધી સાચવી શકાય છે અને ઘરે કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો પહેલેથી બનાવી સર્વ પણ કરી શકાય છે. તો ચાલો આજ ખૂબ સરળ રીતે અને ખૂબ ઓછા ખર્ચે એક સ્વાદિષ્ટ મીઠાઈ Balushahi banavani rit શીખીશું.

બાલૂશાહી ની સામગ્રી

  • મેંદા નો લોટ 2 ½ કપ
  • મીઠું 1 ચપટી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • ઘી ½ કપ
  • પાણી ½ કપ
  • ઘી / તેલ જરૂર મુજબ

ચાસણી માટેની સામગ્રી

  • ખાંડ 2 કપ
  • પાણી 1 કપ
  • એલચી 2-3
  • કેસર ના તાંતણા 15-20
  • ફૂડ કલર ઓપ્શનલ છે
  • પિસ્તા ની કતરણ જરૂર મુજબ

બાલૂશાહી બનાવવાની રીત

બાલૂશાહી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં મેંદા ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર, મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્રણે સામગ્રી ને બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી લોટ ને ભેગો કરો. આમ લોટ ને ભેગો કરી હલકા હાથે લોટ બાંધો. બાંધેલા લોટ ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને એમાં એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ચાસણી ને ઉકળવા લાગો. ચાસણી ઉકાળી ને પોણા થી એક  તાર ની થાય એટલે ગેસ બંધ કરી એમાં બે ત્રણ ટીપાં લીંબુનો રસ નાખી મિક્સ કરી તૈયાર ચાસણી ને એક બાજુ મૂકો.

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ/ ઘી ને ધીમા તાપે ગરમ કરવા મૂકો. તેલ અને ઘી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની બાલૂશાહી બનાવી હોય એ સાઇઝ માં લુવા ને લ્યો અને હથેળી વચ્ચે ગોળ ગોળ ફેરવી લ્યો અને આંગળી અથવા વેલણ વડે વચ્ચે કાણું કરી લ્યો. આમ થોડા લુવા બનાવી લ્યો અને ત્યાર બાદ ઘી કે તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ લુવા નાખો અને તરવા માટે નાખો.

સાવ ધીમા તાપે બાલૂશાહી ને તરવા માટે નાખો અને જ્યાં સુંધી ઉપર ના આવે ત્યાં સુંધી અડવી નહિ. બાલુશાહી ઉપર આવે એટલે ગેસ ને મિડીયમ કરી એક ભાગ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. નીચે ગોલ્ડન થાય એટલે ઝારા થી ઉથલાવી ફરી ગેસ ધીમો કરી બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

હવે બાલુંશાહી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી નવશેકી ચાસણી માં નાખી બે મિનિટ એક બાજુ બોળી રાખો અને બે ત્રણ મિનિટ પછી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ ત્રણ ચાર મિનિટ ચાસણી માં બોળી રાખો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે બીજા લોટ માંથી લુવા બનાવી કાણા કરી લ્યો અને ગેસ ધીમો ચાલુ કરી એમાં તૈયાર કરેલ લુવા નાખી બને બાજુ ગોલ્ડન બ્રાઉન તરી લ્યો અને ચાસણીમાં બોળી લ્યો અને ઉપર પિસ્તા ની કતરણ  છાંટી દયો. આમ બધી જ બાલૂશાહી બનાવી લ્યો અને બીજા વાસણમાં ઠંડી કરી લ્યો. બાલૂશાહી ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો બાલૂશાહી.

Balushahi recipe notes

  • બાલૂશાહી માટેના લોટ ને મસળી મસળી ને નથી બાંધવા નો. લોટ બસ એક સાથે આવે એટલો જ ભેગો કરવાનો જેથી તરતી વખતે એમાં પળ બરોબર બને.
  • બાલૂશાહી ને પહેલા ધીમા તાપે ત્યાર બાદ મિડીયમ તાપે અને ત્યાર બાદ ઉથલાવી ફરી ધીમા ને મિડીયમ તાપે તરી લેવી અને બીજી બાલૂશાહી તરવા નાખવાથી પહેલા ગેસ બંધ કરી તેલ કે ઘી ને નવશેકું કરી લેવું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Balushahi banavani rit

બાલૂશાહી – Balushahi - બાલૂશાહી બનાવવાની રીત - Balushahi banavani rit

Balushahi banavani rit

આ મીઠાઈ અંદર થી એકદમ જ્યુઈસી લાગે છે અને ઉપર થી ક્રિસ્પી. આ બાલૂશાહી મીઠાઈ એક વખત બનાવી લાંબો સમય સુંધી સાચવી શકાય છે અને ઘરે કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો પહેલેથીબનાવી સર્વ પણ કરી શકાય છે. તો ચાલો આજ ખૂબ સરળ રીતે અને ખૂબ ઓછા ખર્ચે એક સ્વાદિષ્ટ મીઠાઈ Balushahi banavani rit શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
Total Time: 50 minutes
Servings: 20 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

બાલૂશાહી ની સામગ્રી

  • 2 ½ કપ મેંદા નો લોટ
  • 1 ચપટી મીઠું
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ½ કપ ઘી
  • ½ કપ પાણી
  • ઘી / તેલ જરૂર મુજબ

ચાસણી માટેની સામગ્રી

  • 2 કપ ખાંડ
  • 1 કપ પાણી
  • 2-3 એલચી
  • 15-20 કેસર ના તાંતણા
  • ફૂડ કલર ઓપ્શનલ છે
  • પિસ્તા ની કતરણ જરૂર મુજબ

Instructions

Balushahi banavani rit

  • બાલૂશાહી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં મેંદા ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર, મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્રણે સામગ્રી ને બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી લોટ ને ભેગો કરો. આમ લોટ ને ભેગો કરી હલકા હાથે લોટ બાંધો. બાંધેલા લોટ ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને એમાં એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ચાસણી ને ઉકળવા લાગો. ચાસણી ઉકાળી ને પોણા થી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી એમાં બે ત્રણ ટીપાં લીંબુનો રસ નાખી મિક્સ કરી તૈયાર ચાસણી ને એક બાજુ મૂકો.
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ/ ઘી ને ધીમા તાપે ગરમ કરવા મૂકો. તેલ અને ઘી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની બાલૂશાહી બનાવી હોય એ સાઇઝ માં લુવા ને લ્યો અને હથેળી વચ્ચે ગોળ ગોળ ફેરવી લ્યો અને આંગળી અથવા વેલણ વડે વચ્ચે કાણું કરી લ્યો. આમ થોડા લુવા બનાવી લ્યો અને ત્યાર બાદ ઘી કે તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ લુવા નાખો અને તરવા માટે નાખો.
  • સાવ ધીમા તાપે બાલૂશાહી ને તરવા માટે નાખો અને જ્યાં સુંધી ઉપર ના આવે ત્યાં સુંધી અડવી નહિ. બાલુશાહી ઉપર આવે એટલે ગેસ ને મિડીયમ કરી એક ભાગ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. નીચે ગોલ્ડન થાય એટલે ઝારા થી ઉથલાવી ફરી ગેસ ધીમો કરી બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • હવે બાલુંશાહી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી નવશેકી ચાસણી માં નાખી બે મિનિટ એક બાજુ બોળી રાખો અને બે ત્રણ મિનિટ પછી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ ત્રણ ચાર મિનિટ ચાસણી માં બોળી રાખો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે બીજા લોટ માંથી લુવા બનાવી કાણા કરી લ્યો અને ગેસ ધીમો ચાલુ કરી એમાં તૈયાર કરેલ લુવા નાખી બને બાજુ ગોલ્ડન બ્રાઉન તરી લ્યો અને ચાસણીમાં બોળી લ્યો અને ઉપર પિસ્તા ની કતરણ છાંટી દયો. આમ બધી જ બાલૂશાહી બનાવી લ્યો અને બીજા વાસણમાં ઠંડી કરી લ્યો. બાલૂશાહી ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો બાલૂશાહી.

Balushahi recipe notes

  • બાલૂશાહી માટેના લોટ ને મસળી મસળી ને નથી બાંધવા નો. લોટ બસ એક સાથે આવે એટલો જ ભેગો કરવાનો જેથી તરતી વખતે એમાં પળ બરોબર બને.
  • બાલૂશાહી ને પહેલા ધીમા તાપે ત્યાર બાદ મિડીયમ તાપે અને ત્યાર બાદ ઉથલાવી ફરી ધીમા ને મિડીયમ તાપે તરી લેવી અને બીજી બાલૂશાહી તરવા નાખવાથી પહેલા ગેસ બંધ કરી તેલ કે ઘી ને નવશેકું કરી લેવું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular