શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને વ્રત ઉપવાસ અને વાર તહેવાર ચાલુ થઈ ગયા છે ત્યારે ઘરે કઈક ને કઈક મીઠાઈ બહાર થી આવતી હોય છે પણ આ વખતે આપણે ઘરે થોડી મહેનત કરી આપણી બધાની પસંદીદા મીઠાઈ ઘરે બનાવતા શીખીએ અને ઘરે બનાવી પરિવાર સાથે તહેવાર નો આનંદ વધારી શકીએ છીએ તો આજ આપણે બધા ને પંસદ આવતો મિલ્ક કેક ઘરે બનાવતા શીખીશું. તો ચાલો Milk cake banavani rit શીખીએ.
મિલ્ક કેક બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 3 લીટર
- લીંબુના ફૂલ / વિનેગર 3 ચપટી
- ખાંડ 2 કપ
- ઘી 4-5 ચમચી
મિલ્ક કેક બનાવવાની રીત
મિલ્ક કેક બનાવવા સૌપ્રથમ મોલ્ડ લ્યો એમાં ઘી લગાવી ને ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં પા કપ પાણી નાખો અને ત્યાર બાદ ફૂલ ક્રીમ દૂધ નાખી ગેસ ચાલુ કરી લ્યો. હવે દૂધ માં ખાંડ નાખો અને ચમચા થી બરોબર હલાવી મિક્સ કરી લ્યો અને દૂધ ને ઉકાળી લ્યો.
દૂધ ઊકળવા લાગે એટલે એમાં લીંબુના ફૂલ થોડા થોડા નાખી મિક્સ કરી લ્યો અને ફૂલ તાપે જ હલાવતા રહો. દૂધ ને હલાવતા વખતે તમે બ્રી ના જાઓ એનું ખાસ ધ્યાન રાખવું. દૂધ ઉકાળી ને ત્રીસ ટકા જેટલું રહે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
દૂધ માંથી પાણી બિલકુલ બરી જાય અને માત્ર માવા જેવું ઘટ્ટ મિશ્રણ રહે ત્યારે એમાં ઘી નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી ઉપર એલ્યુમિનિયમ નું ઢાંકણ કે ફોઈલ લાગવી પેક કરી ઉપર કપડું ઢાંકી ઠંડુ થાય ત્યાં સુંધી એક બાજુ મૂકી દયો.
મોલ્ડ બિલકુલ ઠંડો થાય એટલે ચાકુથી કિનારી અલગ કરી ડી મોલ્ડ કરી લ્યો અને કટકા કરી લ્યો ઉપર ઈચ્છા મુજબ ના ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટો અને મજા લ્યો મિલ્ક કેક.
Milk cake notes
- જો તમારા પાસે લીંબુના ફૂલ ના હોય તો વિનેગર ના ત્રણ ચાર ટીપાં પણ વાપરી શકો છો.
- મિલ્ક કેક ના ઘણો પાતળો કે ના ઘણો ઘટ્ટ હોય કેમ કે જો પાતળો હસે તો સેટ નથી થતો અને ઘટ્ટ થઈ જશે તો કડક થઈ જશે
- મિલ્ક કેક ને ઠંડો થતાં આખી રાત અથવા બાર થી પંદર કલાક લાગી શકે છે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Milk cake banavani rit
Milk cake banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મોલ્ડ
Ingredients
મિલ્ક કેક બનાવવા જરૂરી સામગ્રી
- 3 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 3 ચપટી લીંબુના ફૂલ / વિનેગર
- 2 કપ ખાંડ
- 4-5 ચમચી ઘી
Instructions
Milk cake banavani rit
- મિલ્ક કેક બનાવવા સૌપ્રથમ મોલ્ડ લ્યો એમાં ઘી લગાવી ને ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં પા કપ પાણી નાખો અને ત્યાર બાદ ફૂલ ક્રીમ દૂધ નાખી ગેસ ચાલુ કરી લ્યો. હવે દૂધ માં ખાંડ નાખો અને ચમચા થી બરોબર હલાવી મિક્સ કરી લ્યો અને દૂધ ને ઉકાળી લ્યો.
- દૂધ ઊકળવા લાગે એટલે એમાં લીંબુના ફૂલ થોડા થોડા નાખી મિક્સ કરી લ્યો અને ફૂલ તાપે જ હલાવતા રહો. દૂધ ને હલાવતા વખતે તમે બ્રી ના જાઓ એનું ખાસ ધ્યાન રાખવું. દૂધ ઉકાળી ને ત્રીસ ટકા જેટલું રહે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
- દૂધ માંથી પાણી બિલકુલ બરી જાય અને માત્ર માવા જેવું ઘટ્ટ મિશ્રણ રહે ત્યારે એમાં ઘી નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી ઉપર એલ્યુમિનિયમ નું ઢાંકણ કે ફોઈલ લાગવી પેક કરી ઉપર કપડું ઢાંકી ઠંડુ થાય ત્યાં સુંધી એક બાજુ મૂકી દયો.
- મોલ્ડ બિલકુલ ઠંડો થાય એટલે ચાકુથી કિનારી અલગ કરી ડી મોલ્ડ કરી લ્યો અને કટકા કરી લ્યો ઉપર ઈચ્છા મુજબ ના ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટો અને મજા લ્યો મિલ્ક કેક.
Milk cake notes
- જો તમારા પાસે લીંબુના ફૂલ ના હોય તો વિનેગર ના ત્રણ ચાર ટીપાં પણ વાપરી શકો છો.
- મિલ્ક કેક ના ઘણો પાતળો કે ના ઘણો ઘટ્ટ હોય કેમ કે જો પાતળો હસે તો સેટ નથી થતો અને ઘટ્ટ થઈ જશે તો કડક થઈ જશે
- મિલ્ક કેક ને ઠંડો થતાં આખી રાત અથવા બાર થી પંદર કલાક લાગી શકે છે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Topra pak | ટોપરાપાક બનાવવાની રીત
શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati
હલવાસન | halwasan recipe | halwasan khambhat
ફરાળી સુખડી બનાવવાની રીત | Faralli sukhdi banavani rit | Faralli sukhdi recipe in gujarati
સાટા બનાવવાની રીત | Sata banavani rit | sata recipe in gujarati