HomeLunch & Dinnerબટર ગાર્લિક બ્રોકલી | Butter garlic broccoli banavani recipe

બટર ગાર્લિક બ્રોકલી | Butter garlic broccoli banavani recipe

જો તમે એક ના એક સ્વાદ ના શાક ખાઈ કંટાળી ગયા હો તો આજ નું હોટલ કે રેસ્ટોરન્ટ માં મળે એવું શાક ઘરે બનાવતા શીખો અને પરિવાર ને બહાર જેવો જ  સ્વાદ ઘરે Butter garlic broccoli – બટર ગાર્લિક બ્રોકલી બનાવી ખવડાવો.

Ingredients list

  • તેલ 1-2 ચમચી
  • માખણ 1 ચમચી
  • લસણ ની કણી 7-8 સુધારેલ
  • લાંબી લાંબી ડુંગળી 1 સુધારેલ
  • બાફેલી બ્રોકલી 200 ગ્રામ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • કોર્ન ફ્લોર 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Butter garlic broccoli banavani recipe

બટર ગાર્લિક બ્રોકલી બનાવવા બ્રોકલી ના ફૂલ અલગ કરી બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક તપેલી કે કડાઈ માં એક થી બે ગ્લાસ પાણી નાખી પાણી ઉકળે એટલે એમાં બ્રોકલી ના ફૂલ નાખી ને બે મિનિટ ઉકાળી બાફી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ નાખી ગરમ કરી લ્યો. માખણ ઓગળે એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે એમાં લાંબી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં બાફી રાખેલ બ્રોકલી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું છાંટી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો હવે વાટકા માં કોર્ન ફ્લોર માં બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને કડાઈ વચ્ચે જગ્યા કરી એમાં વચ્ચે તૈયાર કરેલ કોર્ન ફ્લોર વાળું મિશ્રણ નાખી અડધી સેકંડ શેકી લઈ ત્યાર બાદ બ્રોકલી સાથે મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે બટર ગાર્લિક બ્રોકલી.

Broccoli recipe notes

  • અહી તમે બ્રોકલી ને બાફ્યા વગર પણ સીધા તેલ માં શેકી ને પણ આ શાક બનાવી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બટર ગાર્લિક બ્રોકલી બનાવવાની રેસીપી

બટર ગાર્લિક બ્રોકલી - Butter garlic broccoli

Butter garlic broccoli banavani recipe

જો તમે એક ના એક સ્વાદ ના શાક ખાઈ કંટાળી ગયા હો તો આજનું હોટલ કે રેસ્ટોરન્ટ માં મળે એવું શાક ઘરે બનાવતા શીખો અને પરિવાર ને બહાર જેવોજ  સ્વાદ ઘરે Butter garlic broccoli – બટર ગાર્લિક બ્રોકલી બનાવી ખવડાવો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી માખણ
  • 7-8 લસણ ની કણી સુધારેલ
  • 1 લાંબી લાંબી ડુંગળી સુધારેલ
  • 200 ગ્રામ બાફેલી બ્રોકલી
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ ચમચી
  • 1-2 ચમચી કોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Butter garlic broccoli banavani recipe

  • બટર ગાર્લિક બ્રોકલી બનાવવા બ્રોકલી ના ફૂલ અલગ કરી બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક તપેલી કે કડાઈ માં એક થી બે ગ્લાસ પાણી નાખી પાણી ઉકળે એટલે એમાં બ્રોકલી ના ફૂલ નાખી ને બે મિનિટ ઉકાળી બાફી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ નાખી ગરમ કરી લ્યો. માખણ ઓગળે એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે એમાં લાંબી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં બાફી રાખેલ બ્રોકલી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું છાંટી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો હવે વાટકા માં કોર્ન ફ્લોર માં બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને કડાઈ વચ્ચે જગ્યા કરી એમાં વચ્ચે તૈયાર કરેલ કોર્ન ફ્લોર વાળું મિશ્રણ નાખી અડધી સેકંડ શેકી લઈ ત્યાર બાદ બ્રોકલી સાથે મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે બટર ગાર્લિક બ્રોકલી.

Notes

અહી તમે બ્રોકલી ને બાફ્યા વગર પણ સીધા તેલ માં શેકી ને પણ આ શાક બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular