આ Ghau na lot ni masala papdi recipe તમે એક વખત બનાવી ને પંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો. આ પાપડી ચા દૂધ સાથે તો સારી લાગે જ છે બાળકો ને ટિફિન માં અને પ્રવાસમાં પણ સારી લાગે છે તો ચાલો ઘઉંના લોટની મસાલા પાપડી ની રેસીપી શીખીએ.
મસાલા પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- સોજી ¼ કપ
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- હળદર ½ ચમચી
- જીરું 1 ચમચી
- કાચી વરિયાળી અધ કચરી પીસેલી 1 ચમચી
- અજમો 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સંચળ ½ ચમચી
- તેલ જરૂર પ્રમાણે
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Ghau na lot ni masala papdi recipe
ઘઉંના લોટની મસાલા પાપડી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સોજી, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, સંચળ, કસૂરી મેથી હાથ થી મસળી ને નાખો સાથે અજમો પણ હથેળી થી મસળી ને નાખો.
હવે એમાં જીરું, અધ કચરી પીસેલી વરિયાળી, આમચૂર પાઉડર, હિંગ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં બે થી ત્રણ ચમચી તેલ નાખી ફરીથી લોટ અને તેલ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી ફ્રીથીનલોટ ને મસળી લ્યો અને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.પંદર મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી ને ત્રણ ચાર લુવા બનાવી લ્યો અને પાટલા પર અને વેલણ પર તેલ લગાવી લુવા ને પાતળી રોટલી બનાવી લ્યો.
હવે રોટલી માં કાંટા ચમચીથી એમાં કાણા કરી લ્યો ત્યાર બાદ મનગમતા આકરા ની કાપી ને કટકા કરી એક પ્લેટ માં મૂકતા જાઓ. આમ બધા લોટ ની રોટલી બનાવી ને કાણા કરી કાપી કટકા કરી લ્યો. અને બધી પાપડી ને અલગ અલગ પ્લેટ કે પ્લાસ્ટિક પર મૂકતા જાઓ.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલી પાપડી નાખો અને એક મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી લ્યો અને ત્યાર બાદ ગેસ ધીમો કરી પાપડી ને ક્રિસ્પી અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.
પાપડી લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી પાપડી ને તરી લ્યો. આમ બધી પાપડી ને તરી ને તૈયાર કરો અને ત્યાર બાદ મોટા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. પાપડી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉંના લોટની મસાલા પાપડી.
masala papdi recipe notes
- અહી તમે ઘઉંના લોટ સાથે બેસન પણ વાપરી શકો છો.
- મસાલા તમારી પસંદ ના કરી શકો છો.
- લીલા ધાણા સુધારેલા પણ નાખી શકો છો એમાંથી પૂરીનો સ્વાદ વધુ સારો આવે છે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ઘઉંના લોટની મસાલા પાપડી ની રેસીપી
Ghau na lot ni masala papdi recipe
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
મસાલા પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- ¼ કપ સોજી
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી જીરું
- 1 ચમચી કાચી વરિયાળી અધ કચરી પીસેલી
- 1 ચમચી અજમો
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી કસૂરી મેથી
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી સંચળ ½ ચમચી
- તેલ જરૂર પ્રમાણે
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Ghau na lot ni masala papdi recipe
- ઘઉંના લોટની મસાલા પાપડી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સોજી, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, સંચળ, કસૂરી મેથી હાથ થી મસળી ને નાખો સાથે અજમો પણ હથેળી થી મસળી ને નાખો.
- હવે એમાં જીરું, અધ કચરી પીસેલી વરિયાળી, આમચૂર પાઉડર, હિંગ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં બે થી ત્રણ ચમચી તેલ નાખી ફરીથી લોટ અને તેલ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી ફ્રીથીનલોટ ને મસળી લ્યો અને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.પંદર મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી ને ત્રણ ચાર લુવા બનાવી લ્યો અને પાટલા પર અને વેલણ પર તેલ લગાવી લુવા ને પાતળી રોટલી બનાવી લ્યો.
- હવે રોટલી માં કાંટા ચમચીથી એમાં કાણા કરી લ્યો ત્યાર બાદ મનગમતા આકરા ની કાપી ને કટકા કરી એક પ્લેટ માં મૂકતા જાઓ. આમ બધા લોટ ની રોટલી બનાવી ને કાણા કરી કાપી કટકા કરી લ્યો. અને બધી પાપડી ને અલગ અલગ પ્લેટ કે પ્લાસ્ટિક પર મૂકતા જાઓ.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલી પાપડી નાખો અને એક મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી લ્યો અને ત્યાર બાદ ગેસ ધીમો કરી પાપડી ને ક્રિસ્પી અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.
- પાપડી લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી પાપડી ને તરી લ્યો. આમ બધી પાપડી ને તરી ને તૈયાર કરો અને ત્યાર બાદ મોટા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. પાપડી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉંના લોટની મસાલા પાપડી.
masala papdi recipe notes
- અહી તમે ઘઉંના લોટ સાથે બેસન પણ વાપરી શકો છો.
- મસાલા તમારી પસંદ ના કરી શકો છો.
- લીલા ધાણા સુધારેલા પણ નાખી શકો છો એમાંથી પૂરીનો સ્વાદ વધુ સારો આવે છે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Soji dudhi ni tikki banavani rit | સોજી દૂધી ની ટીક્કી
જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | Juvar na lot no muthiya banavani rit
ભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત | bhel puri recipe