Home Lunch & Dinner Bhindi do pyaza banavani rit | ભીંડી દો પ્યાઝા બનાવવાની રીત

Bhindi do pyaza banavani rit | ભીંડી દો પ્યાઝા બનાવવાની રીત

0
Image credit – Youtube/Sumi's Cooking Corner

આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે પછી Bhindi do pyaza – ઢાબા સ્ટાઇલ ભીંડી દો પ્યાઝા ઘરે અને એ પણ સાવ સરળ રીતે બનાવતા શીખીશું . એક વખત બનાવશો તો વારંવાર આ રેસિપી બનાવવાની મજા આવી જાય એવી રેસીપી છે તો ચાલો આ ભીંડી દો પ્યાઝા ઘરે બનાવતા શીખીએ.

INGREDIENTS

  • ભીંડી 300 ગ્રામ (ધોયેલી, સૂકી, 1 ઇંચના ટુકડામાં કાપેલી )
  • બારીક ચોપ કરેલી મોટી  ડુંગળી 1
  • ડુંગળી 2 મોટી છૂટા છૂટા 4 ભાગ કરી અને બધા પળ કાઢી લેવા
  • લીલા મરચાં જીણા સુધારેલા 1-2 નંગ
  • આદુ-લસણની પેસ્ટ 1 ચમચી
  • ટમેટા ની પ્યૂરી 1 કપ
  • જીરું ½ ચમચી
  • હળદર પાવડર ½ ચમચી
  • ધાણા જીરું પાવડર 1 ચમચી
  • લાલ મરચું પાવડર ½  ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી ( વૈકલ્પિક )
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ 2-3 ચમચી
  • ફેટેલું દહીં 1/4 કપ
  • લીંબુનો રસ અથવા આમચુર પાવડર ½ ચમચી
  • લીલા ધાણા 2-3 ચમચી

Bhindi do pyaza banavani rit

ભીંડી દો પ્યાઝા બનાવવા માટે સૌ પ્રથમ 300 ગ્રામ ભીંડા ને સારી રીતે પાણી માં ધોઈ અને કોરા કરી લેશું . ત્યાર બાદ ભીંડા નું આગળ અને પાછળ ના ભાગ કાપી લેશું . ધ્યાન રાખવું કે પાકા ભીંડા હોય તે કાઢી લેવા

હવે ભીંડા નો આગળ પાછળ ના ભાગ કાપ્યા બાદ વચે થી 2 ભાગ માં કટકા કરી લેશું . ત્યાર બાદ એક ચોપર લેશું અને 1 મોટી સાઇઝ ની ડુંગળી ને ચોપર માં સારી રીતે ચોપ કરી લેશું . ત્યાર બાદ ગેસ પર એક પેન માં 2-3 ચમચી તેલ નાખી અને તેલ ને ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે જે ભીંડા કાપી ને રાખ્યા હતા તે પેન માં નાખી અને મિડિયમ તાપે ભીંડા થોડા ગોલ્ડન થાય અને બરાબર ચળી જાય ત્યાં સુધી 7-8 મિનિટ માટે ભીંડા ને ચડાવી લેશું.

ત્યાર બાદ ભીંડા થોડા ચળી જાય એટલે આપણે તેમાં 2 મોટી ડુંગળી માંથી પેલે 4 ભાગ કરી અને ત્યાર બાદ છૂટા છૂટા બધા પળ કાઢી લેશું હવે એ ડુંગળી ને પણ આપણે ભીંડા સાથે શેકાવા મૂકી દેશું . ડુંગળી અને ભીંડા થોડા સોફ્ટ અને ચડાવા આવી જાય એટલે એજ પેન માં આપણે 1.5 ચમચી જેવું તેલ નાખી દેશું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ½ ચમચી , લીલું મરચું જીણું સમારેલું 2 નંગ , ચોપ કરેલી ડુંગળી નાખી અને ડુંગળી થોડી ગોલ્ડન અને સોફ્ટ થાય ત્યાં સુધી સેકી લેશું.

હવે ડુંગળી સંતળાઈ ગયા બાદ તેમાં આપણે આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , ટમેટા ની પ્યૂરી 1 કપ નાખી સ્વાદ મુજબ મીઠું નાખી અને ટમેટા માંથી તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવી લેશું હવે ત્યાર બાદ તેમાં હળદર પાવડર ½ ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી , ગરમ મસાલો ¼ ચમચી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને થોડી સેકન્ડ માટે શેકાવા દેશું.

ત્યાર બાદ મસાલા થોડા શેકાઈ ગયા બાદ તેમાં ફેટેલું દહીં નાખી અને સતત હલાવતા રહેવું જેથી તેમાંથી તેલ છૂટું પડી જાય અને ત્યાર પછી તેમાં થોડું પાણી અને આમચૂર પાવડર ¼ ચમચી નાખી અને તેમાં ભીંડા અને ડુંગળી નાખી ને આખી ગ્રેવી અને ભીંડા અને ડુંગળી ને સારી રીતે હલાવી લેશું જેથી બધો મસાલો શાક ઉપર કોટ થઈ જાય . ખાસ ધ્યાન રાખવું કે ગેસ ધીમો રાખવો અને દહીં ને સતત હલાવતા રહેવું નહીંતર દહીં ફાટી જશે.

હવે કડાઈ / પેન નું ઢાંકણ બંધ કરી અને સાવ ધીમા તાપે 4-5 મિનિટ જેવું શાક ને ચડવા દેશું ઉપર થી થોડા લીલા ધાણા નાખી અને ગાર્નિસ કરી દેશું

તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ ભીંડી દો પ્યાઝા નું શાક જેને ગરમ ગરમ રોટલી , પરોઠા ને પછી નાન સાથે સર્વ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ભીંડી દો પ્યાઝા બનાવવાની રીત

Bhindi do pyaza - ભીંડી દો પ્યાઝા

Bhindi do pyaza banavani rit

આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે પછી Bhindi do pyaza – ઢાબા સ્ટાઇલ ભીંડી દો પ્યાઝા ઘરે અને એ પણ સાવ સરળ રીતે બનાવતા શીખીશું . એક વખત બનાવશોતો વારંવાર આ રેસિપી બનાવવાની મજા આવી જાય એવી રેસીપી છે તો ચાલો આ ભીંડી દો પ્યાઝાઘરે બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 15 minutes
Total Time: 35 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / પેન

Ingredients

  • 300 ગ્રામ ભીંડી ( ધોયેલી, સૂકી, 1 ઇંચના ટુકડામાં કાપેલી )
  • 1 બારીક ચોપ કરેલી મોટી ડુંગળી
  • 4 ડુંગળી 2 મોટી છૂટા છૂટા 4 ભાગ કરી અને બધા પળ કાઢી લેવા
  • 1-2 નંગ લીલા મરચાં જીણા સુધારેલા
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 1 કપ ટમેટા ની પ્યૂરી
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી હળદર પાવડર
  • 1 ચમચી ધાણા જીરું પાવડર
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી ગરમ મસાલો ( વૈકલ્પિક )
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2-3 ચમચી તેલ
  • ¼ કપ ફેટેલું દહીં
  • ½ ચમચી લીંબુનો રસ અથવા આમચુર પાવડર
  • 2-3 ચમચી લીલા ધાણા

Instructions

Bhindi do pyaza banavani rit

  • ભીંડી દો પ્યાઝા બનાવવા માટે સૌ પ્રથમ 300 ગ્રામ ભીંડા ને સારી રીતે પાણી માં ધોઈ અને કોરા કરી લેશું . ત્યાર બાદ ભીંડા નું આગળ અને પાછળ ના ભાગ કાપી લેશું . ધ્યાન રાખવું કે પાકા ભીંડા હોય તે કાઢી લેવા
  • હવે ભીંડા નો આગળ પાછળ ના ભાગ કાપ્યા બાદ વચે થી 2 ભાગ માં કટકા કરી લેશું . ત્યાર બાદ એક ચોપર લેશું અને 1 મોટી સાઇઝ ની ડુંગળી ને ચોપર માં સારી રીતે ચોપ કરી લેશું . ત્યાર બાદ ગેસ પર એક પેન માં 2-3 ચમચી તેલ નાખી અને તેલ ને ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે જે ભીંડા કાપી ને રાખ્યા હતા તે પેન માં નાખી અને મિડિયમ તાપે ભીંડા થોડા ગોલ્ડન થાય અને બરાબર ચળી જાય ત્યાં સુધી 7-8 મિનિટ માટે ભીંડા ને ચડાવી લેશું.
  • ત્યાર બાદ ભીંડા થોડા ચળી જાય એટલે આપણે તેમાં 2 મોટી ડુંગળી માંથી પેલે 4 ભાગ કરી અને ત્યાર બાદ છૂટા છૂટા બધા પળ કાઢી લેશું હવે એ ડુંગળી ને પણ આપણે ભીંડા સાથે શેકાવા મૂકી દેશું . ડુંગળી અને ભીંડા થોડા સોફ્ટ અને ચડાવા આવી જાય એટલે એજ પેન માં આપણે 1.5 ચમચી જેવું તેલ નાખી દેશું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ½ ચમચી , લીલું મરચું જીણું સમારેલું 2 નંગ , ચોપ કરેલી ડુંગળી નાખી અને ડુંગળી થોડી ગોલ્ડન અને સોફ્ટ થાય ત્યાં સુધી સેકી લેશું.
  • હવે ડુંગળી સંતળાઈ ગયા બાદ તેમાં આપણે આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , ટમેટા ની પ્યૂરી 1 કપ નાખી સ્વાદ મુજબ મીઠું નાખી અને ટમેટા માંથી તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવી લેશું હવે ત્યાર બાદ તેમાં હળદર પાવડર ½ ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી , ગરમ મસાલો ¼ ચમચી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને થોડી સેકન્ડ માટે શેકાવા દેશું.
  • ત્યાર બાદ મસાલા થોડા શેકાઈ ગયા બાદ તેમાં ફેટેલું દહીં નાખી અને સતત હલાવતા રહેવું જેથી તેમાંથી તેલ છૂટું પડી જાય અને ત્યાર પછી તેમાં થોડું પાણી અને આમચૂર પાવડર ¼ ચમચી નાખી અને તેમાં ભીંડા અને ડુંગળી નાખી ને આખી ગ્રેવી અને ભીંડા અને ડુંગળી ને સારી રીતે હલાવી લેશું જેથી બધો મસાલો શાક ઉપર કોટ થઈ જાય . ખાસ ધ્યાન રાખવું કે ગેસ ધીમો રાખવો અને દહીં ને સતત હલાવતા રહેવું નહીંતર દહીં ફાટી જશે.
  • હવે કડાઈ / પેન નું ઢાંકણ બંધ કરી અને સાવ ધીમા તાપે 4-5 મિનિટ જેવું શાક ને ચડવા દેશું ઉપર થી થોડા લીલા ધાણા નાખી અને ગાર્નિસ કરી દેશું
  • તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ ભીંડી દો પ્યાઝા નું શાક જેને ગરમ ગરમ રોટલી , પરોઠા ને પછી નાન સાથે સર્વ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version